ગાંધીધામ, તા. 23 : રાપરના ગાગોદર નજીકથી એક શખ્સને
પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 2500નો દેશી તમંચો (બંદૂક) જપ્ત કર્યો હતો. ગાગોદરની સ્થાનિક પોલીસ
ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ ટીમ ગાગોદરથી ગોરાસર બાજુ જતા માર્ગ પર એક શખ્સ પગપાળા આવતો દેખાયો હતો, તેની પાસે રહેલી લૂંગીમાં તપાસ કરતાં તેમાંથી
દેશી તમંચો મળી આવ્યો હતો. ડાભુંડા-વસાવાંઢના રાજુ નીલા સાયા (કોળી)ની અટક કરાઈ હતી.
તેની પાસેથી રૂા.2500ની દેશી બંદૂક
હસ્તગત કરવામાં આવી હતી. પોતાના સસરા ભાણા રણછોડ કોળીની આ બંદૂક લઈને નદીના વોકળામાં
ફેંકવા જઈ રહ્યો હતો દરમ્યાન પોલીસે તેને પકડી પાડયો હતો.