• રવિવાર, 22 નવેમ્બર, 2026

સોનું ન ખરીદવાની અપીલ સૌએ માની : મોદી

લખનઉ, તા. 21 : સોનાં-ચાંદીની કિંમતો જારી ઘટાડા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં મેં દેશવાસીઓને અપીલ કરી હતી કે, જો જરૂર ન હોય તો સોનાંની ખરીદી કરો નહીં. દેશના લોકોએ મારી વાતો માની લીધી. આજે જુઓ... તેની અસર દેખાઇ રહી છે.લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજિત કાર્યક્રમમાં આઇઆઇટી-ખડગપુરના યુવા વિદ્યાર્થીઓને સંબોધતાં વડાપ્રધાન મોદી બોલ્યા હતા કે, આપ લખીને રાખજો, સમય બદલી રહ્યો છે. કિંમતી ધાતુના સતત ઘટી રહેલા ભાવો પાછળનું કારણ કહેતા હોય તેમ મોદીએ કહ્યું હતું કે, વીતેલાં વર્ષે મેં કરેલી જરૂર વગર સોનું નહીં ખરીદવાની અપીલને દેશવાસીઓએ માની લીધી. સોનાની ખરીદી નહીં કરવાની અપીલની અસર આજે દેખાઇ રહી છે, તેવું વડાપ્રધાને કૌશલ્ય વિકાસ કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું હતું. અંગ્રેજોએ ભારતના કૌશલ્યને કચડવાનું કામ કર્યું. મારે  પરિસ્થિતિને બદલવી છે. આવનાર સમયમાં આઇઆઇટીના છાત્રો જેટલું જ સન્માન આઇટીઆઇના છાત્રોનું પણ થશે, તેવું મોદી બોલ્યા હતા. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)ના છાત્રોને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, સમય બદલી રહ્યો છે. કાગળના સર્ટિફિકેટ લઈને ફરતા લોકો કરતાં હુન્નરવાળા લોકોની વધુ કદર થવાની છે. હું વિદેશોમાં જાઉં છું ત્યારે મોટા-મોટા રજવાડી પરિવારોના લોકો મને એક વાત હંમેશાં કહે છે કે, જે શાનદાર શહેરો દેખાઈ રહ્યા છે, તે અમારા પૈસાથી નહીં, ભારતીય કારીગરોના પરિશ્રમથી બન્યા છે, તેવું વડાપ્રધાને કહ્યું હતું. મોદી બોલ્યા હતા કે, આજે આખી દુનિયામાં ભારતના કૌશલ્યવાન લોકોની માંગ છે. મને આઈઆઈટીની જેમ જ આઈટીઆઈમાં બાળકોની આંગળીમાં ભારતનું ભવિષ્ય દેખાય છે. તેમના હુન્નરમાં ભારતની તાકાત દેખાય છે, તેવું તેમણે કહ્યું હતું. એઆઈથી નોકરીઓ જશે, તેવા ભ્રમ વિશે વડાપ્રધાને કહ્યું હતું કે, મારી એ વાત સમજી લેજો, જેમની પાસે કૌશલ્ય છે, ત્યાં લોકોના રોજગાર કોઈ નહીં છીનવી શકે, આજે દેશની દીકરીઓ દેશમાં જ મોબાઈલ બનાવે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd