ગાંધીધામ, તા. 12 : રાપરના આડેસર ગામના મરંડવાસ
વિસ્તારમાં પોલીસે છાપો મારી પાંચ શખ્સને જુગાર રમતાં પકડી પાડી રોકડ રૂા. 10,850 જપ્ત કર્યા હતા. આડેસરના મરંડવાસમાં
હનુમાન મંદિરના ઓટલા પર લાઇટના અજવાળામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીંથી પોલીસે કરશન ખોડા આહીર, વિનોદ ધીરજ પરમાર, પ્રેમા
દેવજી સોલંકી, અમરત પાંચા પરમાર, અમરત દેવરાજ
ચૌહાણ નામના શખ્સોને પકડી પાડયા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,850 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા.
26,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો.