• શનિવાર, 02 મે, 2026

ભુવનેશ્વરને પર્પલ કેપનો મોહ નહીં, ટીમમાં યોગદાનનું લક્ષ્ય

અમદાવાદ, તા.1 : ગઇકાલે રમાયેલા આઇપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ભુવનેશ્વર કુમારે ફરી એકવાર અદભૂત સ્વિંગ બોલિંગ કરી હતી. તેણે કાતિલ બોલિંગ કરીને 28 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જો કે તેની ટીમ આરસીબી 1પપ રનના સ્કોરનો બચાવ કરી શકી ન હતી અને 4 વિકેટે હાર સહન કરી હતી. જો કે ભુવનેશ્વર કુમારે મેચ પછી પર્પલ કેપ પર ફરીવાર કબજો જમાવ્યો છે. તેની હવે 9 મેચમાં કુલ 17 વિકેટ થઇ છે. સનરાઈઝર્સનો ઇશાન મલિંગા 1પ વિકેટ સાથે બીજા અને સીએસકેનો અંશુલ કમ્બોજ 14 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. રબાડા અને આર્ચરની પણ 14-14 વિકેટ છે. મેચ બાદ ભુવનેશ્વર કુમારે જણાવ્યું કે હું કેરિયરના એ મુકામે પહોંચી ગયો છું કે ટીમમાં યોગદાન આપવા પર ફોકસ કરું છું. અંગત ઉપસિદ્ધિ માટે રમતો નથી. એ વાત સારી છે કે પર્પલ કેપ મળી. હું કાંઇ હાંસલ કરવા માંગતો નથી. ટીમ વિશે વધુ વિચારુ છું. હવે હું યુવા ખેલાડી નથી રહ્યો. જો તમે યુવા હો તો સ્વાભાવિક રીતે પુરસ્કારોનું લક્ષ્ય રાખો છો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પર્પલ કેપ કબજે કરવા ઉપરાંત ભુવનેશ્વરે ટી-20 ક્રિકેટમાં 30 વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ આંકડે પહોંચનારો તે પહેલો ભારતીય ઝડપી બોલર છે. 

Panchang

dd