ગાંધીધામ, તા. 21 : શહેરની ભાગોળે નેશનશલ હાઈવે
ઉપર દ્વિચક્રી વાહનમાંથી નશીલા પદાર્થ સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. પોલીસના
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસે ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર ગત તા. 20ના મોડી સાંજના અરસામાં કાર્યવાહી કરાઈ હતી. આરોપી કુંદનસિંધ કુશવાહસિંઘ રાજપૂત (રહે વરસામેડી ) સ્કૂટર
લઈને પસાર થતાં તેને રોકીને તપાસ કરાઈ હતી. આરોપીના કબજામાંથી 7,116ની કિંમતનો 142.33 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.