• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ભચાઉ નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ, તા. 25 : ભચાઉના વોંધ બ્રિજ પર પૈડું ફાટી જતાં ટ્રેઇલર નીચે ઊતરેલા બિહારના નીતીશકુમાર વિનયકુમાર યાદવ (ઉ.વ. 24)નું અજાણ્યા વાહનની હડફેટે ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં રહેનાર નીતીશકુમારને ગઇકાલે અકસ્માત નડયો હતો. આર.કે.ટી. ટ્રાન્સપોર્ટમાં દોઢેક માસથી કામ કરનાર આ યુવાન ટ્રેઇલર નંબર જીજે-12-બીટી-7009માં સવાર થઇને મોરબી જઇ રહ્યો હતો. દરમ્યાન, વોંધ બ્રિજ ઉપર તેના વાહનનું પૈડું ફાટી જતાં તે ઊભો રહ્યો હતો અને નીચે ઊતરીને તપાસ કરવા જઇ રહ્યો હતો તેવામાં પૂરપાટ આવતા કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. અકસ્માત નોતરીને નાસી જનારા વાહનચાલક સામે દરિયાલાલકુમાર સુખાસિંહ યાદવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Panchang

dd