ગાંધીધામ, તા. 11 : શહેરના ભારતનગર નજીક આવેલા
સોનલનગર પાસે આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,500 જપ્ત કર્યા હતા. અહીંના ભારતનગર
નજીકના સોનલનગર પાસે ચાની હોટલ પાસે આજે સાંજે પોલીસે છાપો માર્યો હતો. અહીં ઊભા રહીને
ચાની ચુસ્કી મારવા આવતા લોકો પાસેથી રામજી ઉર્ફે રામુ મોહન સવાણીનાં નામનો શખ્સ વરલી
મટકાના આંકડા લઇ તેમનાં નસીબ લખી રહ્યો હતો, પરંતુ પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો મારી આંકડા લખનારનું નસીબ બદલાવી
નાખ્યું હતું. જાહેરમાં આંકડા લેતા આ શખ્સને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા. 10,500 તથા આંકડાનું સાહિત્ય જપ્ત
કરાયું હતું, પરંતુ આ શખ્સ ઉપર કોને
લખાવતો હતો તેની તસ્દી પોલીસે કેમ ન લીધી તે પ્રશ્નાર્થ છે.