• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ઉત્તરપ્રદેશમાં છ મહિલા ભક્તો માટે ટ્રેન બની યમદૂત

મિર્ઝાપુર, તા. 5 : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં કાર્તિક પૂર્ણિમાના અવસરે એક દર્દનાક બનાવ બન્યો હતો. જેમાં ચુનાર રેલવેસ્ટેશને ટ્રેનની ચપેટમાં આવીને છ શ્રદ્ધાળુએ જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શ્રદ્ધાળુ ચોપન-પ્રયાગરાજ પેસેન્જર ટ્રેનથી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ઉતર્યા હતા. સ્ટેશન ઉપર ઉતાવળમાં યાત્રી રેલવે ટ્રેક પાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન એક્સપ્રેસ ટ્રેનની ચપેટમાં આવ્યા હતા. રેલવે ટ્રેક પાર કરતા સમયે જ ભીષણ અકમાસ્ત થયો હતો અને શ્રદ્ધાળુઓના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. તમામ શ્રદ્ધાળુ ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. આ ઘટના બાદ ચુનાર રેલવે સ્ટેશને અફરાતફરી મચી હતી. સ્થળ ઉપર રહેલા રેલવે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થળ ઉપર રહેલા લોકોએ કહ્યું હતું કે બનાવમાં ટ્રેનની ચપેટમાં આવેલા લોકોના મૃતદેહના ચિંથરા ઉડી ગયા હતા અને અફરાતફરી મચી હતી. અઆબનાવ ઉપર સીએમ યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું હતું અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.  

Panchang

dd