• શુક્રવાર, 12 જૂન, 2026

ભચાઉમાં પૂરપાટ જતી કારે હડફેટમાં લેતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 11 : ભચાઉ નજીક પોતાની ગાડી આગળ લેવા ટ્રાફિક હટાવતા વિકાસરાય દેવેન્દ્રરાય પીંડારી (ઉ.વ. 20)ને કારએ હડફેટમાં લેતાં આ યુવાને જીવ ખોયો હતો તેમજ ગાંધીધામમાં 17 હજાર ઝૂંપડા વિસ્તારમાં મધુબેન સુરેન્દ્રલાલ શ્રીવાસ્તવ (ઉ.વ.28)એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. ભુજના કનૈયાબેથી પવનચક્કીનો સામાન ભરી ટ્રક ટ્રેઈલર નંબર એન.એલ.-01-એ.એલ.-0067 નીકળ્યો હતો. આ વાહનની આગળ એસ્કોર્ટ પણ હોય છે. વાહનના ચાલક રાજેન્દ્રરાય પીંડારી અને ક્લીનર વિકાસરાય ગઈકાલે વહેલી સવારે ભચાઉ પહોંચ્યા હતા જ્યાં કેસરી ગઢ રિસોર્ટ પાસે કલીનર તોતિંગ વાહન માટે ટ્રાફિક હટાવતો હતો. આ વાહન ધોરીમાર્ગ પર ચડી ગયું હતું તેવામાં પૂરપાટ જતી કાર નંબર જી.જે. 12 - એફડી - 1115એ ક્લીનર એવા વિકાસને હડફેટમાં લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર માટે આદિપુર લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામના ગણેશનગર નજીક 17 હજાર ઝૂંપડા વિસ્તારમાં બન્યો હતો. અહીં એકલી રહેનાર અપરિણીત એવી મધુબેન ગઈકાલે સવારે પોતાના રૂમ ઉપર હતી દરમ્યાન દરવાજાના એંગલમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd