• સોમવાર, 22 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ઇશ્વરભાઇ પંડયા (ઉ.વ. 80) તે સ્વ. ત્રિવેણીબેન તથા સ્વ. જગન્નાથભાઇ ભીમજીભાઇના પુત્ર, સ્વ. અમૃતલાલ, સ્વ. નરોત્તમભાઇ, સ્વ. નિર્મળાબેન શાંતિલાલ ભટ્ટ (આદિપુર)ના ભાઇ, સ્વ. જ્યોતિબેનના પતિ, સ્વ. દીપાના પિતા, સ્વ. કાંતિલાલ વજેરામ ગોરના જમાઇ, જયંત, હિમાંશુ, દિવ્યાબેનના બનેવી, ઉષાબેન, કાશ્મીરાબેનના નણદોયા, પ્રદીપ, અતુલ, ચંદ્રિકાબેન, જયશ્રી રાજેશ ત્રિપાઠી (માનકૂવા), દિવ્યા હસમુખરાય પંડયા (ગાંધીધામ), આનંદી દીપક દવે (નેત્રા), પુનિતા ચિંતન ભટ્ટ, મિત્તલ (ટીના) નીલ જાની (ગાંધીધામ)ના કાકા, મીનાક્ષી શાંતિલાલ ભટ્ટ (ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપ-આદિપુર), હર્ષદ, અશોક, દિનેશના મામા તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 5થી 6 મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની યજ્ઞશાળા, પંચહટડી, ભુજ ખાતે.

ભુજ : ખોજા અલીહુશૈન શેરઅલી ભડલીવાળા (લીગલ ટી.વી.-લીગલ ઇલેક્ટ્રોનિક્સ) (ઉ.વ. 76) તે મ. ઇકબાલહુશૈન, હાજી ફિદાહુશૈન, અલીરઝાના ભાઇ, હાજી હૈદરઅલી, મુરતુજાઅલી, મુન્નવરઅલી, એમ. એ. ખોજા (એડવોકેટ), ઝહીરઅબ્બાસના પિતા તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-6-2023ના શુક્રવારે સવારે 11 વાગ્યે અલ મહેંદી કોલોની, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : મેઘબાઇ ડાયાભાઇ પાતારિયા (ઉ.વ. 82) તે ખેતબાઇ, નરશીભાઇ, મેઘરાજભાઇના માતા, સોનબાઇ, હંસાબેનના સાસુ, જ્યોતિબેનના દાદીસાસુ, તુષાર, આયુષી, રમીલા, પ્રેમિલા, કાંતિભાઇના દાદી, નાનજીભાઇ, રાજુભાઇ, રમેશભાઇ, રાજેશભાઇ, હરેશભાઇ, મહેશભાઇ, સુરેશભાઇ, ગૌતમભાઇના મોટીમા તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

અંજાર : શ્રીમાળી સોની સાંખે કોંઢિયા ચંદુલાલ (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીબેન જીવરાજભાઇ ખંભરાવાળાના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. નારણજીભાઇ, સ્વ. ગોરધનભાઇ, સ્વ. નર્મદાબેન, સ્વ. ગોપાલજીભાઇ, મુક્તાબેન, કાન્તિલાલ, પ્રેમિલાબેનના ભાઇ, સ્વ. હરખચંદ, અમૃતલાલ, રતિલાલના સાળા, સ્વ. શાન્તાબેન, ગં.સ્વ. કાશીબેનના દિયર, હીરાબેનના જેઠ, પ્રવીણાબેન, નયનાબેન, સુરેશભાઇ, જયેશભાઇ, જ્યોતિબેન, રાજેશભાઇના પિતા, સ્વ. કીર્તિકુમાર, ગૌરીશંકર, દિલીપકુમાર, નિર્મળાબેન, માલતીબેન, વર્ષાબેનના સસરા, દેવબાળાબેનના કાકાજી સસરા, રમેશભાઇ, પ્રભાબેન, શારદાબેન, નીતાબેન, મયૂરીબેનના કાકા, શીતલબેનના મોટાબાપા, નિખિલ, ભદ્રેશ, આકાશ, અવની, ભવ્ય, જીનલ, ક્રિના, રીયા, માધવના દાદા, હેમાલીબેન, દેવાંશીબેન, કાજલબેન, રાજવીબેન, હાર્દિકકુમાર, હેમાંગકુમાર, હર્ષકુમારના દાદાજી સસરા, શિવમ, આર્વિ, જિયાના, જીયાંશી, જીસ્વા, ક્રિવા, દીવીશાના પરદાદા, સ્વ. નારણજીભાઇ છગનલાલ કલોલિયા (લાખોંદ)ના જમાઇ, સ્વ. કાન્તાબેન, હીરાબેન, વેલજીભાઇ, સ્વ. અરવિંદભાઇ, ભરતભાઇના બનેવી, સ્વ. મંગલજીભાઇ કાલીદાસભાઇ પાટડિયા (ખેડોઇ)ના ભાણેજ તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 5થી 6 વાગડ સોની સમાજની સમાજવાડી, માનવ હોટેલ પાસે, અંજાર ખાતે.

અંજાર : સુરેશભાઇ જેરામભાઇ કાતરિયા (ઉ.વ. 49) તે જશુબેન જેરામભાઇ કાતરિયાના પુત્ર, ગં.સ્વ. દિવાળીબેન મનજીભાઇ હડિયાના જમાઇ, રંજનબેનના પતિ, વિજેશભાઇ, દિલીપભાઇ, અશોકભાઇ, વનિતાબેન અરવિંદભાઇ બાંભણિયાના ભાઇ, ગં.સ્વ. ભગવતીબેન, સંગીતાબેનના દિયર, મીનાક્ષીબેન રાજભાઇ બાંભણિયા, નિરાલીબેન જિગરભાઇ બાંભણિયા, નીરવભાઇના પિતા, મીત, પ્રિન્સ, હર્ષ, મનીષા, આરતીના કાકા તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સવારે 10.30થી 11.30 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર સોસયટીની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : રાયમા સારુબાઇ (ઉ.વ. 80) તે મ. રાયમા ઇસ્માઇલ માનસંગ, મ. બાવલા માનસંગ, મ. હુશેનના ભાભી, જાફર તથા આમદના માતા, નૂરમામદ હુશેન, ઇબ્રાહિમ હુશેન, હાજી હુશેન, ઉમર હુશેન, મ. કાસમ બાવલા, મ. લાલમામદ બાવલા, સામત બાવલા, હાજી બાવલા, ઇબ્રાહિમ બાવલાના કાકી, કમરુદ્દીન (પીપરાળા)ના સાસુ, રાયમા લધા આમદ (ભારાપર)ના બહેન, રિઝવાન તથા શાહીદના દાદી તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-6-2023ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મસ્જિદે ખિઝરા ખાતે.

અંજાર : શેખ નિયામતબેન (ઉ.વ. 70) તે મો. ફકીરમામદ મુસાના પત્ની, જુમાભાઇ, હુશેન, ફિરોજ, સલીમ, લતીફના માતા, જુણેજા અભુભખર સધિક (મુંદરા)ના સાસુ, મામદ અબ્દુલા, જુસબ અબ્દુલાના બહેન, શેખ ઇરફાન, ઇબ્રાહિમ, સાહિલ, સોહેબ, હૈદરઅલી, હસણના દાદી, શેખ નૌશાદ (પેન્ટર), શેખ શકીલ (પેન્ટર), રહીમ શેખના માસી તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-6-2023ના ગુરુવારે સવારે 10 વાગ્યે હેમલાઇ ફળિયા, હૈદરી ચોક, મદરેસા ખાતે.

અંજાર : મૂળ વાઘોરા (તા. મુંદરા)ના ગુર્જર સુતાર ગં.સ્વ. અમૃતબેન જોલાપરા (ઉ.વ. 92) તે સ્વ. કાનજીભાઇ અરજણભાઇ જોલાપરાના પત્ની, સ્વ. રાજુબેન (રાજુમા) જેરામભાઇ જાદવજીભાઇ અડીએચા (ખેડોઇ)ના પુત્રી તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

મુંદરા : નાથબાવા નીલેશનાથ (ઉ.વ. 36) તે જેઠાલાલ અને ગં.સ્વ. રતનબેનના પુત્ર, મંગળાબેનના પતિ, જીયા અને પિયાના પિતા, શંકરનાથ ભોજાનાથના જમાઇ, નવીનનાથ, સ્વ. છગનનાથ, સ્વ. પ્રકાશનાથ, અમૃતબેનના ભત્રીજા, હિંમતનાથ, ભીખુનાથ, રાજેશનાથ, પ્રિતમનાથ, વિશાલનાથ, સ્વ. ભરતનાથ, ગીતાબેન, હંસાબેનના ભાઇ, ચંદ્રેશનાથ લખનનાથના બનેવી, ડિમ્પલબેન, વૈશાલીબેનના દિયર, નીકિતાબેન, ધર્મિષ્ઠાબેનના જેઠ તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 5થી 6 તથા ધાર્મિકક્રિયા તા. 9-6-2023ના શુક્રવારે નિવાસસ્થાને.

માધાપર (તા. ભુજ) : ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મસમાજ જોષી ભુવડ સમવાયના અમિતભાઇ જોષી (ઉ.વ. 42) તે કુંદનબેન પ્રાણલાલ જોષીના પુત્ર, દુર્ગાબેન (ધનકુંવરબેન) રેવાશંકર જોષીના પૌત્ર, દીપ્તિબેનના પતિ, રિયા, હીરના પિતા, સ્વ. કંચનબેન અરવિંદ પારેખ, પૂનમબેન હેમંત વ્યાસ, ચિંતનભાઇના ભાઇ, રાધિકાબેનના જેઠ, દિવ્ય, દર્શિતના મોટાબાપા, જયાબેન નવીનભાઇ જોષીના જમાઇ, ડાહ્યાલાલ, જેન્તીલાલ જોષીના ભત્રીજા, અલ્પાબેન કમલેશ વ્યાસ, અંજલિબેન હર્ષદ ઉપાધ્યાય, ભાવિકાબેન વિપુલ પંડયા, મનોજભાઇ, કપિલભાઇના ભાઇ, આયુષ, દેવાંશી, મૈત્રીના મામા, અમિતભાઇ જોષીના બનેવી તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી (નારાયણ વાડી), નવી જી.ઇ.બી. ઓફિસ સામે, માધાપર ખાતે.

ખંભરા (તા. અંજાર) : અનસુયાબા ચૌહાણ (ઉ.વ. 56) તે મેરુભા અમુભા ચૌહાણ (એક્સ. ફોરેસ્ટ ગાર્ડ)ના પત્ની, બાલુભા અમુભા ચૌહાણ (ડી.પી.એ.) તથા રતુભાના ભાભી, જશુભા, ભરતસિંહ, રઘુવીરસિંહના માતા, ક્રિપાલસિંહ, દિગ્વિજયસિંહ, દિવ્યરાજસિંહના ભાભુ, જયેન્દ્રસિંહ જાડેજા તથા ગુલાબસિંહ જાડેજા (મોરાર સાહેબ - ખીજડિયા)ના બહેન, જુવાનસિંહ જાડેજા (વાંકુ), નરેન્દ્રસિંહ ઝાલા (વઘાસિયા)ના સાસુ તા. 29-5-2023ના અવસાન પામ્યા છે.

ગુંદિયાળી (તા. માંડવી) : રાજગોર કનૈયાલાલ (ઉ.વ. 65) તે સ્વ. મોંઘીબાઇ દામજી ભીમજી મોતાના પુત્ર, સ્વ. જયાબેનના પતિ, જીવરામ, સ્વ. મંગલદાસ, સ્વ. જટાશંકર, રમેશભાઇ, વસંતભાઇ, જવેરબેન મગનલાલ પેથાણી (મુંબઇ), લક્ષ્મીબેન શૈલેશભાઇ અજાણી (ભુજ)ના ભાઇ, અંજનાબેન મેહુલભાઇ પેથાણી (ભુજ), આશાબેન મુકેશભાઇ વ્યાસ (ગુંદિયાળી હાલે મુંબઇ), નિશાબેન પાર્થભાઇ માલાણી (ગાંધીધામ)ના પિતા, ગૌરીશંકર, સ્વ. દિનેશ, સ્વ. હરેશ, સુરેશ, હિતેન, અમિત, પારસ, પંક્તિના કાકા, કુંવરબાઇ લક્ષ્મીદાસ પરષોત્તમ પેથાણીના જમાઇ, મંજુલાબેન મણિશંકર મોતા (રાયણ), વેલજી (શેખાઇબાગ), ગં.સ્વ. પ્રફુલ્લાબેન વિશનજી મોતા (બાગ), વનિતાબેન મહેશભાઇ મોતા (ગુંદિયાળી), ધનગૌરીબેન દિનેશભાઇ નાગુ (બાગ)ના બનેવી, રાજેશ (કેનિયા), મોનિકાબેન ખુશાલભાઇ બોડા (ગુંદિયાળી)ના ફુઆ તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી તા. 1-6-2023ના બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, શેખાઇ બાગ ખાતે તથા માવિત્ર પક્ષની સાદડી એ જ દિવસે બપોરે 2થી 6 મોતા ફળિયા, ગુંદિયાળી ખાતે.

