ભુજ, તા.29 : ગઈકાલે રાતે માધાપર
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">પોલીસે બાતમીનાં પગલે લોરિયાનાં બંધ મકાનમાંથી રૂા.2,51,400નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો.દરોડા દરમ્યાન આ કામના બે ભાઈ આરોપી હાજર મળ્યા ન હતા.ગઈકાલે માધાપર પોલીસની ટીમ લોરિયા બાજુ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, ગામમાં રહેતા રતનજી ઉર્ફે જુજો ખેતાજી જાડેજા તથા નેતાજી ઉર્ફે હઠુભા ખેતાજી જાડેજાએ પોતાના કબજાનાં બંધ મકાનમાં શરાબ વેચાણ અર્થે મગાવીને રાખ્યો છે.આ બાતમીનાં પગલે માધાપર પોલીસે દરોડો પાડી પંચોની હાજરીમાં બંધ મકાનમાંથી શરાબની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો તથા જુદી-જુદી બ્રાન્ડના બિયરના ટીન એમ કુલે રૂા.2,51,400ની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો.દરોડા દરમ્યાન બન્ને આરોપી હાજર મળ્યા ન હતા.માધાપર પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કરી ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.આ કામગીરીમાં પીઆઈ એ.બી.જાડેજા, એ.એસ.આઈ.નીરવ ડામોર, હે.કો.મહિપાલસિંહ ગોહિલ, વશરામભાઈ હડિયલ, રામજીભાઈ બરારિયા, કાનાભાઈ રબારી, શક્તિસિંહ જાડેજા, મધુસૂદનસિંહ ઝાલા, કોન્સ.બ્રિજેશ યાદવ, માધવરાજ ઝાલા જોડાયા હતા.