કોલકાતા, તા. 12 : પશ્ચિમ બંગાળમાં ચોંકાવનારી
ઘટના શુક્રવારે બની હતી. એક સરકરી ઈમારતમાં લાગેલી ભયાનક આગની જ્વાળાઓની લપેટમાં આવતાં
ચાર હજાર ઈવીએમ સળગીને રાખ થઈ ગયાં હતાં. આ ઘટનાનાં પગલે લોકો સહિત રાજકીય જગતમાં ભારે
ચકચાર મચી ગઈ હતી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે,
આગ સીધી નવમા અને 10મા માળ સુધી જ કેવી રીતે પહોંચી તેવો સવાલ ઊઠાવતાં બંગાળના મંત્રી
કૌશિક ચૌધરીએ જણાવ્યું હતું કે, આગ સૌથી
પહેલાં બીજા અને ત્રીજા માળે દેખાઈ હતી, તો ચોથા અને પાંચમાં
માળ પર કેમ ન લાગી. આ તમામ ઈવીએમનો ઉપયોગ બંગાળની 10 વિધાનસભા બેઠકો પર થયો હતો.
ઘટનાની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સીટ)ની રચના તાબડતોબ કરાઈ હતી. આગ જે રીતે લાગી તે
જોતાં મોટા ષડયંત્રની આશંકા સેવાઈ રહી છે. બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ જણાવ્યું હતું
કે, આ સામાન્ય આગની ઘટના નથી લાગતી. ઈમારતને સુરક્ષિત કરી, લોકોની
અવરજવર સીમિત કરી દેવાઈ હતી. ફોરેન્સિક તપાસ બાદ આ કાવતરું હતું કે નહીં તેની ખબર પડશે.