• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

કુકમામાં ઘરના તાળા તોડી 34 હજારના મુદામાલની ચોરી

ભુજ, તા. 1 : અવધનગર-કુકમાના ઘરના તાળા તોડી પલંગમાંથી દાગીના-રોકડ સહિત 34 હજજારની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે પદ્ધર પોલીસ મથકે અવધનગર (કુકમા)માં રહેતા લક્ષ્મીબેન સામજી પાયણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 23/9ના સવારે તેમના પતિ કામે અને સંતાનો શાળામાં ગયા હતા. પોતે પણ કામે ગયા હતા ત્યારે બે કલાકમાં જ તેમના ઘરના તાળા તોડી ઘરના પલંગમાંથી કાનની બુટ્ટી બે આશરે બે ગ્રામ જેની કિંમત રૂા. 17,000, ચાંદીના પટ્ટા કિ. રૂા. 12,000 તથા રોકડા રૂા. 5,000 કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd