• રવિવાર, 22 નવેમ્બર, 2026

તલના માલધારીની ગાયનું દીપડાએ મારણ કર્યું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 20 : તાલુકાના નાની બન્ની વિસ્તારના તલ ગામના માલધરીની ગાયનું ગતરાત્રિ દરમ્યાન દીપડાએ મારણ કરતાં પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ગામના માલધરી હમજા જતના જણાવ્યા અનુસાર ગતરાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં તલ ગામથી ત્રણ કિ.મી. દૂર ગાયો ચરી રહી હતી ત્યારે અચાનક બે દીપડાએ ફારૂક જતની ગાય પર હુમલો કર્યો હતો. હુમલા સમયે પશુનો અવાજ સાંભળી માલધરીઓ એ તરફ દોટ મૂકતાં તળાવ પાસેની ઝાડીમાં આ રાની પશુ પલાયન થઇ ગયા હતા અને વધુ પશુનું મારણ થતું અટક્યું હતું. અગાઉ આ વિસ્તારમાં દીપડાએ ભેંસનું પણ મારણ કર્યું હતું, તેથી માલધરીઓમાં ભય પેસી ગયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd