• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ભુજ જીતો ચેપ્ટર ફાઉન્ડેશનના ચેરમેન તરીકે પંકજ મહેતાની પુન: વરણી

ભુજ, તા. 12 : ભુજ જીતો ચેપ્ટર ફાઉન્ડેશનની બીજી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં યોજાઈ હતી. નવકાર મહામંત્રના સ્મરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  ફાઉન્ડેશનના નિયમો અનુસાર આગામી બે વર્ષના કાર્યકાળ માટે પંકજ મહેતા, બિરજુ શાહ તથા સંજય દેસાઈની ડિરેક્ટર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પંકજ મહેતાની ચેરમેન તરીકે સર્વસંમતિથી પુન: વરણી કરવામાં આવી હતી. વર્ષ 2026-2028 માટે જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં વાઇસ ચેરમેન તરીકે પારસ મહેતા તથા સંજય દેસાઈ, ચીફ સેક્રેટરી તરીકે બિરજુ શાહ, સેક્રેટરી તરીકે દીપક પારેખ તથા રાજન મહેતા, ટ્રેઝરર તરીકે નીરજ શાહ અને સહ ટ્રેઝરર તરીકે કિંજલબેન શાહનો સમાવેશ થાય છે. કમિટી સભ્યો તરીકે ઓમ મહેતા, સંદીપ દોશી, કૈલાસ મહેતા, વાડીલાલ સાવલા, અશોકભાઈ સંઘવી તથા કમલેશભાઈ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિશેષ આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચેપ્ટરને આર્થિક સહયોગ આપનાર દાતાઓ તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર સભ્યો અને ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું. જીતો સ્પોર્ટસની કામગીરી માટે ધર્મેશ પારેખ અને અશ્વિન પારેખ, જીતો જોબ્સના શ્રેષ્ઠ કાર્યક્રમ માટે અંકિત દેસાઈ અને તાપસ શાહ તથા ચેપ્ટરના વિકાસમાં વિશેષ યોગદાન બદલ રાજન મહેતા અને કિંજલબેન શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવકાર મહામંત્ર કાર્યક્રમના સંચાલન માટે ભાવિન શેઠ અને હર્ષ સંઘવી, શ્રમણ આરોગ્યમની કામગીરી માટે નીરજ શાહ, એપેક્સના મહાનુભાવોના ભુજ ખાતે સંકલન તથા જીતો પોઇન્ટની કામગીરી માટે ધર્મેશ મહેતા અને મેહુલ મહેતા તેમજ કચ્છ યુનિવર્સિટી સાથેના સંકલન માટે સંજય દેસાઈ અને દીપક પારેખનું સન્માન કરવામાં આવ્યું હતું.  આર્થિક સહયોગ બદલ ધીરજ એ. મહેતા-વાસ્તુ ગ્રુપ, વાડીલાલ સાવલા, પંકજ મહેતા-વાગડ્સ ગ્રુપ, સંજય શાહ, કમલેશ સંઘવી, ટાઇમ સ્ક્વેર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ તથા બી-ક્યુબ ગ્રુપના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેઇન ચેપ્ટર, લેડીઝ વિંગ તથા યૂથ વિંગમાં મોટી સંખ્યામાં નવા જોડાયેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેન પંકજ મહેતાએ આગામી કાર્યકાળનું વિઝન રજૂ કરતાં સંગઠનને મજબૂત બનાવવા, સેવાકાર્યોને વિસ્તારવા, જ્ઞાન અને શિક્ષણની તકો વધારવા તથા સભ્યોના આર્થિક સશક્તીકરણ માટે વિવિધ પ્રોજેક્ટ્સની રૂપરેખા રજૂ કરી હતી.તાજેતરમાં ઇન્દોર ખાતે યોજાયેલી જીતો એપેક્સની બેઠકમાં ગુજરાત ઝોનના નવા ચેપ્ટરો પૈકી નોંધપાત્ર કામગીરી બદલ ભુજ જીતો ચેપ્ટરને મળેલા "Emerging Chater Award'ની પણ ઉજવણી કરવામાં આવી હતી. સંચાલન ચીફ સેક્રેટરી બિરજુ શાહે, તો સંજય દેસાઈએ આભારવિધિ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd