• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ચરાખડાની સોલાર કંપનીની રૂા. 9.84 લાખની પ્લેટોની ઉઠાંતરી

ભુજ, તા. 12 : નખત્રાણા તાલુકાના ચરાખડામાં ખાનગી સોલાર કંપનીના કામ દરમ્યાન રાત વચ્ચે 164 સોલાર પ્લેટો કિં.રૂા. 9,84,000ની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ મુંદરાના ટુંડામાં જશ એનર્જી પ્રા.લિ.માં ગોદામમાંથી રૂા. 5.60 લાખના સામાનની ચોરી થયાની પણ ફરિયાદ નોંધાઈ છે. નખત્રાણા તાલુકાના ચરાખડામાં સર્વે નં. 312માં અયાના રિન્યૂઅલ પાવર લિ. કંપનીમાં સોલાર પ્લેટોનું કામ ચાલુ છે. ગત તા. 9-10ના રાતના 12 વાગ્યાથી બીજા દિવસે સવારના ચાર વાગ્યા દરમ્યાન આ કામ માટે રાખેલી 850 જેટલી સોલાર પ્લેટોમાંથી 164 સોલાર પ્લેટોની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિક્યુરિટી કંપની તરફથી નખત્રાણા પોલીસ મથકે નોંધાઈ છે. ચોરાયેલી આ 4#6 સાઈઝની એક પ્લેટનું વજન 34 કિ. ગ્રામવાળીની એકની કિંમત રૂા. 6000 છે. આમ કુલ્લ રૂા. 9,84,000ની પ્લેટોની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ચોરીની ફરિયાદ નેંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ટુંડામાં જશ એનર્જી પ્રા.લિ.ના ગોદામમાંથી તા. 1/10થી 9/10 દરમ્યાન કોઈ ચોર ઈસમો ગેલ્વેનાઈઝના સામાન પર્લીન, ટયૂબ કનેક્ટર, યુબોલ્ટ, પર્લીન ગેસકેટ વિગેરે કિ.રૂા. 5,60,000ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ મુંદરા પોલીસ મથકે નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd