• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ચોબારીના રવિલાલ ગાંગજી રાણા (ઠક્કર) (ઉ.વ. 80) તે સ્વ. મટુબેન ગાંગજી અવચર ઠક્કરના પુત્ર, સ્વ. પુષ્પાબેનના પતિ, સ્વ. વાલજીભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. મણિબેન ખેંગાર, સ્વ. વિજયાબેન લાલજી, સ્વ. પ્રેમિલાબેન હીરાલાલના ભાઇ, સ્વ. શાંતાબેન છગનલાલ વલમજી સોનેતા (ચોબારી)ના જમાઇ, સ્વ. જયશ્રીબેન, સ્વ. જાગૃતિબેન, ઘનશ્યામભાઇ (અંજાર), કનૈયાલાલ, દીપક (વોટર સપ્લાય ભુ.ન.પા.), દિનેશના પિતા, જ્યોતિબેન કનૈયાલાલ રાણા (ઠક્કર), કિશોર લક્ષ્મીદાસ ઠક્કરના સસરા, સ્વ. મનસુખલાલ, ચંદુલાલ, ભરત રાણા (પૂર્વ પ્રમુખ વાગડ રઘુવંશી પરિવાર), પ્રફુલ, રમેશ, અશોક, સ્વ. હેમલતા વિનોદભાઇ, હંસાબેન આણંદજી, સ્વ. સાવિત્રીબેન ધનસુખલાલ રામાણીના કાકા, બાબુલાલ છગનલાલ સોનેતા (ચોબારી), સ્વ. પ્રભુલાલ, ઉમેદલાલ છગનલાલ સોનેતા, સ્વ. વસંતલાલ છગનલાલ સોનેતા, સ્વ. પ્રેમિલાબેન શિવલાલભાઇ રતાણીના બનેવી, હીરના દાદા, કેયૂર, પાર્થના નાના, હીરલના નાનાસસરા તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભુજ લોહાણા મહાજનવાડી, નાનજી સુંદરજી સેજપાલ, વી. ડી. હાઇસ્કૂલ પાસે ગ્રાઉન્ડ ફ્લોર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર તથા દશો રાખેલ નથી.)

ભુજ : શૈલેષ શાહ (ઘીવાળા) (ઉ.વ. 59) તે જ્યોતિબેન જિતેન્દ્રભાઇ સાકરચંદ શાહના પુત્ર, મમતાબેન (સાધના બ્યૂટીપાર્લર-ભુજ)ના પતિ, મોનિશ તથા કરણના પિતા, હિના શશિકાંતભાઇ ઝોટા (અમેરિકા), પરેશ, નિશા રૂપેશ મોરબિયા (ધનબાદ)ના ભાઇ, અમૃતલાલ લક્ષ્મીચંદ મહેતા (ચકાર)ના જમાઇ, શીલાબેન રાજેન્દ્રભાઇ શાહ (માંડવી), જયશ્રી શૈલેષભાઇ વસા, સાધના અશોક ભણસારી (અંજાર), હિના પરેશ દોશી (ગાંધીધામ), જાગૃતિ વિપુલ મહેતા (અંજાર), કેતન અમૃતલાલ મહેતા (મહેતા સ્ટોર્સ)ના બનેવી તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 31-10-2025ના શુક્રવારે સાંજે 5 વાગ્યે નિવાસસ્થાન `િશવપારસ એપાર્ટમેન્ટ', ભાણજી સ્ટ્રીટથી નીકળશે.

અંજાર : મૂળ ચંદિયાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) લીલાધરભાઇ વેલજીભાઈ ચાવડા (ઉ.વ. 59) (પશુ ચિકિત્સાલય નિરોણા) તે સ્વ. પ્રેમુબેન તથા સ્વ. વેલજીભાઈ રત્નાભાઇ ચાવડાના પુત્ર, પારુલબેનના પતિ, શિવલાલભાઈ, બલરામભાઈ, ધીરજલાલ, દમયંતીબેનના ભાઈ, મધુબેન, કરુણાબેન, ભારતીબેનના દિયર, વીરજીભાઈ ચૌહાણના સાળા, પ્રિન્સ, અશ્વિનના પિતા, નેહલના સસરા, નિત્યાના દાદા, પ્રકાશ, કેતન, મનોજ, નિખિલ, ડિમ્પલ, ગુંજન, જીનલ, નયના, મીના, બંસરી, માધવીના કાકા, જયશ્રીબેન, રિદ્ધિબેન, દીપ્તિબેન, મૈત્રીબેનના કાકાજી સસરા, મંજુલાબેન દયારામભાઈ ચૌહાણ (સિનોગ્રા)ના જમાઈ, અનિલભાઈ, મનોજભાઈ, કસ્તૂરબેનના બનેવી, પ્રફુલાબેન, રશ્મિબેનના નણદોયા તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-11-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 ભાઈઓ તથા બહેનોની સંયુક્ત કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.

અંજાર : કુંભાર સારૂબાઈ ઈશા (ઉ.વ. 55) તે કુંભાર ઈશા હાજી ઉમર (નરેડી)ના પત્ની, નજીર (જાની), આબિદના માતા, હાસમ, મજીદ, અદ્રમાનના ભાભી, ઇકબાલ, ફારૂક, અશરફ (નેત્રા), સિકંદર (ખોંભડી), ઈલિયાસ (રેહા)ના સાસુ તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-11-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન હેમલાઈ ફળિયા, અંજાર ખાતે.

માંડવી : સૈફુદ્દીનભાઇ ગુલામહુસેન આબાદાની તે અબ્બાસ અને મોઇઝના પિતા, સૈફુદ્દીન અને કાસીમના દાદા તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 31-10- 2025ના બપોરે 12.30 કલાકે કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

માંડવી : ગિરીનારાયણ બ્રાહ્મણ અશ્વિનભાઈ વિશ્વનાથભાઈ ભટ્ટ (ઉ.વ. 74) તે સ્વ. ભારતીબેનના પતિ, ક્રિષ્નાબેન, દર્શનભાઈના પિતા, સ્વ. લહેરીકાંતના નાના ભાઈ, માલતીબેન અવિનાશ ભટ્ટ (મુંદરા,) ઇન્દુબેન હર્ષવર્ધન વ્યાસ (ભાવનગર), ડો. મમતાબેન હરસુખરાય ભટ્ટ, સ્મિતા કિશન ઠાકર (જૂનાગઢ), અર્ચના સુનીલ ગાંધી (દિલ્હી)ના ભાઈ, વર્ષાબેનના દિયર, વિજયભાઈ (રામપર વેકરા), ભાર્ગવીબેનના સસરા, નૈમિશના દાદા, હરશિવના નાના, કવિતાબેન સિદ્ધાર્થભાઈ રાવલ, ઊર્મિબેન બિરેનભાઈ ઠાકરના કાકા, સ્વ. દેવેન્દ્રપ્રસાદ પુરોહિત (જૂનાગઢ)ના જમાઈ, નિર્ભયભાઈ, ઉત્કલભાઈ, ચેતનભાઇ, અજયભાઈના બનેવી, સ્વ. સુરેશભાઈ પંડ્યા (ભુજ), સ્વ. અંબાશંકર વાલજી જોશી (રામપર વેકરા)ના વેવાઈ તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-11-2025ના શનિવારે સાંજે 4થી 5 સારસ્વત વાડી, આશાપુરા મંદિરની બાજુમાં, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ સાયણના રબારી ખેંગાર સોમા જામોતર (ઉ.વ. 65) તે સ્વ. દેવલબેન સોમાના પુત્ર, ભચીબેનના પતિ, સાંગણ ભારા (લૈયારી)ના જમાઈ, સાજણભાઈ, વાંકાભાઇ, ભાવુબેન, વિજુબેન, વલ્લુબેન, નાથીબેનના પિતા, મીનાબેન, રાણીબેન, ગગુભાઈ, ધનાભાઈ, સ્વ. સેવાભાઈના ભાઈ, સ્વ. સોમાભાઈ, મંગલભાઈ, બિજલભાઇ, કમાભાઈ, સ્વ. થાવરભાઈ, સ્વ. બિજલભાઇના કાકાઈ ભાઈ, જગુભાઈના બનેવી, હસુબેન તથા રાણીબેનના જેઠ, રામા વંકા, દેવરા રાણાના સાળા, ભારાભાઈ, હીરાભાઈના કાકા તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 6-11-2025ના તથા ઘડાઢોળ તા. 7-11-2025ના, સાદડી નિવાસસ્થાન વાંકોલ નગર, નખત્રાણા ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ ઘડુલીના જવેરબેન ખીમજીભાઇ ભટ્ટી (ઉ.વ. 71) તે સ્વ. ખીમજીભાઇ બાબુભાઇ ભટ્ટીના પત્ની, ગં.સ્વ. લક્ષ્મીબેન બાબુલાલના પુત્રવધૂ, મનીષ, સ્વ. ચંદ્રિકાબેન નારણભાઇ ચૌહાણ, દક્ષાબેન દીપકભાઇ રાઠોડના માતા, પ્રેમિલાબેનના સાસુ, વંશ, જાનવી, તીર્થ, રુદ્ર, ક્રિશિત, પ્રિયાંશ, ક્રિસિતાના દાદી, મંજુલાબેન મોહનભાઇ, સ્વ. રમેશભાઇ, અરુણાબેન સુભાષભાઇના ભાભી, પ્રવીણ વેલજી (ભુજ), સ્વ. મૂળજી ગાભા (સાંયરા), મનજી ગાભા, સ્વ. શંકરલાલ વેલજી (નેત્રા), સ્વ. જેન્તીભાઇ, સ્વ. મુકેશભાઇના કાકાઇ ભાભી, નીતાબેન ભાવેશ, શિલ્પાબેન મનોજ, પ્રિયાબેન દિલીપ, લિપ્સાબેન અભિષેક, બંસીબેન સુમિત, શીતલબેન રાજેશના મોટાબા, હાર્દિક, વિનય, ખુશ્બૂ, ઉત્સવના નાની, સ્વ. બાબુલાલ અરજણ રાઠોડ (ખીરસરા)ના પુત્રી, સ્વ. મોહનભાઇ, કાન્તિભાઇ, પ્રભાબેન લાલજી, ગોદાવરીબેન શંભુભાઇના બહેન તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 1-11-2025ના શનિવારે બપોરે 3થી 5 સુથાર મેવાડ સમાજવાડી, શ્રીજીનગર-1, રેલવે ક્રોસની બાજુમાં, સુખપર (ભુજ) ખાતે.

વડવા હોથી (તા. ભુજ) : મંગલજી વાંકાજી જાડેજા (ઉ.વ. 80) તે તખુભા, જીવુભા, દલપતસિંહના પિતા, મયૂરસિંહના દાદા, મનસંગજી મેગરજીના ભાઇ તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. બારસ તા. 9-11-2025ના રવિવારે કોમ્યુનિટી હોલ, વડવા ખાતે.

વીરા (તા. અંજાર) : કસ્તૂરબેન બેચરગિરિ ગોસ્વામી (ઉ.વ. 88) તે મટુબેન દોલતગિરિ (કિડાણા)ના પુત્રી, સ્વ. લીલાવંતીબેન (મોરગર), ભાવનાબેનના માતા, નર્મદાબેનના સાસુ, દીપાલીબેનના દાદીસાસુ, દુલારી, દીપ્તિ, ભાવેશના દાદી, ફિયાંશના પરદાદી, સ્વ. રતનગર, અમૃતબેનના કાકી, ધર્મિષ્ઠાબેન નીલેશગર, ચંદ્રિકાબેન મહેશગરના નાની, સ્વ. સંતોકબેનના દેરાણી તા. 27-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વિવેકનગર, વીરા, તા. અંજાર ખાતે.

