• સોમવાર, 30 નવેમ્બર, 2026

યુપી ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાશે મોહમ્મદ શમી : મળી શકે મોટી જવાબદારી

નવી દિલ્હી, તા.29 : છેલ્લા લાંબા સમયથી 0pt;line-height:115%;font-family:"Nirmala UI",sans-serif; mso-ansi-language:EN-US">ટીમ ઇન્ડિયાની બહાર થઇ જનારા બંગાળના ઝડપી બોલર મોહમ્મદ શમીએ આજે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે મુલાકાત કરી હતી.આથી તેના સંભવિત રાજકીય પદાર્પણની ચર્ચા શરૂ થઇ છે.આ મુલાકાત દરમિયાન ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ કુંવર બાસિત અલી પણ ઉપસ્થિત રહ્યા હતા.મોહમ્મદ શમી જો કે, સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા નથી, પરંતુ તે ટૂંક સમયમાં ભાજપમાં સામેલ થઇ શકે છે.શમીના ભાજપમાં જોડાવાને લઈને એવી પણ અટકળો છે કે, ભાજપના લઘુમતી મોરચામાં તેને મોટી જવાબદારી મળી શકે છે.શમી આ પહેલાં રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી ચૂકયો છે.શમી તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી ચૂકયો છે.અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ગત સપ્તાહે સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang