• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : મધુબેન બિહારીલાલ બગ્ગા (ઉ.વ. 72) તે દિવાળીબેન દામજીભાઇ બગ્ગા (ઢોરીવાળા)ના પુત્રવધૂ, હીરાબેન ઝવેરલાલ બુદ્ધભટ્ટીના પુત્રી, બિહારીલાલ દામજીભાઇ બગ્ગાના પત્ની, સ્વ. મણિબેન, સ્વ. નૌતમભાઇ, સ્વ. ધીરજબેન, કાંતિભાઇ, સ્વ. પ્રેમકુંવરબેન તથા હરેશભાઇના ભાભી, હિતેષભાઇ (આશા મોટર્સ, શ્રીનાથજી ઓટોલિંક), અનિલભાઇ (આશા ગેરેજ), રોહિતભાઇ (રામા ઓટોમોબાઇલ્સ), રાજેશ્રીબેનના માતા, જયશ્રીબેન, લીનાબેન, રેખાબેન, કેતનભાઇ (કેતન એન્ટરપ્રાઇઝ)ના સાસુ, મિત, કાંજલ, મિહિર, ધરમ, નિધિ, નંદના દાદી, હીરલ તથા આશિષના દાદીસાસુ, આકાશભાઇ લાલકાના નાનીસાસુ, કુશના પરનાની, શ્રેયા, જિતેનના નાની, સ્વ. રસિકભાઇ, મદનભાઇ, હરેશભાઇ, હર્ષદભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, સ્વ. ગુણવંતીબેન, ઉષાબેન, ગીતાબેન, ઇન્દિરાબેનના બહેન તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-5-2023ના બુધવારે સાંજે 5થી 6 જૂની મહાજનવાડી, કાકુભાઇ રંગવાલા હોલ, છછ ફળિયા, ભુજ ખાતે.


ભુજ : મૂળ મોથાળાના સૈયદ ઓસમાનશા અભામિયા (ઉ.વ. 80) તે મ. અભામિયા અબ્દુલગફુરના પુત્ર, મ. ગુલામરસુલ, મ. કાસમશાના ભાઇ, હુસેનશા, હૈદરશા, નુરશા, આમદશાના પિતા, સદામહુશેન, મોહમદ આતિફ, નવાબશા, આલમશાના દાદા તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-5-2023ના નિવાસસ્થાને.


અંજાર : વારૈયા જેવાબેન (બબીબેન) પ્રજાપતિ (ઉ.વ. 85) તે સ્વ. મલુભાઇ બિજલભાઇ વારૈયાના પત્ની, ગં.સ્વ. મેઘીબેન હરજીભાઇ, સ્વ. પરષોત્તમભાઇ (ભુજ), જેરામભાઇ (એસ.ટી.), સ્વ. મોરારભાઇ, માવજીભાઇના ભાભી, સ્વ. રાધાબેનના જેઠાણી, હંસરાજભાઇ, સ્વ. કાન્તિલાલ, ભાણજીભાઇ, જિતેન્દ્રભાઇ, ગં.સ્વ. શારદાબેન, કુસુમબેનના માતા, સ્વ. પરષોત્તમ, મૂરજીભાઇ, વાલીબેન, રમીલાબેન, સ્વ. નયનાબેન, ગીતાબેન, શીતલબેનના સાસુ, રાજેશ, અલ્પેશ, તૃષ્ણ, દીપ, લીના, ક્રિષ્ના, જાગૃતિ, અંજલિ, ભૂમિ, સ્વ. ગૂંજન, રિદ્ધિના દાદી, ભગવાનજીભાઇ (ભુજ), સ્વ. નીતિનભાઇ, જયંતીભાઇ (ગાંધીધામ)ના મોટીમા, જયશ્રીબેન, સંગીતાબેનના મોટા સાસુ, પ્રિયંકા, શર્મિલાના દાદીસાસુ, સ્વ. હરજીભાઇ રૂડાભાઇ ચોનાણીના પુત્રી, સ્વ. વેલજી આંબાભાઇના કાકાઇ બહેન, અનિલ, ગોવિંદ, મિતેષના ફઇ તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા પાસે, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)


