• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ચીફ જસ્ટિસનું રાજીનામું માગ્યા બાદ કોંગ્રેસની પીછેહઠ

નવી દિલ્હી, તા. 12 : પરાકાષ્ઠાએ પહોંચેલા વિપક્ષી વિરોધ વચ્ચે કેરળ કોંગ્રેસે સોમવારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના રાજીનામાંની માંગ કરી નાખી હતી. ત્યારબાદ બબાલમાં પોસ્ટ ડિલીટ કરીને પીછેહઠ કરવી પડી હતી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ પલટવારમાં કહ્યું હતું કે, હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે, કોંગ્રેસનું હવે પછીનું નિશાન ન્યાયપાલિકા છે. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન અને પ્રતિબંધો પર મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સોમવારે જણાવ્યું હતું કે, આ મારો મુદ્દો નથી. સુપ્રીમ કોર્ટને રાજનીતિમાં ન ઢસેડો. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, રવિવારે વિપક્ષી સાંસદોનો પત્ર મળ્યો હતો, જેનો જવાબ મેં રાતે જ આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટના દરવાજા બધાં માટે ખુલ્લા છે, કોઇ પણ સામાન્ય નાગરિક કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ અરજી કરી શકે છે, કોર્ટ તેમની સમસ્યા સાંભળશે અને કાયદા મુજબ કાર્યવાહી કરશે, તેવું તેમણે ઉમેર્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિએ વિપક્ષને કહ્યું હતું કે, વિપક્ષો જે મુદ્દા ઊઠાવવા માગે છે, તે `સર' અને મુખ્ય ચૂંટણી કમિશનર સાથે જોડાયેલા મામલાઓ પહેલાંથી અદાલતમાં છે. બંધારણીય વ્યવસ્થા હેઠળ પ્રશાસનિક સ્તરે ફરિયાદો પર અદાલત કાર્યવાહી નથી કરી શકતી. તેના માટે કાનૂની પ્રક્રિયા જ અપનાવવી પડશે. સૂર્યકાંતે કહ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરો. અદાલતનાં કામકાજમાં વકીલો, કર્મચારીઓ, અરજદારોની અવરજવરમાં અવરોધ આવવો ન જોઇએ. અદાલતને આવા મામલાઓમાં ન ઢસેડો. જવાબદાર રાજકીય પક્ષની ભૂમિકા નિભાવો, તેવી ટકોર તેમણે કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd