• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

અંજાર : મોંઘા પ્રકારના વિદેશી દારૂ સાથે બે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 1 : અંજારમાં ડી.વી. સ્કૂલથી કોર્ટ તરફના કાચા રસ્તા પરથી એક કારમાંથી પોલીસે મોંઘા પ્રકારનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. કાર્યવાહી દરમ્યાન બે શખ્સની ધરપકડ કરી રૂા. 87,000નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન યોગેશ મનજી સુથાર તથા રાહુલ હરેશ બડગા નામના શખ્સો કારમાં દારૂ ભરી ડી.વી. સ્કૂલ તરફથી કોર્ટ તરફના કાચા રસ્તા બાજુ આવવાના હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન, બાતમીવાળી કાર આવતાં તેને રોકાવી તપાસ કરાતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બંને શખ્સની અટક કરી તેમના કબજામાંથી જે એન્ડ બી બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 1 લિટરની 12 બોટલ (ઇંગ્લેન્ડ), જોનીવોકર 1 લિટરની 12 બોટલ (ઇડનબર્ગ-યુ.કે.), સ્મીર્નઓફ 1 લિટરની 12 બોટલ (ઇટાલી) તથા ચિતાહ એકસ્ટ્રા બિયરના 192 ટીન જેના ઉપર વિદેશી ભાષામાં લખાણ લખેલું હતું એમ કુલ રૂા. 87,000નો વિદેશી મોંઘા પ્રકારનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂનો આ જથ્થો અંજારના સુમિત ચાવડા નામના શખ્સનો માણસ ગળપાદર નજીક બોલાવીને આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ખરેખર આ વિદેશી દારૂ ક્યાંથી આવ્યો હતો ? સુમિતનો માણસ કોણ છે ? કોઇ હોટેલમાંથી આ દારૂ બહાર કઢાયો હતો કે કેમ ? તે સહિતની તટસ્થ અને નીતિમત્તાથી તપાસ હાથ ધરાય તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd