• રવિવાર, 22 નવેમ્બર, 2026

ક.ગુ.ક્ષ. સમાજના અગ્રણીએ સેવા સંકલ્પો સાથે જન્મદિવસ ઊજવ્યો

કુકમા, તા. 21 : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના સમાજરત્ન, રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ વિનોદભાઇ સોલંકીનો 70મો જન્મદિન સેવા સંકલ્પો સાથે ઊજવવામાં આવ્યો હતો. રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમા ખાતે વિવિધ રાજ્યોનાં તીર્થધામોથી ઉપસ્થિત રહેલા સંતો શ્રીમદ્ જગદ્ગુરુ વિષ્ણુસ્વામી વિજયરામ દેવાચાર્ય ભૈયાજી મહારાજ, મહામંડલેશ્વર ઇશ્વરદાસજી મહારાજ, મહંત મેઘનાથદાસજી મહારાજ, મહંત ઋષભદાસજી મહારાજ, સ્વામી પ્રદીપ્તાનંદજી, મહંત દેવનાથબાપુ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી શુભેચ્છા-આશીર્વાદ પાઠવાયાં હતાં. કુકમા મુકામે આયોજિત સમાજની સમૂહ ભાગવત સપ્તાહના મુખ્ય દાતા રૂપે વ્યાસપીઠથી વક્તા કશ્યપભાઇ જોશી અને પોથી પર બિરાજમાન 250 જેટલા ભૂદેવે શાત્રોક્ત વિધિથી શુભેચ્છા પાઠવી હતી. વિનોદભાઇ સોલંકી દ્વારા ધાર્મિક, સામાજિક, તબીબી, શિક્ષણ, જીવદયા અને માનવસેવાનાં ક્ષેત્રે પોતાની સેવાઓને વધુ દૃઢ બનાવવાના સંકલ્પ સાથે સમાજની આ સેવાઓ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓને રૂા. 1,11,000નું દાન જાહેર કર્યું હતું. રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનોજભાઇ સોલંકી, સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો કુંવરજીભાઇ ટાંક, વિનોદ ચૌહાણ, બાબુભાઇ ચૌહાણ, ભગવાનજી રાઠોડ, કેતનભાઇ ચૌહાણ, શૈલેષભાઇ રાઠોડ, હરગોવિંદ ચૌહાણે શુભેચ્છા પાઠવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd