• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. તારામતી અરવિંદભાઇ ઠક્કર (રવાણી) (ઉ.વ. 75) તે સ્વ. અરવિંદ જાદવજી ઠક્કરના પત્ની, સ્વ. જાદવજી જેઠા ઠક્કરના પુત્રવધૂ, સ્વ. ખરાશંકર, સ્વ. સાવિત્રીબેન રામજી શેઠ, સ્વ. રુક્ષ્મણિબેન ચૂનીલાલ પીપરાણીના ભાભી, સ્વ. રુક્ષ્મણિબેન કલ્યાણજી સોમૈયાના પુત્રી, સિદ્ધાર્થના માતા, સંધ્યાના સાસુ, દિવ્યાંશીના દાદી તા. 9-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : સિદ્ધાર્થ-81415 08154.

ભુજ : ચૌધરી આફરીનબાનુ (ઉ.વ. 25) તે ચૌધરી નૂરમુહમ્મદ કાસીમના પત્ની, તસ્સવુર અલીભાઇ (પીઓપીવાળા)ના ભત્રીજાવહુ, ચૌધર મોહમ્મદ ઇસ્લામના પુત્રી તા. 8-10-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ ભોજરાજવાંઢના રબારી ભીમા તે સ્વ. ગાભા રવા રબારીના પુત્ર, સુરા, હાજા, વેરશી, રાણીબેન, મગીબેન, સોનીબેનના ભાઇ, સોનીબેનના પતિ, મેઘા, હીરલ, શીતલના પિતા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું ગણેશનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ નખત્રાણા, ભદ્રક (ઓરીસા) કાંતિલાલ મોતીલાલ શેઠ (ઉ.વ. 81) તે સ્વ. માણેકબેન મોતીલાલ શેઠના પુત્ર, અરુણાબેનના પતિ, તારક અને સોનાલીના પિતા, કૃપા અને સન્નીના સસરા, સ્વ. સુલોચનાબેનના દિયર, બિજલ મનીષભાઈ સંઘવી, તેજલ જયેશ શાહના કાકા, માણેકલાલ સાકરચંદ શાહના જમાઈ, નવીનભાઈ, સ્વ. જયાબેન દેવચંદ ભણસરી, ગં.સ્વ. સુશીલાબેન પ્રવીણચંદ્ર શાહ, ગં.સ્વ. કાંતાબેન રમેશભાઈ શાહ, હીરાભાઈ, જયસુખભાઈ શેઠના ભાઈ, સ્વ. અશ્વિનભાઈ, રમેશભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, સુશીલાબેન ધનસુખભાઈ શાહ, સ્વ. રમીલાબેન ઝવેરચંદ શાહના બનેવી, હિરલ, ધ્રુવના દાદા, હેઝલ, રિયાન, રોશન, ઉર્વી, નક્ષિતાના નાના તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા રાખેલ નથી). સંપર્ક : તારક શેઠ-90404 03887, સોનાલી ઝવેરી-93163 20071, હિરેન શાહ-98255 12011, બિજલ સંઘવી-76218 09780.

અંજાર : મિસ્ત્રી (ક.ગુ.ક્ષ.) મૂળ સિનુગ્રાના જગદીશભાઇ જયંતીલાલ ચાવડા (ઉ.વ. 65) તે વેલુબેન (વિમળાબેન) જયંતીલાલ ચાવડાના પુત્ર, મીતાબેન (સાકર)ના પતિ, ભરતભાઇ, ધર્મેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, જ્યોતિબેન પ્રવીણભાઇ ટાંક, વેણુકાબેન (અનુરાધા) વેલજીભાઇ રાઠોડના મોટા ભાઇ, રિતાબેન, કવિતાબેન, શિલાબેનના જેઠ, ગૌરવ, સ્નેહલ, મનીષા, વિવેકના પિતા, બીનાબેન, જાન્વીબેન, વિરેનભાઇ, હાર્દિકભાઇના સસરા, ધારા, મિલન, કિંતન, દર્શન, કોમલ, શ્રેણિકા, ધ્રુવના મોટા બાપા, અંજલિ, અંતરા, કિંજલના મોટા સસરા, ગીત, જૈની, માહિર, દિશાની, વિહાના દાદા, અવી, રિશી, નિત્યશ્રી, માધવનના નાના, ગં.સ્વ. અનસુયાબેન દેવજીભાઇ ટાંક (સિનુગ્રા)ના જમાઇ, દિવ્યાબેન, ક્ષિતિજભાઇ, મનનભાઇના બનેવી તા. 1ર-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ. ક્ષત્રિય સમાજ ભવન, અંજાર ખાતે.

માંડવી : કચ્છી બ્રહ્મક્ષત્રિય દુર્ગેશ ગોરાતેલા (ઉ.વ. 52) તે ગં.સ્વ. ક્રિષ્નાબેન લાભશંકર ગોરાતેલાના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. રૂપેશ, લેખા ચિંતન મહેતાના ભાઈ, સ્વ. જાનવીબેન દાનાભાઈ લાવતિયાના જમાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. શશિકાંતભાઈ, કાંતિભાઈ, સ્વ. મુક્તાબેન, મંગળાબેનના ભત્રીજા, મધુસૂદનભાઈ, સુરેન્દ્રભાઈના ભાણેજા, માધવી ધર્મેશ પરમાર, નિશિથ, દેવેન, પૂજા મિહિર મહેતા, હિરલ પ્રવીણ ત્રિવેદી, વિપુલના કાકાઈ ભાઈ, પુષ્પાબેન લીલાધર લાવતિયાના નણદોયા, રંભાબેન જેરામ મકવાણા, સ્વ. હંસાબેન વિશનજી ચૌહાણ, ભાવનાબેન, મધુબેનના બનેવી, નિત્યના મામા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-10-2026ના બુધવારે સાંજે 4.30થી 5 સત્સંગ આશ્રમ, તળાવ ગેટ બહાર, માંડવી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : ધનબાઈ વેકરિયા (ઉ.વ. 88) તે સ્વ. ગાંગજી કરશન વેકરિયાના પત્ની, હરજી વેકરિયા (સોની), મેગબાઈ કાનજી હાલાઈ, હીરબાઈ કાનજી રાબડિયા, તેજબાઈ શામજી કારાના માતા, સુંદરબેન હરજી વેકરિયાના સાસુ, રક્ષાબેન દિનેશ રાબડિયા, મહેશ હરજી વેકરિયા (સોની)ના દાદી, પુષ્પા મહેશ વેકરિયાના દાદીસાસુ, ધાર્મિક, મંત્રના પરદાદી (પ્રયાસ મોલ અને નારાયણ જ્વેલર્સ) તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-10-2026ના બુધવારે સવારે 7થી 8 નિવાસસ્થાન ભક્તિ બાગ, હજીરા રોડ, માંડવી ખાતે.

માંડવી : શાહ કાંતિલાલ હિંમતલાલ (પટવા) (ઉ.વ. 89) તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-10-2026ના મંગળવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન શેઠવાળી શેરી, કે. ટી. શાહ રોડ, માંડવી ખાતેથી નીકળશે.

માંડવી : તુરિયા હુસૈનાબાનુ (ઉ.વ. 45) તે મ. હાજી અ. ગફુર (રસોઈયા)ના પુત્રી, શકીલ, નકીબ, અફસાના, રફીક, કાદર, સુલેમાન, શોહેબના બહેન, ફારુકના સાળી, સાબિર તથા સૈરીસના ફઈ, મ. અ. કાદર (ભુજ)ના ભાણેજી તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-10-2026ના બુધવારે સવારે 10થી 11 બહેનો માટે કુરાન ખ્વાની તથા ભાઈઓ માટે 11થી 12તકરીર મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : કૈલાસબેન પ્રસાદીલાલ બૈરવા (ઉ.વ. 55) તે પ્રસાદીલાલ કુન્દુલાલ બૈરવા (નિવૃત્ત કચ્છમિત્ર)ના પત્ની, સ્વ. જ્યોતિબેન, હિતેષભાઇ, રાહુલભાઇ, જુલીબેનના માતા, સોનલબેન, ગૌરભાઇના સાસુ, દિનેશભાઇ વર્મા (બીએસએનએલ), સુરેશભાઇ વર્મા (ગેટકો-અંજાર)ના ભાભી, અનિતાબેન (મહિલા કોલેજ), રીનાબેનના જેઠાણી તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2026ના સાંજે 4થી 5.30 નિવાસસ્થાન 5/76, કચ્છમિત્ર કોલોની, એમઇએસ રોડ, માધાપર-નવાવાસ ખાતે.

સુમરાસર (તા. ભુજ) : ચાડ વેલાભાઈ જીવાભાઈ (ઉ.વ. 70) તે સ્વ. રામાભાઈ ભચુભાઈ, સ્વ. કરશનભાઈ ભચુભાઈ ચાડના ભત્રીજા, રાજીબેનના પતિ, ચાડ માવજી રામા, ચાડ ભારમલ કરશન, ચાડ ભીમજી રામા, ચાડ વિરમ કરશન, ચાડ ભગુ રામા, ચાડ દામજી કરશન (ડીકે)ના કાકાઈ ભાઈ, ચાડ કરમણ, નંદલાલ, વાલજી, જસીબેન, વેજીબેન, ગોમીબેન, પાર્વતીબેનના પિતા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આહીર સમાજવાડી પાસે, સુમરાસર ખાતે.

ખેડોઇ (તા. અંજાર) : જયંતીભાઇ વિશ્રામભાઇ ભોજાણી (ઉ.વ. 72) તે સ્વ. મણિભાઇ, વિશ્રામભાઇ, દેવરામભાઇ, રવજીભાઇ, વિઠ્ઠલના મોટા ભાઇ, કૃપાબેન હરેશ ભગતના નાના તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

ઢીંઢ (તા. માંડવી) : સુમરા હનીફ (ઉ.વ. 50) તે મ. ગુલામહુશેન સાલેમામદના પુત્ર, જુસબ સાલેમામદ (ઢીંઢ), હાજી રમઝાન મોહમદ (સલાયા), હાસમ ઉમર (બાગ)ના ભત્રીજા, બાવા ઇસ્માઇલ (મસ્કા)ના જમાઇ, અરબાઝ, મુસ્તફાના પિતા, ઇમરાન, અશરફના ભાઇ, સલીમ જુસબ (રીઝા ઓટોબ્રોકર), હમીદ જુસબ (માહિરા બંધેજ)ના કાકાઇ ભાઇ, ઇબ્રાહિમ હાસમ (બાગ), હુશેન જાફર (ભુંગી)ના સાળા, સિધિક બાવા (મસ્કા)ના બનેવી તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-10-2026ના બુધવારે સવારે 9.30થી 10.30 ઢીંઢ જમાતખાના ખાતે.

ડેપા (તા. મુંદરા) : જાડેજા કલુભા વખુભા (ઉ.વ. 75) તે ગજેન્દ્રસિંહ તથા દેવેન્દ્રસિંહના પિતા, સ્વ. જાલુભા, સ્વ. પતુભા, લાલુભા, સ્વ. બનુભા, દોલુભાના ભાઇ, ઝાલા રવુભા (થરા-ધ્રાંગધ્રા)ના જમાઇ તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13થી 17-10-2026 સુધી ક્ષત્રિય સમાજવાડી, જેસલપીર દાદાના મંદિર સામે, ડેપા ખાતે.

વાયોર (તા. અબડાસા) : મિયાજી શેરબાનુ અબ્દુલ વર્યા (ઉ.વ. 56) તે મિયાજી અબ્દુલ કાસમ વર્યાના પત્ની, વર્યા કાદરના માતા, સોઢા સુલેમાન જેમલના પુત્રી, અબ્દુલ સુલેમાન, સિધિક સુલેમાન (બાડિયા), ગુલમામદ સુલેમાન (રસલિયા)ના બહેન તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-10-2026ના બુધવારે સવારે 11 કલાકે જામા મસ્જિદ, વાયોર ખાતે.

રવા (તા. અબડાસા) : જાડેજા અજિતાસિંહ મમુભા (ઉ.વ. 62) તે કનુભા, લાધુભા, જોરૂભા, દશરથાસિંહ, રામદેવાસિંહના ભાઈ, અનિરુદ્ધાસિંહના પિતા, શૈલેન્દ્રાસિંહ, નરપતાસિંહ, હરદેવાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, ધર્મરાજાસિંહ, મયૂરાસિંહના કાકા, હર્ષદીપાસિંહ, પ્રિન્સરાજાસિંહ, જયદીપાસિંહના મોટાબાપુ, પાર્થરાજાસિંહ, દક્ષરાજાસિંહ, ઋષિરાજાસિંહના દાદા તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રવા ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd