• શનિવાર, 02 મે, 2026

અવસાન નોંધ

ભુજ : રસિકલાલ નારાણજી ડુડિયા (નિવૃત્ત જી.ઇ.બી.) (ઉ.વ. 81) તે મંજુલાબેનના પતિ, સ્વ. જાનબાઇ નારાણજી ડુડિયાના પુત્ર, સ્વ. હીરબાઇ વેલજી ચાવડાના જમાઇ, સ્વ. જેરામભાઇ, સ્વ. ધનજીભાઇના ભાઇ, સ્વ. પોપટલાલ, સ્વ. ભીખુભાના બનેવી, નિપુલભાઇ (જી.ઇ.બી.-ગેટકો), ગં.સ્વ. નિશાબેન, જુલીબેન, પૂર્વીબેનના પિતા, હિનાબેન, સ્વ. શાંતિલાલ, હરેશભાઇ, જિતેનભાઇના સસરા, ફોરમ, શ્રુતિ, સોમ્યરાજના દાદા, સિદ્ધાર્થ, સાહિલ, ગૌરવ, તીર્થરાજ, શ્રેયાના નાના, નીરવના દાદાજી, રેણુકા, મોનિકા, જિજ્ઞાના નાનાજી, દીનાબેન, બકુલાબેન, હરેશભાઇના કાકા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, વી.ડી. સ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : કાંતિ હાજા પાયણ તે વાલુબેનના પતિ, નીલેશ, પરેશ, ગંગા, સવિતાના પિતા, પારુબેન, ક્રિષ્નાબેન, જુમ્મા મેરિયા (સાયરા), પચાણ મેરિયા (મિરજાપર)ના સસરા, અજબાઈ રામજી જેમલ બુચિયા (વડવા)ના જમાઈ, રામજી અરજણ ચનેપાર (આદિપુર), લાખા સામત બળિયા (રાપર)ના વેવાઈ, સ્વ. શિવજી રામજી બુચિયા (ભુજ), ડાયાભાઈ રામજી બુચિયા (વડવા), નાનજી રામજી બુચિયા (વરમસેડા), પદ્માબેન પ્રેમજી મેરિયા (ભુજ), વેલાબેન સામત સિજુ (રસલિયા), મેઘાબેન ગોપાલ સિજુ (રસલિયા)ના બનેવી, રામજી ગાવિંદ, નાનજી ખજૂર, મગન હાજા, રવજી ખજૂર, શિવજી ગાવિંદ, કાંતિ ખજૂર, નારણ ખજૂર, ગાવિંદ ખજૂરના મોટાભાઈ, વિશ્રામ, પરસોત્તમ, ગિરીશ, ભીમજી, મોહન, ધનુબેન મોહન બુચિયા (બીરુ)ના મોટાબાપા, વિવાન, આરવ, વંશ, ધાર્મિ, ધ્રુવ, હિરેન, હાર્દિકના દાદા, રોહિત, જાનવી, ઉમંગ, મીત, કલ્પના, મનોજના નાના તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-5-2026ના રવિવારે રાત્રે (આગરી) અને તા. 4-5-2026ના સોમવારે સવારે (ઘડાઢોળ) નિવાસસ્થાન રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : નાનબાઇ ગોકુલભાઇ હોથી (ઉ.વ. 90) તે સ્વ. ગોકુલભાઇ છગનભાઇ હોથીના પત્ની, પુષ્પાબેન હરેશભાઇ ડુડિયાના માતા, હરેશભાઇ જેરામભાઇ ડુડિયાના સાસુ, ભાવિક, ભાવિકાના નાની, આશિષ રજનીકાંત પરમાર (અંજાર), અંજલિના નાનીજી, સ્વ. લક્ષ્મીબેન કરશનભાઇ, સ્વ. જમનાબેન શંકરભાઇ હોથીના દેરાણી, સ્વ. મેરૂભાઇ સોલંકી (રોહા સુમરી)ના પુત્રી, સ્વ. બાબુભાઇના બહેન, નારાણભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. હરિભાઇ, સ્વ. હર્ષદભાઇ, સ્વ. વિનોદભાઈ, હરિભાઇ, નર્મદાબેન, ગં.સ્વ. ગંગાબેન, પ્રભાબેન, દમયંતીબેન, જેન્તીભાઇના કાકી, સ્વ. નિર્મળાબેન જેરામભાઇ ડુડિયાના વેવાણ, દક્ષેશ, જિતેન્દ્ર, અનિલ, સ્વ. ધર્મેન્દ્ર, રેના, ઝીલ, જેનિલ, ઉર્વી, ઓમ, ક્રિષાના દાદી, હેમલતા, કુસુમ, ગં.સ્વ. જયશ્રીના કાકીજી, ધ્વનિ, રુદ્રાંશના પરનાની, ધનવીના પરદાદી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-5-2026ના સાંજે 5થી 6 બિહારીલાલ મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર રોડ, મૌની સત્સંગ હોલ ખાતે.

