• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

હે કળીયુગ ! મોટી નાગલપરમાં સાવકા પિતાનું પુત્ર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાનાં મોટી નાગલપરમાં સાવકા પિતાએ પુત્ર ઉપર સૃષ્ટિ  વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો  મામલો  અંજાર પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર પ્રસરી હતી. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં  જણાવ્યું હતું કેઆરોપી  પિતાએ   બે વર્ષના  સાવકા પુત્રને બહાર ફરવા લઈ જવાનું  કહી, મોટરસાઈકલ ઉપર લઈ ગયો હતો. તહોમતદારે  થોડે દૂર મોટી નાગલપરનાં ખેતરમાં  આ બાળકને લઈ જઈને  પોતાની હવસ સંતોષવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ આ બાળકને  શરીરના જુદા-જુદા ભાગોમાં શારીરિક ઈજા પહોંચાડી હતી. પુત્રની ઈજાઓ અંગે માતાએ પૂછપરછ કરી હતી દરમ્યાન આરોપી પિતાએ અકસ્માત થયો હોવાની વાત કરી હતી. હોસ્પિટલમાં સારવાર   દરમ્યાન પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય  થયું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ  પ્રકારનું હીન કૃત્ય કરનારા  તહોમતદારને પોલીસે પકડી પાડયો હતો. પિતા-પુત્રને લાંછન લગાવતા આ બનાવને લઈને પોલીસે વિધિવત ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. આ અંગે વધુ  તપાસ પી.આઈ. એ. આર. ગોહિલ ચલાવી રહ્યા છે.  

Panchang

dd