• શનિવાર, 13 જૂન, 2026

`મેગી'માં કીડા મળતાં નેસ્લેને નોટિસ

નવી દિલ્હી, તા. 12 : ખાસ કરીને બાળકને જેનો જબરો ચસ્કો છે તેવી `નેસ્લે'ની મેગી વધુ એકવાર વિવાદમાં ફસાઈ છે.  મેગીમાં કીડા મળવાની ફરિયાદ મળતાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તા મંડળ (એફએસએસએઆઇ) એ નેસ્લેને નોટિસ ફટકારતાં તરત જવાબ આપવા જણાવ્યું છે. `ફસાઇ'એ મેગીના જે બેચને લઇને ફરિયાદ આવી છે, તેને તરત બજારમાંથી હટાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. એ સિવાય સાફસફાઇ સંબંધિત ફરિયાદો બાદ ફાસ્ટફૂડ ચેઈન કેએફસીને પણ નોટિસ અપાઇ છે. ખજૂરની એક પ્રોડકટમાં કીડા મળતાં ફ્લિપકાર્ટ ઇંડિયા અને ઓપન સિક્રેટનેય નોટિસ અપાઇ છે. ભવિષ્યમાં આવી ફરિયાદો ફરીવાર ન આવે, તે માટે નેસ્લે કંપની તેની ગુણવત્તા નિયંત્રણની પ્રણાલીમાં શું બદલાવ કરશે તેવું `ફસાઇ'એ કંપનીને પૂછયું હતું. નેસ્લે ઈન્ડિયાના પ્રવકતાએ `અનવેરિફાઇડ' સોશિયલ મીડિયા એકાઉન્ટના આધાર પર આરોપોને ફગાવી દેતાં કહ્યું હતું કે, ફરિયાદીનું એકાઉન્ટ સંપર્કથી બહાર હોવાથી ફરિયાદવાળા નમૂના નથી મળી શકયા. `ફસાઇ'ની માન્યતાપ્રાપ્ત લેબમાં ચકાસણી કરાવી, પરંતુ મેગીમાં કીડા નથી મળ્યા તેવી સ્પષ્ટતા કંપનીએ કરી હતી. અગાઉ, 2015માં પણ સીસા (લેડ)ના વધુ પ્રમાણ અને એમએસજી લેબલિંગ મામલે મેગીએ ઉગ્ર વિવાદનો સામનો કરવો પડયો હતો. 

Panchang

dd