• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

આડેસર ચેક પોસ્ટ ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 14 : રાપરના આડેસર પોલીસ ચેક પોસ્ટ પર પાટણ બાજુથી આવતી કારમાંથી રૂા. 37,170ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજકોટના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. રાજકોટના ભક્તિનગરમાં રહેનાર ઋષિ હિતેશ પટેલ તથા ત્રણ મિત્રો અન્ય મિત્ર કિશન પ્રવિણ ચાવડાની સ્કોર્પિઓ ગાડી  નંબર જી.જે. 03 પી.જે. 2454 લઇને રાજસ્થાન રામદેવરા ખાતે રામાપીરના દર્શન કરવા ગયા હતા. જ્યાં ભીડના કારણે આ ચારેય મિત્રો જુદા પડી ગયા હતાં ત્યારે ઋષિ પટેલ પાસે એક મારવાડી ભાષા બોલતો અજાણ્યો શખ્સ આવ્યો હતો. અને ફાકી ખાવી છે તેવું પુછયું હતું. અને તેની પાસે રહેલા માદક પદાર્થમાંથી થોડું ચાખવા આપતા ઋષિ પટેલને તે સારૂ લાગતા તેણે રૂા. 8000માં તે ખરીદી લીધો હતો. પરંતુ તેણે આ માદક પદાર્થની વાત પોતાની સાથે આવેલા ત્રણ મિત્રોને કરી નહોતી અને પડીકુ પોતાના પેન્ટના ખિસ્સામાં રાખી લીધું હતું. રામાપીરના દર્શન કરી આ મિત્રો પરત રાજકોટ આવી રહ્યા હતા. તે આડેસર ચેકપોસ્ટ પર પહોંચતા પોલીસે તેમને અટકાવ્યા હતા. અને તપાસ કરતા ઋષિએ પોતાની પાસે માદક પદાર્થ હોવાની કબુલાત આપી હતી. જેથી અન્ય ટીમને બોલાવી લેવાયા બાદ એફએસએલ અધિકારીને બોલાવી પૃથ્થકરણ કરાતા આ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું. આ પદાર્થનું વજન કરાતા રૂા. 37,170નું 12.39 ગ્રામ નશો હોવાનું બહાર આવ્યું હતું. આ ઋષિ પટેલની અટક કરી રામદેવરાના અજાણ્યા શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd