• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ભુજ તાલુકાનાં ગામમાંથી સગીરાનું અપહરણ

ભુજ, તા. 12 : તાલુકાના આહીરપટ્ટીના એક ગામમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે પદ્ધર પોલીસ મથકે 17 વર્ષ અને સાત મહિનાની સગીરાનું અપહરણ થતાં તેના પિતાએ આરોપી જગદીશ ઉર્ફે આદિત્ય સિદ્ધુલાલ (રહે. મમુઆરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા. 9/10ના રાતથી બીજા દિવસની સવાર સુધી આરોપી જગદીશ ઉર્ફે આદિત્યએ ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. એ. ડી. ખાંટે હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd