• શનિવાર, 13 જૂન, 2026

વિવિધ ગામોમાં ગટર તથા ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ કરાઇ

ભુજ, તા. 12 : સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં સફાઇ કામગરી હાથ ધરાઈ હતી. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થાને સુચારુ રાખવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જળવાઇ રહે તે હેતુથી ડ્રેઇન લાઈનો, ચેમ્બર તથા ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ કરાઈ હતી. જિલ્લાના ભારાસર, નિરોણા, ભુટકિયા, સુવઈ, ભીમાસર, નલિયા, પાનધ્રો, માંડવી સહિતનાં ગામોમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, ગ્રામજનો તથા સ્વચ્છતા કર્મચારીઆની ઉપસ્થિતિમાં સફાઇ કરાઇ  હતી. ગ્રામજનોને ડ્રેઇનમાં કચરો ન નાખવા, ગંદકી ન ફેલાવવા જાગૃત કરાયા હતા તેમજ ગ્રે વોટર પોઇન્ટની સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા એ માત્ર અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. ગામને સ્વચ્છ, હરિયાળું અને  આરોગ્યપ્રદ બનાવવા માટે સૌએ સહભાગી બની સંકલ્પબદ્ધ થવા જણાવાયું હતું. આ કામગીરી દ્વારા ગંદા પાણીનો નિકાલ થાય, રોગચાળો અટકે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધે તેવો સંદેશ અપાયો હતો. ગ્રામજનો દ્વારા સ્વચ્છતા જાળવવા માટે  સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ હતી. 

Panchang

dd