અંજાર : પ્રેમજીભાઈ જેઠાભાઇ જોગી (પરમાર) (ઉ.વ. 80) તે જેતબાઇબેનના પતિ, હરેશભાઇ, ભૂપેશભાઈ, સાનુબેન સુરેશભાઈ, લતાબેન રમેશભાઈના પિતા, જમનાબેન, સાધનાબેનના સસરા, મનજી જેઠાભાઈ, નાનજી જેઠાભાઈના ભાઈ, ગંગાબેન, ધનુબેનના જેઠ, અજય, હિતેષ, સંજય, ભાવેશ, મનીષાના દાદા તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 11-5-2026ના સોમવારે નિવાસસ્થાને રત્નમણિ સોસાયટી, ગોવર્ધન પર્વતની બાજુમાં, અંજાર ખાતે.

મુંદરા : ભાવનાબેન કિશોરભાઇ પીપરાણી તે સ્વ. શંભુલાલ કાનજીભાઇ પીપરાણીના પુત્રવધૂ, કિશોરભાઇ શંભુલાલ પીપરાણીના પત્ની તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 2-5-2026ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન અરિહંતનગર પ્લોટ નંબર 118 ખાતેથી.

મુંદરા : હાલે ભુજ ખત્રી સાબેરાબાનુ (ઉ.વ. 60) તે અબ્દુલ્લા નૂરમોહંમદ (ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ)ના પત્ની, ઇબ્રાહિમ, હારૂનભાઇ, ગુલામમોહંમદ, મોહંમદ હનીફ, હવાબાઇ અ. અઝીઝ, મ. ઝુબેદા અ. ગની, ઉમ્મે સલમા કાસમ, જુવેરિયા ઇબ્રાહિમના નાના ભાઇના પત્ની, મ. ઓસમાણ ઇસ્માઇલ (મોતી બેકરી), મોહંમદ હનીફ, ગુલામ અબ્બાસના બહેન તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-5-2026ના રવિવારે સવારે 11 વાગ્યે શાહ મુરાદ દરગાહ, મુંદરા ખાતે.

નખત્રાણા : મારૂ કંસારા સોની ભચીબેન મોહનલાલ કંસારા (ગુજરાતી) (ઉ.વ. 100) તે સ્વ. મોહનલાલ માધવજી કંસારાના પત્ની, હેમેન્દ્રભાઈ (નખત્રાણા), રમેશભાઈ, મહેશભાઈ (ભુજ), સ્વ. પ્રફુલ્લભાઈ, મુકેશભાઈ (નખત્રાણા), સ્વ. મંજુલાબેન, વસંતબેન (દક્ષાબેન) (ભુજ), ઊર્મિલાબેન (અંજાર)ના માતા, સ્વ. જવેરીલાલ માધવજી કંસારા (ભુજ), સ્વ. બાબુલાલ પ્રાગજી સોનીના ભાભી, સ્વ. દયારામ ચત્રભુજ હેડાઉ (ભુજ), સ્વ. દિનેશ ચમનલાલ હેડાઉ (ભુજ), રાજેશ કુંવરજી બગ્ગા (અંજાર), સ્વ. બીનાબેન, ભાવનાબેન, આશાબેન, પ્રજ્ઞાબેનના સાસુ, સ્વ. જાનબાઈ ડુંગરશી કાનજી કટ્ટા (નખત્રાણા)ના પુત્રી, સ્વ. લવજી ડુંગરશી, સ્વ. ગાવિંદજી ડુંગરશી, સ્વ. વિશનજી ડુંગરશી (નખત્રાણા)ના બહેન, અવની, ઉદય, ભાવિક, નેન્સી, શ્રેયસ, વિશ્વા, ઉત્તમ, પાર્થના દાદી, રાજેશ, જિજ્ઞેશ, હિરેન, તેજસ, ગીતાબેન, સ્વ. જ્યોતિ, સ્વ. વિજયના નાની, ઉત્તમ રાજેશભાઈ બગ્ગા (નખત્રાણા), દીપાબેન ભાવિકભાઈ કંસારા (ભુજ), જીત નવીનભાઈ હેડાઉ (ભુજ)ના દાદીસાસુ, વીરાંશ, વિવાનના પરનાની, મિશિકાના પરદાદી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-5-2026ના શનિવારે સાંજે 5થી 6 સાંઈ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

રાપર : વેલજીભાઇ કરશનભાઇ માલી (મલવાણી) (ઉ.વ. 67) તે સ્વ. મણિબેન કરશનભાઇ રૂડાભાઇ માલીના પુત્ર, મધુબેનના પતિ, અનસૂયાબેન, અમરીબેન, જમણીબેન, મોહનભાઇ, નવલબેન, સ્વ. જયાબેનના ભાઇ, વર્ષાબેન, વિજયભાઇ, અજયભાઇના પિતા, વસંત, ગીતા, મીના, મુકેશના મોટાબાપા, મનીષભાઇ, નયનાબેન, માનસીબેનના સસરા, ધ્રુવ, જયદીપ, મિસ્ટી, ચાર્મીના દાદા, આર્યા, દેવાંશી, માધવના મોટા દાદા, સ્વ. રવજીભાઇ માદેવાભાઇ વાવેશા (ભુટકિયા)ના જમાઇ તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-5-2026ના સોમવારે સાંજે 5થી 6 માલી સમાજવાડી, રાપર ખાતે. લૌકિકક્રિયા તા. 4-5-2026ના નિવાસસ્થાન અયોધ્યાપુરી, જૈન સોસાયટીની બાજુમાં, રાપર ખાતે.

ઝુરા-કેમ્પ (તા. ભુજ) : વાળંદ સુરાજી મંગલજી (ઉ.વ. 38) તે સ્વ. મંગલજી ખેતાજીના પુત્ર, પ્રભુજી, ભૂરાજી, ડુંગરાજી, ભમરાજી, સવાજી, લધુજી, ખીમાજી, જેસાજી, સરૂપાજીના ભત્રીજા, સ્વ. તેજાજી, મદન, મહેન્દ્ર, સતીષ, મોબત, રમેશ, દશરથ, ગેમરાજ, લક્ષ્મણ, શંકર, રોહિત, નવઘણ, મનીષ, ઘનશ્યામ, હસમુખના ભાઇ, વિજયના પિતા તા. 29-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-5-2026ના બુધવારે રાત્રે આગરી અને તા. 7-5-2026ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) અને બેસણું નિવાસસ્થાન ઝુરા-કેમ્પ ખાતે.

સુખપર (તા. ભુજ) : નોતિયાર ઇશા લાલમામદ (ઉ.વ. 97) તે નોતિયાર મામદ, નૂરમામદના પિતા, નોતિયાર દાઉદ તમાચી, અયુબ તમાચી, મ. નોતિયાર કાસમ આધમ (ભુજ), નોતિયાર મામદ હારુન (જડોદર)ના સસરા તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-5-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન નોતિયારવાસ, મોચીરાઇ રોડ, સુખપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : બાફણ જુસબ ઉમર (ઉ.વ. 67) તે બાફણ કાસમ ઉમર, અબ્દુલ ઉમરના ભાઇ, રજાક, ઉમર, અબ્બાસના પિતા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-5-2026ના રવિવારે સવારે 10થી 11 મસ્જિદે તકવા જમાતખાના, સધુરાઇ વિસ્તાર, રેલવે ફાટક પાસે, માનકૂવા ખાતે.

ખંભરા (તા. અંજાર) : ભચીબેન વેલજીભાઇ સુંઢા તે વેલાભાઇ બુધાભાઇના પત્ની, જીવરામભાઇ, ગોપાલભાઇ, ગોવિંદભાઇના માતા, પ્રેમજી અને નારાણભાઇના મોટીમા, બુધાભાઇ રાજા બળિયા, જગુ રાજાના બહેન, સતીષ, ભરત, દીપક, ચેતન, કરણ, મનીષા, શૈલેષ, સચિન, પુનાલ, ગૌરવના દાદી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. તા. 3-5-2026ના આગરી, તા. 4-5-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન ખંભરા ખાતે.

ખેડોઇ (તા. અંજાર) : ચૌહાણ રામબેન નારણભાઇ (ઉ.વ. 88) તે સ્વ. નારણભાઇ રામજી ચૌહાણના પત્ની, અમરશીભાઇ, કાન્તાબેનના માતા, મીનાબેન અમરશીભાઇ, મહેશભાઇના સાસુ, બંસીલાલ, ભાર્ગવ, ગાયત્રીના દાદી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું અમરશીભાઇ નારણભાઇ ચૌહાણના નિવાસસ્થાને પટેલવાસ, ખેડોઇ ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : જાડેજા હંસાબા મંગુભા (ઉ.વ. 55)  તે સ્વ. મંગુભા પ્રભાતસંઘના પત્ની, સ્વ. ઘનુભા, રણજિતાસિંહ, ભરતાસિંહના ભાભી, દિવ્યરાજાસિંહના માતા, શિવરાજાસિંહ, જયપાલાસિંહના કાકી, અજયાસિંહના ભાભુ, રામદેવાસિંહના દાદી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. તા. 4-5-2026ના સોમવારે આયાવાર ભાયાતના ડેલામાં. ઉત્તરક્રિયા તા. 12-5-2026ના મંગળવારે.

પીપરી (તા. માંડવી) : સંઘાર ધનબાઈ રમુભાઈ (નઢાભાઈ)  (ઉ.વ. 82) તે સ્વ. ગલાંગા સામત નોગણના પુત્રવધૂ, સ્વ. ભર્યા આસુમલ નાથા (શેરડી )ના પુત્રી, કાનજી, લીલબાઈ, સ્વ. સોનબાઇ, મેઘબાઈ, જેતબાઈના માતા, રાજેશ, જિજ્ઞેશ, ભાવિકાના દાદી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ મફતનગર, પીપરી ખાતે.

કોટડા (ચ.) ઉગમણાવાસ : રુક્ષ્મણિબેન શાંતિલાલ સેંઘાણી (ઉ.વ. 85) તે સ્વ. શાંતિલાલ કરમશી સેંઘાણીના પત્ની, પ્રવીણભાઇ, નરોત્તમભાઇ, ગૌરીબેન, દમયંતીબેન, કલાવંતીબેન, હંસાબેનના માતા, કસ્તૂરબેન, અરૂણાબેન, પ્રવીણચંદ્ર, કાંતિલાલ, સ્વ. પ્રવીણભાઇ, વસંતભાઇના સાસુ, હિતેષ, વિપુલ, હેમલતા, પુષ્પા, મનીષા, રોશની, મીરાં, રાજના દાદી, રામજીભાઇ, રમણીકભાઇ, તુલસીભાઇ, પ્રફુલભાઇના કાકી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું હરિૐ નગર, કોટડા (ઉ.) ખાતે.

દરશડી (તા. માંડવી) : હાલે ભુજ શાહ માનવંતીબેન લક્ષ્મીચંદ (ઉ.વ. 90) તે સ્વ. અમૃતબેન નારણજી શાહના પુત્રવધૂ, લક્ષ્મીચંદ નારણજીના પત્ની, મંજુલાબેન મહેન્દ્રભાઇ વોરા (ગળપાદર), લીલાવંતીબેન (હર્ષિદા) હસમુખલાલ શાહ (ભુજ), વિનોદભાઇ (શાહભાઇ) મનહરભાઇ શાહના માતા, કોકિલાબેન (વર્ષાબેન)ના સાસુ, અવની સંદીપ ગાંધી (ચેમ્બુર), જિજ્ઞેશ એમ. વોરા, રૂપેશ એમ. વોરા, કિંજલ એમ. શાહ (ભુજ), રેનિતા વિશાલ શાહ (ભુજ), અવિ હસમુખ શાહ (ભુજ)ના નાની, હિતિક, હિતિક્ષાના દાદી, હેત, મિત, અભિષેક, લક્ષ, વત્સ્ય, ઇક્ષ્વા, ધૈર્ય, નિશ્વીના પરનાની, સ્વ. ચાંદુબેન કલ્યાણજી ભારમલ મહેતા (ચકાર-કોટડા)ના પુત્રી, સ્વ. અમીચંદ ભારમલ મહેતા, સ્વ. વેલજી તારાચંદ મહેતાના ભત્રીજી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે.

મકડા (તા. માંડવી ) : નયનાબા કાનજી ચાવડા (ઉ.વ. 70 ) તે સ્વ. કાનજી હાજાજીના પત્ની, મહેન્દ્રાસિંહ, નવુભાના માતા, મધુભા દાનસંગજી, કરસનજી દાનસંગજી, રામસંગજી દાનસંગજીના કાકી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મકડા ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : અશ્વિન નાગશીભાઇ પાતારિયા તે સ્વ. માનબાઇ ખમુભાઇ પાતારિયાના પૌત્ર, નાગશી ખમુભાઇ પાતારિયાના પુત્ર, દોશા સુમારભાઇ મુછડિયા (સુંદરપુરી)ના દોહિત્ર, નાનજી દેવજી ડગરાના જમાઇ, ધારાબેનના પતિ, સચિન, સોનાબેનના ભાઇ, અર્જુનભાઇ અને કરસનના ભત્રીજા તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાડીવિસ્તાર, મુંદરા ખાતે.

વિરાણી મોટી (તા.નખત્રાણા) : દમયંતીબેન ધીરજલાલ નાકરાણી (પટેલ) (ઉ.વ. 55) તે ધીરજલાલ જેઠાભાઈ નાકરાણીના પત્ની, મહેશભાઈ, હિનાબેન, દીપાલીબેન, મીનાબેનના માતા, પ્રભાબેન જેઠાલાલ નાકરાણી, જેઠાલાલ કાનજી નાકરાણીના પુત્રવધૂ, નવીનકુમાર જેઠાલાલ નાકરાણીના ભાભી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 2-5થી 4-5-2026 સુધી સવારે 8થી 10 અને સાંજે 3.30થી 5 નિવાસસ્થાન, કોટડા રોડ, વિરાણી (મોટી) ખાતે.

વિરાણી નાની (તા.નખત્રાણા) : રબારી વાઘાભાઈ દેવાભાઈ (ઉ.વ. 73) તે સ્વ. દેવા ખેંગારના પુત્ર, જલીબેનના પતિ, ભામુભાઈ (મા મોબાઈલ), ભીમાભાઇ, રાણીબેનના પિતા, સ્વ. રામાભાઈ, વિરમભાઈ, પેથાભાઇના કાકાઈ ભાઈ, રબારી આશા માલા (ખાંભલા)ના જમાઈ, ભોપા લાખા દેવા, ભીમા આશા, જીવા આશા (ખાંભલા)ના બનેવી, જિયાન્શીના દાદા, દેવાંશીના નાના તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નાની વિરાણી (તા. નખત્રાણા) ખાતે.

ટોડિયા (તા. નખત્રાણા) : સામતભાઈ થાવરભાઈ જોગલ (ઉ.વ. 68) તે કાનબાઈના પતિ, જેતબાઈ નાનજીભાઈ (અરલ)ના ભાઈ, રમેશભાઈ, સ્વ. કિશોર, રતનબેન ધનજીભાઈ જેપાર (અંગિયા મોટા), કેશાબેન ગાવિંદભાઈ બુચિયા (વડવા કાંયા), લક્ષ્મીબેન મોહનભાઈ સિજુ (રસલિયા), કમળાબેન વિમલભાઈ જાજાણી (દયાપર)ના પિતા, સુમારભાઈ, પેથાભાઈ, રવજીભાઈના કાકાઈ ભાઈ, રાજેશ, નિશા, કિશન, રેખા, આદિત્ય, આયુષ, રૂદ્રના દાદા, સ્વ. વાઘાભાઈ કલ્યાણજી સિજુ (બિબ્બર)ના જમાઈ, બેચરભાઈ લધાભાઈ (નાના નખત્રાણા), વાલજી વાઘા સિજુના બનેવી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-5-2026ના, ઘડાઢોળ (પાણી) તા. 4-5-2026ના નિવાસસ્થાન ટોડિયા ખાતે.

જિંદાય (તા. નખત્રાણા) : આહીર તેજાભાઇ વેલાભાઈ (ઉ.વ. 63) તે જમનાબેનના પતિ, સ્વ. વેલાભાઈ કેશાભાઈના પુત્ર, સ્વ. રામાભાઇ, સ્વ. નારણભાઈ, સ્વ. કુંવરબેન, સ્વ. જીવાબેન, સ્વ. રખુબેન, સ્વ. લખીબેન, જમનાબેન, હીરાબેનના ભાઈ, ઉમરશીભાઈ, હીરાભાઈ, રાજેશભાઈના પિતા, શિવજીભાઈ, હીરાભાઈ, હીરાબેનના કાકા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જિંદાય ખાતે.

કોટડા-રોહા (તા. નખત્રાણા) : હિંગોરજા સારાબાઇ અલીમામદ (ઉ.વ. 107) તે મામદ, રમજાન, અબ્દુલ, અનવરના માતા, અલીઅકબર, રફીક, સમીર, હમીદના દાદી તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-5-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, કોટડા (રોહા) ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : રહેમતુલા અલીમામદ લુહાર (ઉ.વ. 96) તે મ. જુમ્મા, મ. ઓસમાણના પિતા, લુહાર દાઉદ ઇબ્રાહિમ (ભેરૈયા), મજીદ નૂરમામદ લુહારના સસરા, સલીમના દાદા તા. 1-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-5-2026ના સવારે 10થી 11 મસ્જિદે દસ્તગીર, કોટડા (જ.) ખાતે.

મોટી ભેદી (તા. અબડાસા) : દલ જાડેજા વીરબાઇ તેજમાલજી (ઉ.વ. 85) તે સામતજી, નવુભા, માધુભા, પનુભા, ફતેસંગ, સુરુભાના માતા, વનરાજસિંહ, બળવંતસિંહ, યુવરાજસિંહ, યશવંતસિંહ, જશરાજસિંહ, જયરાજસિંહ, યશપાલસિંહના દાદી, જયદિત્યરાજસિંહના પડદાદી તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-5-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાને.

મોથાળા (તા. અબડાસા) : પઠાણ અલ્તાફ અબ્દુલ (ઉ.વ. 17) તે અબ્દુલ (અભુ)ના પુત્ર, અહેમદ, અનીસ, ગુલામહુશેનના ભાઈ, મ. ભજીર અલીમામદ (બબો) (સણોસરા)ના દોહિત્ર, રાઉ સલીમ હુશેનના મામાઈ ભાઈ તા. 30-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-5-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મોથાળા ખાતે. 

Panchang

dd