• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અંજારમાં જાહેરમાં આંકડો લેનાર શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 6 : અંજારના સવાસર નાકા નજીક શહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 950 જપ્ત કર્યા હતા. અંજારના સવાસર નાકા નજીક રિક્ષા સ્ટેન્ડ પાસેથી સકરાણી શેરી બોર્ડિંગ ફળિયામાં રહેનાર વિક્રમ દિલીપ ભીંડે (ઠક્કર)ને પોલીસે આજે બપોરે પકડી પાડયો હતો. આંકડાનું સાહિત્ય લઇને લોકો પાસેથી જાહેરમાં આંકડો લેતા આ શખ્સને પકડી પાડી રોકડ રૂા. 950 હસ્તગત કરાયા હતા. દર વખતની જેમ આ વખતે પણ નાની માછલી જ પોલીસના સકંજામાં આવી હતી, જ્યારે મોટા મગરમચ્છ આબાદ રહ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang