• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અમદાવાદ : કચ્છી યુવતી પર કુકર્મ : 21 દિવસમાં જ આરોપનામું

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના આનંદનગરમાં ફ્લેટની અગાસી ઉપર ચાલીર હેલી કચ્છની યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. આનંદનગર પોલીસે આ કેસની તપાસ માત્ર 21 દિવસના સમયગાળામાં પૂર્ણ કરીને કોર્ટમાં આરોપનામું રજૂ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન ફોરેન્સિક, સાંયોગિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેના આધારે તપાસ સત્વરે પૂર્ણ કરાઈ છે.  પોલીસે આ ઘટનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી કરીને આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમાસિંહને પકડી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો હોવાનું અને ઘટના પહેલાં થોડા જ દિવસથી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.  પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને સીસીટીવી તથા અન્ય તપાસના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સિક્યુરિટી ગાર્ડે પોલીસ પાસેથી હથિયાર આંચકી ભાગવનો પ્રયાસ કર્યો હતો જેમાં પોલીસે તેને પગમાં ગોળી મારી હતી.  પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ 300 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં સબમીટ કરી છે. આ ચાર્જશીટમાં પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ, મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિકનો ડીએનએ રિપોર્ટ અને 50થી વધુ લોકોના નિવિદનો નોંધી આરોપી સામે પુરાવા રજૂ કર્યા છે. ચાર્જશીટ દાખલ થતા આ કેસને કોર્ટમાં ઝડપથી ચલાવીન અને આરોપીને આકરી સજા થાય તે માટે કાયદાકીય કામગીરી કરવામાં આવશે. 

Panchang

dd