મસ્કા (તા. માંડવી) : ભુજપુર હાલે મુંદરા નીલેશ પ્રભાશંકર જેસરેગોર (ઉ.વ. 52) તે હંસાબેનના પતિ, રિતિક, મીતના પિતા, મસ્કાના ગુણવંતીબેન જીવરામ આણંદજી મોતા (બેલાવાડી)ના જમાઇ, કોકિલાબેન કિશોર માકાણી, ચંદ્રિકાબેન કિશોર જોષી, વસંતભાઇ, અનિલભાઇના બનેવી, દક્ષાબેન, ઊર્વિબેનના નણદોઇ, કાજલ, ભૂમિ, પ્રગતિ, કરન, ભવ્યના ફુઆ, હીના, નીરવ, ચિંતન, મિત્તલ, અંજલિના માસા તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2023 ગુરુવારે સાંજે 2થી 3.30 સુધી રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : સમેજા શકીનાબાઇ નૂરમામદ તે નૂરમામદ અલીમામદના પત્ની, ઇબ્રાહીમ, નારેજા જમીલા અલીમામદ (વાડાવાળા), જુણેજા મુમતાઝ સુલેમાન (ગોધરા)ના માતા, નારેજા હારૂન ફકીરમામદ, નારેજા જુસબ ફકીરમામદ, મ. નારેજા મુસા ફકીરમામદ (વાડાવાળા), નારેજા હલીમા અલીમામદ (ગોધરા), હિંગોરજા શરીફાબાઇ, હિંગોરજા જલુબાઇ?(દહીંસરા)ના બહેન, સમેજા ગુલામ સિધિક, સમેજા અબ્દુલ સિધિક, સમેજા રજાક સિધિક, નોડે અમીનાબાઇ ગુલામ?(કેરા)ના કાકી અવસાન પામ્યા છે. જિયારત તા. 1-6-2023 ગુરુવારે સવારે 10.30થી 11.30 સુધી.

ગોયરસમા (તા. મુંદરા) : અરાવિંદ આયડી (મહેશ્વરી) (ઉં.વ. 27) તે માનબાઈ લખમશી આયડીના પુત્ર, સ્વ. રાજબાઇ જુમાભાઈ ધુવા (મથડા)ના દોહિત્ર, સ્વ. વાલબાઈ આતુભાઈ આયડીના પૌત્ર, શામજીભાઈ આયડી (ભુજ), સ્વ. કેશાબેન ફકીરા (સાડાઉ), સુમલબેન પચાણ (વાંકી), સ્વ. બુધ્ધારામ આયડી (ભુજ), વાલજીભાઈ આયડી (મુંદરા), ગીતાબેન ડાયાલાલ (વાંકી), સ્વ. રાયશીભાઈ (ગોયરસમા)ના ભત્રીજા, ગાવિંદ, મગન, નયના હરેશ ચુંણા (સુંદરપુરી-ગાંધીધામ)ના ભાઈ, રાધિકાબેન, પારૂબેનના દિયર, વૈશાલી, દિવ્યાંશી, હેમાક્ષીના કાકા તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ સંપન્ન થઈ ગઇ છે. બેસણું નિવાસસ્થાન મહેશ્વરીવાસ, ગોયરસમા ખાતે.

ટુન્ડા (તા. મુંદરા) : મોખા મોસીનાબાનુ રજાક (ઉ.વ. 24) તે રજાક આમદના પત્ની, ચૌવાણ અલીમામદ ઇસમાઇલ (ફરાદી)ના પુત્રી તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-6-2023ના ગુરુવારે સવારે 10થી 11 ઇબ્રાહિમશા પીરની દરગાહ કમ્પાઉન્ડમાં, ટુન્ડા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : કડવા પાટીદાર નારાણભાઇ રૈયાભાઇ વાડિયા (ઉ.વ. 85) તે સ્વ. મોંઘીબેનના પતિ, પરસોત્તમભાઇ, લીલાબેન બાબુલાલ ધનાણી, તુલસીબેન નરભેરામ કેશરાણી, પાર્વતીબેન અમૃતલાલ બાથાણી, નિર્મળાબેન ભવાનભાઇ છાભૈયા, હંસાબેન અમૃતભાઇ ગોરાણીના પિતા, મનીષ, દિવ્યાના દાદા તા. 28-5-2023ના હીરીપુર (ચિત્રદુર્ગ-કર્ણાટક) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 31-5-2023ના બપોરે 3થી 5 અબજી શામજી વાડિયાના નિવાસસ્થાન મારુતિનગર, કોટડા (જ.) ખાતે.

ખોંભડી (તા. નખત્રાણા) : સૈયદ તકિશાહ (ઉર્ફે દાદાબાવા) (ઉ.વ. 58) તે સૈયદ મ. હૈદરશાહના પુત્ર, સૈયદ કાસમશાહ, સૈયદ કાદરશાહ, સૈયદ અનવરશાહ, સૈયદ આમદશાહ ઓસમાણશાહ, સૈયબ નસીબશાહ જુસબશાહ (કિડાણા), અધાબાવા હાજીશાહ (જખૌ), અબ્દુલાશાહ બાપુમીયા (પીપર), ઇમામશાહ ખેરશાહ (ટોડિયા)ના ભાઇ, સૈયદ યાસીનશાહ, સૈયદ જમીલશાહના પિતા, સૈયદ ગુલામશાહ ઇબ્રાહિમશાહ (ભુજ)ના બનેવી, સૈયદ ગુલ્ફામશાહ કાદરશાહ (સાડાઉ), સૈયદ અશરફશાહ મલુકશાહ (ઉગેડી), અબ્દુલમુસ્તફા આલમશાહ (ગુંદિયાળી)ના સસરા, સૈયદ ઇમામશા મામદશાહ (ટાકણાંસર), સૈયદ અનવરશાહ બાપુમીયા (પાનધ્રો)ના સાળા તા. 30-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-6-2023ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ખોંભડી ખાતે.

ખોંભડી મોટી (તા. નખત્રાણા) : જાડેજા વીરેન્દ્રસિંહ જટુભા (ઉ.વ. 56) તે સ્વ. જટુભા ખાનજીના પુત્ર, સ્વ. નરેન્દ્રસિંહના મોટા ભાઇ, કુનાલસિંહ, દિવ્યરાજસિંહના પિતા, સુરેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, સ્વ. ધીરેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ (ગૃહપતિ નખત્રાણા બોર્ડિંગ), લખુભા, વનરાજસિંહ, હરદેવસિંહ, ધર્મેન્દ્રસિંહના પિતરાઇ ભાઇ, ગંભીરસિંહ બાપાલાલ ઝાલા (ગાંધીધામ)ના સાળા, તીર્થરાજસિંહ રાયજાદા (ગાંધીધામ)ના સસરા તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-6-2023ના શુક્રવારે દરબારગઢ ખાતે અને ઉત્તરક્રિયા તા. 9-6-2023ના શુક્રવારે ખોંભડી ખાતે.

મોડા (તા. રાપર) : અલ્કાબેન ઠાકર (ઉ.વ. 70) તે વિક્રમભાઇ લક્ષ્મીશંકર ઠાકરના પત્ની, સ્વ. જશુબેન વસંતરાય મહેતા (અંજાર)ના પુત્રી, કીર્તિબેનના દેરાણી, અનિલભાઇના નાના ભાઇના પત્ની, માયાબેન, મયંક (પિન્ટુ)ના માતા, હરેશભાઇ જોષી (ભચાઉ), રાજેશ્વરીબેનના સાસુ, મમતા અને રોહિતના કાકી, વીરેન્દ્રભાઇ, હેતલબેનના કાકીજી સાસુ, સાવી, જૈવલ, હેતાંગ અને વિયાનના દાદી, ધવલ, ધારા, યામી, ધ્રુવમ અને સમૃદ્ધિના નાની તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 2-6-2023ના શુક્રવારે નિવાસસ્થાન મોડા, તા. રાપર ખાતે.

બાંડિયા (તા. અબડાસા) : ગોસ્વામી જગદીશગિરિ ગવરીગિરિ (ઉ.વ. 46) તે રમીલાબેન ગવરીગિરિના પુત્ર, શંભુગિરિ, રંજનબેન, દિનેશગિરિ, સુરેશગિરિના ભાઇ, કલ્યાણગિરિના સાળા, ડમીબેન શંકરગિરિના ભત્રીજા, જાગૃતિબેન, માયાબેનના દિયર, પૂનમબેનના જેઠ, જિજ્ઞા, ધર્મેશ, નિશા, વંદના, ઓમ, સિદ્ધિના કાકા, રોહનગિરિ, સાવનગિરિના મામા તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 4થી 5 જાગેશ્વર મહાદેવ મંદિર, બાંડિયા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang