• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

નાગવીરી અને મોટા વાલ્કાની સીમની પવનચક્કીમાંથી વાયરની ઉઠાંતરી

ભુજ, તા. 1 : નખત્રાણા તાલુકાના નાગવીરી અને મોટા વાલ્કામાંની સીમમાંથી પવનચક્કીઓ પરથી બે લાખના વાયરની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત ભુજની હોટેલ બહાર એ.સી.ના પાઈપની ચોરી થયાનું સામે આવ્યું છે. ગત તા. 29/3ના નખત્રાણા તાલુકાનાં નાગવીરી અને મોટા વાલ્કાની સીમમાં આવેલી આઈનોદ્રા કંપનીની પવનચક્કીના 210 મીટર લંબાઈના વાયર જેની કિં. રૂા. બે લાખ થાય છે તેની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાવાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભુજના મિરજાપર ધોરીમાર્ગ પર આવેલી પ્રિન્સ રેસિડેન્સી હોટેલના રેસ્ટોરેન્ટની છતમાં ખુલ્લામાં લગાડેલાં એ.સી.ના આઉટડોરના કોપર પાઈપ 60 ફુટ જેની કિં. રૂા. 48,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમ તા. 28/3ના સવારથી બપોર દરમ્યાન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchang

dd