ભુજ, તા.29 : શુક્રવારે ભુજના ઇન્દિરા
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">પાર્કમાંથી ભુજના બે યુવાન ગાંજા સાથે ઝડપાયા બાદ હવે ગઇકાલે તાલુકાના સૂરજપરના બગીચામાંથી ભારાપરનો શખ્સ માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયો છે.ગઇકાલે સાંજે માનકૂવા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીનાં પગલે સૂરજપર ગામમાં નારાણપર જતા રોડ ઉપર નદીના પુલ પાસે આવેલા બગીચામાંથી ભારાપપર (તા.ભુજ)ના અમીન ફકીરમામદ સંગારને માદક પદાર્થ ગાંજો 50 ગ્રામ કિં.રૂા.2500 તથા એક મોબાઇલ કિં.રૂા.1000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.આ ગાંજો તે અંજારના ગંગાનાકા પાસેથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યાનું પૂછતાછમાં જણાવ્યું હતું.પોલીસે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.