ભુજ, તા. 1પ
: નખત્રાણા તાલુકાના ફુલાયની સીમમાં કંપનીની સાઈટમાં પરવાનગી વિના અપપ્રવેશ કરી કામ
બંધ કરાવી ધાક-ધમકી કર્યા અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો. કાયનાત
અંસારી સહિત સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આજે નિરોણા પોલીસ મથકે એન. ટી. પી. સી.
કંપની હિલ્ડ સોલાર પ્રોજેક્ટ ફુલાય - છારી
સીમ ચાલે છે. આ પ્રોજેક્ટના ડેપ્યુટી સાઈટ ઈન્ચાર્જ પ્રિન્સ ફ્રાન્સીસે નોંધાવેલી ફરિયાદ
મુજબ ગઈકાલે સાંજે તેમની ઓફિસમાં સ્થાનિક ગામના અંદાજે 20થી
2પ
જણ તથા એક મહિલા કાર લઈને આવ્યા હતા. આ મહિલાએ પોતાની ઓળખ આમ આદમી પાર્ટી, પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા તરીકે આપી હતી અને તેમની
સાથે મોતીચૂરનો ઈસાક જત પણ હતો. તેઓએ ફરિયાદીને કહ્યું કે, તમારી
કંપની ગેરકાયદેસર છે, કાયદેસર હોય તો કાગળો બતાવો, તેવું કહી ઉશ્કેરાઈ ધાક-ધમકી કરી હતી અને કંપનીનું ચાલુ કામ બંધ કરાવી અડચણ
ઊભી કરી અને કામ ચાલુ કરશો તો તમને જોઈ લેશું તેવી ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો
તળે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.