ગાંધીધામ, તા. 21 : કિડાણાના શખ્સને બે મહિના
માટે તડીપાર કરાયો હોવા છતાં પરત આવતાં તેને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો. કિડાણાના સો ચો. વાર પ્લોટ વિસ્તારમાં રહેતા ફિરોઝ ઉર્ફે ફિરિયો ઇબ્રાહીમ
કટિયા નામના શખ્સને ગત તા. 21/4/2026ના બે મહિના માટે કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યો
હતો. તેને અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. આ સમયગાળો પૂર્ણ નથી થયો છતાં તે
આજે કિડાણા આવતાં પોલીસે પૂર્વ બાતમીના આધારે તેને પકડી પાડી તડીપાર ભંગની કલમો તળે
પોલીસે ગુનો નોંધ્યો હતો.