ગાંધીધામ, તા. 5 : ભચાઉ તાલુકાના વોંધમાં પાર્કિંગ પ્લોટમાં ઊભેલી ગાડીમાંથી અજાણ્યા શખ્સે
રૂા.67060ની માલમતા ચોરાઈ હતી. એ.કે.ટી. લોજિસ્ટિક એલ.એલ.પી. કંપનીના પાર્કિંગમાં
ગત તા. 31/10ના રાત્રિના 2.30થી 3.20 વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. આરોપી જીજે-12-સીટી-1975માંથી ફોર્ચ્યુન સોયાબીન કંપનીના
કાર્ટૂન નંગ 35 ચોરી ગયા હતા. આ અંગે એકમના મેનેજર અમિતકુમાર રમેશકુમાર ચૌહાણની ફરિયાદના
આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.