• શનિવાર, 13 જૂન, 2026

અંજાર તાલુકા પેન્શનર મંડળના ઉપક્રમે 51 વૃક્ષના જન્મદિવસે પૂજન કાર્યક્રમ

અંજાર, તા. 12 : અહીંના તાલુકા પેન્શન મંડળ દ્વારા  સભ્યના સહકારથી મ્યુનિસિપલ ગાર્ડનમાં વાવવામાં આવેલા 51 વૃક્ષના પ્રથમ જન્મદિવસ પ્રસંગે શાત્રોકત વિધિ સાથે વૃક્ષોનું પૂજન કરવામાં આવ્યું હતું. અંજાર રોટરી  ક્લબના પૂર્વ પ્રમુખ અને મંડળના સભ્ય  વેલજીભાઈ જશાભાઈ આહીર તથા મંજુલાબેન આહીર દંપતીને 51  વર્ષ પૂર્ણ થતાં  આ પ્રસંગે દંપતી  દ્વારા  ગત વર્ષ  મ્યુનિસિપલ બગીચામાં  માવજત  કરવાની તૈયારી સાથે 51 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોને એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં  વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું. પૂજનવિધિ યોગેશભાઈ દવેએ સંપન્ન કરાવી હતી.  મંડળના પ્રમુખ પ્રવીણભાઈ લિમ્બાચિયા અને ઉપપ્રમુખ મનોજભાઈ જોષી દ્વારા સભ્ય વેલજીભાઈનું સ્મૃતિચિહ્ન સાથે અભિવાદન કરાયુ હતું.  આ વેળાએ મંડળના  સહમંત્રી અરજણભાઈ ગોહિલ, ખજાનચી એસ.એલ. પરમાર, સુધરાઈના નાયબ હિસાબનીશ રીટાબેન પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ મંડળના મંત્રી રમેશભાઈ ચૌહાણે કર્યા હતા.   

Panchang

dd