ગાંધીધામ, તા.29 : અહીં ભારપર જાગીર ખાતે
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> આગામી તા.23થી તા.4/12 સુધી જાગીરના ત્રણ સંતના ભંડારા મહોત્સવનો આરંભ થશે.ગુજરાતમાં પ્રથમ વખત યોજાનારા આ મહોત્સ્વ દરમ્યાન કચ્છની પવિત્ર ધરતી ઉપર સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા અને ભક્તિ આધ્યાત્મિક ચેતનાના સંગમમાં દેશભરમાંથી સંતો- મહંતો ઉપસ્થિત રહેશે.ત્રણ દિવસ દરમ્યાન સાત હજાર સંત અને ત્રણેક લાખ જેટલા લોકો જોડાશે.હાજલદાદા સમાધિ સ્થાન ખાતે 108 મહંત ભરતરાજા ગુરુ દેવજીરાજા કાપડીની નિશ્રામાં મિની કુંભ સમાન ત્રિ-દિવસીય આઠમાન બત્રીસ ધૂણી ભંડારા મહોત્સવ ઊજવાશે.આ સંદર્ભે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા એકલધામના મહંત યોગી દેવનાથબાપુએ કહ્યુ હતું કે, સનાતન ધર્મની પ્રાચીન સંતપરંપરામાં ધૂણીનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે.ધૂણી એ સંતોની તપસ્યા, ત્યાગ, વૈરાગ્ય, સાધના અને અખંડ આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે.ગુજરાતની ધરતી પર પ્રથમ વખત યોજાનારા આઠમાન બત્રીસ ધૂણી ભંડારા મહોત્સવ દ્વારા સંતપરંપરાના આ ગૌરવશાળી આધ્યાત્મિક વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.મહોત્સવ દરમિયાન વેદવ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધનું મૂળ સંસ્કૃત શ્લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પારાયણ કરાશે, વૈદિક વિધિ-વિધાન સાથે દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ યોજાશે.આ યજ્ઞ દ્વારા લોકકલ્યાણ, વિશ્વશાંતિ, સુખ-સમૃદ્ધિ અને સમગ્ર માનવજાતના મંગલની ભાવના વ્યક્ત કરવામાં આવશે તેમજ બ્રહ્મલીન મહંત દેવજીરાજા ગુરુ મેળજીરાજાની મૂર્તિની સ્થાપના કરાશે.ગુરુભક્તિ, ગુરુ પરંપરા અને સંતોનાં જીવનમૂલ્યોને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો અવસર બનશે તેવું તેજાભાઈ આહીરે જણાવ્યું હતું.ભારાપર જાગીર ખાતે યોજાનારો આ મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન નહીં, પરંતુ સનાતન સંસ્કૃતિના જતન, નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન, સમાજમાં એકતા અને સમરસતાની ભાવનાને મજબૂત બનાવવાનો એક પવિત્ર અવસર બની રહેશે તેવું પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીરે જણાવ્યું હતું.મહેશભાઈ ડાંગરે મંડપ, પાર્કિંગ, પ્રસાદ વ્યવસ્થાની વિગત આપી હતી.આ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુ, ભાઈ રમેશભાઈ ઓઝા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ કૃષ્ણ ગોપાલજી, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમારજી તથા કચ્છ રાજવી પરિવારનાં મહારાણી પ્રીતિદેવીજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલે આ પ્રસંગ કચ્છ માટે ગૌરવરૂપ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.આ ઉપરાંત નાથ સંપ્રદાય, કાપડી સંપ્રદાય તથા વિવિધ અખાડાઓના સંતો, મહંતો, મઠાધીશો અને ધર્માચાર્યોનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થશે તેવું શામજીભાઈ કાનગડે જણાવ્યું હતું.મહોત્સવના આરંભે 500 આહીર દીકરીઓ સ્વાગત કાર્યક્રમમાં જોડાશે, 40 હજાર બહેન આહીર પહેરવેશથી સજ્જ રહેશે અને મંડપની સફાઈની જવબાદારી સંભાળશે સાથે પ્લાસ્ટિકમુક્ત ધાર્મિક મહોત્સ્વ બનશે તેવું દીપ્તિબેન જરૂએ જણાવ્યું હતું.પરિષદમાં અરજણભાઈ કાનગડ, વલમજીભાઈ હુંબલ, નારણભાઈ ચૈયા, ગાંધીધામ મહાપાલિકાના ડેપ્યુટી મેયર નવીન જરૂ, દેવજીભાઈ ડાંગર, કિરણભાઈ આહીર, (નંદગામ),
મનજીભાઈ આહીર (ભીમાસર ચ.), શામજીભાઈ તેજાભાઈ આહીર, શંભુભાઈ મ્યાત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આઠમાન બત્રીસ ધૂણી નાથ સંપ્રદાય અને કાપડી સંપ્રદાયની પરંપરા
ગાંધીધામ, તા.29 : ભારાપર જાગીર ખાતે આયોજિત પરંપરા વિશે માહિતી આપતા એકલધામના મહંત યોગી દેવનાથબાપુએ બ્રહ્મલીન દેવજીરાજાની ઈચ્છા હતી તે તેમના શિષ્ય ભરતરાજા પૂર્ણ કરી રહ્યા છે.જોધપુરના રાજા અને નાથ સંપ્રદાયના સેવક રાજા માનસિંગ તેમના ગુરુ દેવરાજજીને ગાદી સોંપી વનમાં તપસ્યા કરવા ગયા.ત્યાંથી પરત ફર્યા, ત્યારે હરિયાણામાં આઠ ધૃણા સાધુસંતોને આપ્યા અને તેની પાછળ તેમનું નામ માન લાગ્યું એટલે આઠમાન અને રાજસ્થાનમાં 32 ધૂણી પ્રજ્વલ્લિત કરી.સાધુઓને ભંડારા આપ્યા એટલે આ આઠમાન અને બત્રીસ ધૂણી જે નાથ સંપ્રદાય અને કાપડી સંપ્રદાયની પરંપરા ભારાપરની ભૂમિ ઉપર ઊજવાશેનું કહ્યું હતું.
આજે પણ કોઈ ખોટું બોલે, તો હાજલદાદાનો ધૂપ ઉપાડી ન શકે
ગાંધીધામ, તા.29 : મચ્છોયા આહીર સમાજમાં પરિવારમાં કે કોઈ અન્ય વચ્ચે વિવાદ સર્જાય, તો આજે પણ હાજલદાદાની સમાધિ ખાતે બે પંચ નિર્ણય લે તે સ્વીકાર્ય હોય છે અને આજ દિન સુધી કોઈ પણ કાનૂની વિવાદ તેના કારણે થયો નથી.આ ઉપરાંત વિવાદમાં ખોટું બોલનારી વ્યક્તિ હાજલદાદાનો ધૂપ ઉપાડી ન શકે તેવી પ્રથા હોવાનું શામજીભાઈ કાનગડે જણાવ્યું હતું.