• શનિવાર, 02 મે, 2026

મજૂર દિને જ ડીપીએના કામદારોની તરફેણમાં મજૂર અદાલત દ્વારા ચુકાદા અપાયા

ગાંધીધામ, તા. 1 : ઔદ્યોગિક ન્યાય પંચ  રાજકોટ દ્વારા  મજૂર દિવસના દિવસે જ કામદારોના બે કેસમાં કામદારોની તરફેણમાં ચુકાદા આપીને મજૂર દિવસની ભેટ  આપી હતી. ટ્રાન્સ્પોર્ટ એન્ડ  ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ. કંડલા  દ્વારા અદાલોતમાં  કામદારોના હિતમાં બે કેસ દાખલ કરાયા હતા. લેબર ટ્રસ્ટીના રેફરન્સને  માન આપીને  18 માર્ચના ચુકાદા આપ્યા હતા અને મજૂર દિને જ તેને કામદારોને ભેટના રૂપમાં પબ્લિશ કરાયા છે. ડીપીએના કામદાર   રામજી નારાયણ મહેશ્વરી (લશકર)ને  વર્ષ2009માં અયોગ્ય આરોપો સબબ નોકરીમાંથી બેદખલ કરાયા હતા.  અદાલત દ્વારા જૂની તારીખ એટલે 24-12-2009થી નોકરીમાં ચાલુ ગણી  નિવૃત્તિની તારીખ સુધી મળવાપાત્ર પગારમોંઘવારી ભથ્થાં,પ્રમોશન ફાયદા,પેન્શનઅને બધા લાભો બે મહિનાની અંદર આપવા હુકમ કર્યો હતો.કંડલા પોર્ટના કામદારોને બે બાળકો સુધીના ભણતરના ભથ્થાં જે 1-1-2007થી 30-4-2010 સુધી  મળવાપાત્ર હતા તે આપવામાં આવ્યા ન હતા. ત્રણ વર્ષનાં ભથ્થાં એક મહિનાની અંદર ચૂકવવા હુકમ કરાયો હતો. જો ચૂકવણીમાં વિલંબ થશે તો 7.50  ટકા લેખે વ્યાજ  ચૂકવવામાં આવશે તેવું જણાવાયું છે. ઔદ્યોગિક અદાલતના ન્યાયાધીશ  પી.એ. માલવિયાએ ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે, કામદારોને ઘણા વર્ષની સરરકારી નોકરીમાંથી કારણ વિના છૂટા કરવા ન જોઈએ. તે સિવાય કામદારોને મળવાપાત્ર  એલાયન્સ અને વેજ સેટલમેન્ટ લાગુ પડતું હોય  તે દિવસથી જ બધા  ભથ્થાં મળવાપાત્ર હોય છે. યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણે જણાવ્યું હતું કેજે -તે વખતે યુનિયનના મહામંત્રી સ્વ. મનોહર બેલાણીના માર્ગદર્શન તળે  મજૂર અદાલતમાં  એડવોકેટ નિર્દેશ રાઠોડ મારફત કેસ કરાયોહતો. બાદમાં સિનિયર સેક્રેટરી લલિત વરિયાણીના પ્રયાસો થકી કેસમાં સફળતા મળી હતી. ડીપીએ પ્રશાસન ચુકાદાના અમલીકરણમાં કામદારોને સહયોગ આપશે તેવો આશાવાદ વ્યકત કરાયો હતો.  

Panchang

dd