બિદડા (તા. માંડવી) : કાનજીભાઈ કરસનભાઈ દિવાણી (ઉ.વ. 79) તે જગદીશભાઈ, જેન્તીભાઇ, મણિબેન (દુર્ગાપુર), સુશીલાબેન (ડોમ્બિવલી)ના પિતા, હીરાબેન (ભુજ), રતનબેન (બિદડા), લક્ષ્મીબેન (માંડવી), સ્વ. શાંતાબેન (ડોમ્બિવલી), રંજનબેન (ડોમ્બિવલી), પ્રેમીલાબેન (ઘાટકોપર)ના ભાઈ, સ્વ. મગનભાઈ મનજીભાઈ દિવાણી (પદમપુર)ના કાકાઇ ભાઈ, મંજુલાબેન, સાવિત્રીબેન, નારણભાઈ ધોળુ, અરાવિંદભાઈ ચૌધરીના સસરા, પાર્થભાઈ, રાજભાઈ, મિત્તલબેન (ભેરૈયા), નિશાબેન (મંઉ), રિંકલબેન (બિદડા) , રીમાબેન (મેરાઉ), દીપ્તિબેન (વડવા), રક્ષાબેન (ગુણાતીતપુર)ના દાદા, પૂજાબેન, રિદ્ધિબેનના દાદાજી, ક્રિયાંશના પડદાદા, અબજી ગોપાલ હળપાણી (નડિયાદ)ના જમાઈ તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-10-2025ના સવારે 8.30થી 11.30 બપોરે 3થી 5 સતપંથ સમાજવાડી, બિદડા ખાતે.

બિદડા (તા. માંડવી) : ભાણબાઇ ભાણજી સંઘાર (સુઇયા) (ઉ.વ. 90) તે સ્વ. ભાણજી મેઘરાજ સંઘારના પત્ની, સ્વ. બુઢાભાઇ, સ્વ હધુભાઇ, સ્વ. દેવાભાઇ, સ્વ. સાકરબેન, સોનાબેન, હાંસબાઇના ભાભી, સ્વ. કાનજી, સ્વ. હાજાભાઇ, સ્વ. ઉકાભાઇ, સ્વ. લક્ષ્મીચંદ, મોટાબાઇના કાકાઇ ભાભી, વિનોદભાઇ, જેઠાલાલ, લક્ષ્મીબેન, રતનબેન, નેણબાઇ, લીલબાઇના માતા, વાલજીભાઇ, હીરાલાલ, કરસન, પરબત, કેશરબેન, સ્વ. વાલબાઇ, બુદ્ધિબાઇના કાકી, સ્વ. લધાભાઇ, શિવજીભાઇ, હાજાભાઇ, દેવજીભાઇ, રતનબેન, નેણબાઇના સાસુ, રોહિત, હિરેન, મયૂર, ભગવતી, કોમલ, જશોદા, વિજયા, તારાના દાદી તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-10થી તા. 1-11-2025 ગુરુવારથી શનિવાર સુધી શિશુ મંદિર પાસે.

દુર્ગાપુર (તા. માંડવી) : મૂળ મેરાઉના જિજ્ઞાબેન ભીમાણી (ઉ.વ. 42) તે ધિરજભાઈના પત્ની, દીપ, મિતના માતા, ઝવેરબેન પરસોત્તમભાઈ ભીમાણીના પુત્રવધૂ, સુરેશભાઈના નાના ભાઈના પત્ની, પ્રભાબેનના દેરાણી, રાજ, પ્રિયાંશીના કાકી, રસીલાબેન હરેશભાઈ માકાણી (શ્રીરામનગર), મધુબેન હિંમતભાઈ રામાણી (બિદડા)ના ભાભી, લીલાબેન બાબુલાલ પ્રેમજી ચોપડા (રતનપુર પાટીયું)ના પુત્રી તા. 29-10-2025ના અવસાન પામ્યા છે.

ગુંદાલા (તા. મુંદરા) : લખુભાઇ ભચુભાઇ મહેશ્વરી (સંજોટ) (ઉ.વ. 73) તે સ્વ. જીવાબાઇ ભચુભાઇના પુત્ર, મૂળબાઇના પતિ, કાનજી, સ્વ. કેશાભાઇ, સુમારભાઇ, સ્વ. દેવાભાઇ, હાંસબાઇના ભાઈ, ધનજી, રામજી, કિશોર, ભાવના, કુંવરબેનના પિતા, ભાણજી ખેરાજ માતંગ (મોટી તુંબડી)ના સાળા, નીતાબેન, ગોવિંદ (ભારાપર), તેજશી (ઝરપરા)ના સસરા, નૈતિક, દીક્ષિતાના દાદા, નિહાલ, હિતેશ, અસ્મિતા, ભૂમિ, સોહમ, દક્ષાના નાના, સુમાર સામત ધુઆના જમાઇ, ભોજરાજ સુમાર, કાનજી સુમારના બનેવી તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઉપલો મહેશ્વરીવાસ, ગુંદાલા ખાતે.

બરાયા (તા. મુંદરા) : રતનભાઈ રાયશીભાઈ ભર્યા (ઉ.વ. 53)  તે સ્વ. રાયશીભાઈ રામાભાઈ તથા મેગબાઈના પુત્ર, ભચીબેનના પતિ, લક્ષ્મણ, દિનેશ દમ્યંતિબેનના પિતા, નેણબાઇ, કેસરબેન, વેરશીભાઈ, કાનજીભાઈના ભાઈ, અજુભાઈ વાલજીભાઈ કોચરાના જમાઇ, આતુભાઈ અજુભાઈ કોચરાના બનેવી, મૂરજીભાઈ તેજશીભાઈ ફુલિયા, પુનશીભાઈ આલાભાઈ સોધમના સાળા, સુરેશભાઈ પુનશીભાઈ સોધમના સસરા, અરાવિંદ, શિવજીના કાકા, પંકજ, જયેશના મોટાબાપુ, સ્વેતા, સાહિલ, ક્રિશના દાદા તા. 28-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન બરાયા ખાતે.

પલીવાડ-યક્ષ (તા. નખત્રાણા) : ગં.સ્વ. કાંતાબેન હીરજીભાઈ પોકાર (ઉ.વ. 86) તે સ્વ. હીરજીભાઈ અરજણભાઇના પત્ની, ચુનીલાલભાઈ, સવિતાબેન પ્રવીણભાઇ દિવાણી (દેવપર), ઉર્મિલાબેન મોહનભાઈ પદમાણી (વિથોણ)ના માતા, નિર્મળાબેનના સાસુ, અંજલિબેન, પવનકુમારના દાદી, સ્વ. મેઘજી લધા નાકરાણી (લક્ષ્મીપુર-તરા)ના પુત્રી તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-11-2025ના શનિવારે સવારે 8થી 10 અને બપોરે  3થી 5 પલીવાડ (યક્ષ) પાટીદાર સમાજવાડી ખાતે. બાકીના દિવસોએ નિવાસસ્થાને.

જખૌ (તા. અબડાસા) : સૈયદ હાસમછા હુસૈનછા (ઉ.વ. 69) તે હાજીઇબ્રાહિમછા અને હાજીઇસ્માઇલછાના કાકાઇ ભાઇ તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-10-2025ના શુક્રવારે સવારે 10.30 વાગ્યે સૈયદ મસ્જિદ, જખૌ ખાતે. 

Panchang

dd