માંડવી : મૂળ નારાયણ સરોવરના ઉષાબેન કિશોરભાઇ માકાણી (ઉ.વ. 56) તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-5-2023ના મંગળવારે સાંજે 4થી 6 વિઠ્ઠલવાડી, તળાવ ગેટ, માંડવી ખાતે.
ભુજોડી (તા. ભુજ) : લક્ષ્મીબેન (ઉ.વ. 60) તે બિજલ નારાણ જેપારના પત્ની, કાન્તિલાલ, રવિલાલ અને સ્વ. ધનીબેનના માતા, લક્ષ્મીબેન તથા ચંપાબેનના સાસુ, ડાયા, ભારમલ, કરમશી, ભચીબેન રમેશ બળિયા (રામપર-વેકરા)ના ભાભી, વિનોદ, ભરતના કાકી, રાજ, કરણ, હેતલ, કોમલના મોટીમા, થાવર વાલજી મંગરિયાના પુત્રી, ગોવિંદ થાવર (ગાંધીધામ)ના બહેન, જિગર, માધવ, પાયલના દાદી તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. તા. 2-6-2023ના શુક્રવારે દિયાળો અને તા. 3-6-2023ના શનિવારે પાણિયારો નિવાસસ્થાને ભુજોડી ખાતે.


માધાપર (તા. ભુજ) : મહેશભાઇ લાલજીભાઇ રાઉ (ઉ.વ. 60) તે કોકિલાબેન (બાંધકામ શાખા, જિ.પં. નિવૃત્ત)ના પતિ, બબીબેન લાલજી રાઉના પુત્ર, રતનબેન નાનજીભાઇ મકવાણાના જમાઇ, દીપના પિતા, ખુશ્બૂના સસરા, સ્વ. હરેશભાઇ, સ્વ. રતિલાલ, મણિબેન પ્રકાશભાઇ અબડા, કાન્તાબેન જેન્તીલાલ ગોહિલ, સ્વ. અનસૂયાબેન બટુકભાઇ ચૌહાણના ભાઇ, જ્યોતિબેનના દિયર, અનિરુદ્ધ અને હાર્દિકના કાકા, સ્વ. શિવજી, જયાબેન, અનુબેન, દિનેશભાઇ (જલાભાઇ)ના બનેવી, આનંદ, નિતા, નીલેશ, હિરેન, નિગમ, નેહા, નીરવ, પાર્થ, એકતા, હેતના મામા, ચાર્વી, પ્રિશા, વૈશ્નવીના દાદા, ફાલ્ગુની, હેતલના કાકાજી સસરા તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 31-5-2023ના બુધવારે સાંજે 5થી 6 ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.


અંતરજાળ (તા. ગાંધીધામ) : મૂળ પદ્ધરના અરાવિંદગિરિ પ્રેમગિરિ ગોસ્વામી (ઉ.વ. 54) તે ગં.સ્વ. વનીતાબેન પ્રેમગિરિના મોટા પુત્ર, સ્વ. ક્રિષ્નાબેનના પતિ, ગોસ્વામી અમૃતગિરિ (પ્રમુખ-અ.ક.દ. ગોસ્વામી સમાજ) અને કિશોરગિરિના મોટાભાઈ, રીનાબેન પ્રદીપગિરિ (ઢોરી-ભુજ), ડિમ્પલબેન વિશાલગિરિ (અંતરજાળ), રોશનીબેન મહેશગિરિ (તુણા), સિદ્ધાર્થગિરિ અને સ્વાતિના પિતા, સ્વ. રૂક્ષ્મણીબેન મોહનગિરિ ગોસ્વામી (મોખાણા)ના જમાઈ, ભૂપતગિરિ તથા રસિકગિરિના બનેવી, અશ્વિનગિરિ તથા નરોત્તમગિરિ રણછોડગિરિ (મેઘપર)ના ભાણેજ, સ્વ. જશોદાબેન બુદ્ધગિરિ, ગં.સ્વ. કાંતાબેન શાંતિગિરિ, ગં.સ્વ. સાકરબેન પરસોત્તમગિરિ (અંજાર), સવિતાબેન ગવરીગિરિ (નાગોર)ના ભત્રીજા, સ્વ. અનામિકાબેન અમૃતગિરિ અને કાજલબેન કિશોરગિરિના જેઠ, હરદીપગિરિ, જિંકલબેન જયગિરિ (ભુજ), ટ્વિન્કલ, ખ્યાતિબેન રૂકેશગિરિ (કિડાણા), મોલેક્ષગિરિના મોટાબાપુ તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/સાદડી તા. 1-6-2023ના ગુરુવારે સાંજે 5થી 6 અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલ મુનિ આશ્રમ પાસે. શંખઢોળ-ઘડાવિધિ બારસ તા. 10-6-2023ના શનિવારે નિવાસસ્થાન અંતરજાળ ખાતે તથા લૌકિક વ્યવહાર નિવાસસ્થાને.


મસ્કા (તા. માંડવી) : રાજેશભાઇ નાકર (ઉ.વ. 46) બાગ હાલે ઘાટકોપર તે દર્શનાબેનના પતિ, રાજ અને સાક્ષીના પિતા, મીનાબેન કિશોરચંદ્ર દયારામ જોષી (મસ્કા)ના જમાઇ, સ્વ. શાંતાબેન પ્રેમજી નાકરના પુત્ર, સ્વ. મંજુલાબેન પુરુષોત્તમ જોષી, ગં.સ્વ. કુસુમબેન નારાણજી જોષી, રેખાબેન રમેશચંદ્ર જોષીના ભાઇના જમાઇ, રેખાબેન કલ્પેશ જોષી, અવનીબેન દેવેનભાઇ મોતા (પાર્લા), અલ્પાબેન જિગર જોષીના બનેવી, સુનિતા નરેન્દ્ર મોતા (થાણા), લક્ષાબેન હેમાંશુ જોષી (નાલાસોપારા), છાયાબેન વિપુલ જોષી, પૂજાબેન મિતાંગ જોષી (માધાપર), કુંજનબેન યોગેન જોષી (ભુજ), આરતીબેન અક્ષય જોષી, જ્યોતિબેન રાજન મોતા (ગોરેગાંવ), કુંજનબેન જયેશ મોતાના કાકાઇ બનેવી, મલય, નીવ, હીર, દૃષ્ટિના ફુઆ,?ઉર્વીના માસા તા. 26-5-2023ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 30-5-2023ના મંગળવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
રાધા (તા. મુંદરા) : ભાણબાઇ નાધાણ (ઉ.વ. 85) તે મેઘરાજ ભીમશીના પત્ની, ગોપાલ લખમણ રાગના પુત્રી, નાગાજણ, નારાણ, રામ, શ્યામ, માલબાઇ, દેવલબેન, માકબાઇ, મેઘબાઇ, લખમીબેનના માતા, લખમણ, આસારિયાના બહેન તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 7-6-2023ના બુધવારે નિવાસસ્થાને.


વિથોણ (તા. નખત્રાણા) : ડો. વસંતભાઇ અરજણ ધોળુ (ઉ.વ. 52) (સામાજિક આગેવાન) (મૂળ વિથોણ હાલે તલોદ) તે શિલ્પાબેનના પતિ, ધૈર્ય અને ધીરના પિતા, તન્વીના સસરા, નર્મદાબેન અરજણના પુત્ર, સુભાષભાઇ અને ઘનશ્યામભાઇના ભાઇ તા. 28-5-2023ના તલોદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-5-2023ના સાંજે 4થી 5 વિદ્યાર્થી ભવન, નખત્રાણા ખાતે.


જડોદર (તા. નખત્રાણા) : મંધરા ખમીશા મામદ (ઉ.વ. 72) તે મુબારક અને ઇસ્માઇલના પિતા, અલીમામદ હારુન, અબ્દુલ હુશેન, જુસબ દાઉધના કાકા, મંધરા જુણસ સુલેમાન, ઇસ્માઇલ સુલેમાન, સમા આધમ મુસા, સાલેમામદ અને અબ્દુલના મામા, મંધરા સિધિક ઉમર, મંધરા રમજાન હુશેન, સમા ઉમર ઇબ્રાહિમ (સુડધ્રો), સમેજા ઇકબાલ અબ્દુલાના સસરા, સમેજા અબ્દુલા હુશેન, સમા ઇબ્રાહિમ હાજી અલીમામદ (સુડધ્રો)ના વેવાઇ, રાઠોડ અભુ ભચુ, રાઠોડ મામદ ભચુ (આમારા)ના બનેવી તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-5-2023ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.


આમારા (તા. નખત્રાણા) : કુંભાર આઇશાબાઇ મીઠુ (ઉ.વ. 90) તે મ. મુસા, અબ્દુલા, રમધાન, હુશેનના માતા, સુમાર, અલીમામદના ભાભી, મુબારક, રફીક, સિકંદર, મુસ્તાક, આશિક, જાશીર, નાશિર, ઇસ્માઇલ, સતાર, રજાક, મજીદ, શકીલના દાદી તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-5-2023ના બુધવારે સવારે 10થી 11.30 નિવાસસ્થાન આમારા ખાતે.


વરાડિયા (તા. અબડાસા) : દેમાબાઇ મંગાભાઇ વેરશી સીજુ (ઉ.વ. 81) તે મંગા વેરશી સીજુના પત્ની, નારાણભાઇ, કેશાબાઇ, સામાબાઇ, કાનબાઇ, હાસબાઇ, હીરબાઇના માતા, અરજણભાઇ, ખીમજીભાઇના બહેન, રામજીભાઇ, ડાડુભાઇ, કેશાભાઇના ભાભી, જુમાભાઇ, દેવજીભાઇ, કરસનભાઇના કાકી, અશોક, દક્ષાબેન, કમળાબેન, વિમળાબેનના દાદી તા. 29-5-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 2-6-2023ના શુક્રવારે રાત્રે અને ઘડાઢોળ (પાણી) તા. 3-6-2023ના શનિવારે નિવાસસ્થાને વરાડિયા ખાતે.


સાંધવ (તા. અબડાસા) : અજય વેલજી કોલી (ઉ.વ. 17) તે સુમાર જુમાના પૌત્ર, વેલજી સુમારના પુત્ર, અરવિંદ, રતિલાલ, ઇશાકના ભત્રીજા, રેખાબેન મેહુલ, અરુણાબેન દિનેશ, જયશ્રીબેન દીપકના ભાઇ તા. 28-5-2023ના અવસાન પામ્યા છે.


ભાડરા (તા. લખપત) : હાલે અજમલનગર (નેત્રા) રબારી લાખાભાઇ ગગુભાઇ (ઉ.વ. 63) તે દેવલબેનના પતિ, દેવાભાઇ, લખીબેન, મીણાબેન, હરખુબેન, દેવીબેનના ભાઇ, પરબત, રામા, જશુ, કમુ, વિંજુના પિતા, અલ્પા, નાગજી, રામના કાકા, પારસ, રવિના દાદા, સાંગા વેલા (ખાંભલા)ના જમાઇ તા. 28-5-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 7-6-2023ના તેમજ ઘડાઢોળ તા. 8-6-2023ના તેમજ સાદડી નિવાસસ્થાન નેત્રા અજમલનગર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang