• સોમવાર, 30 નવેમ્બર, 2026

ભારતની પ્રગતિ નારીશક્તિનાં સ્વપ્નોમાં : મોદી

નવી દિલ્હી, તા.29 : સંસદનાં વિશેષ સત્રના 0pt;line-height:115%;font-family:"Nirmala UI",sans-serif; mso-ansi-language:EN-US">એક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર મહિલા અનામત સાથે જોડાયેલો એક નવો વીડિયો શેર કર્યો હતો.મોદીએ જણાવ્યું હતું કે, ભારત દેશની પ્રગતિ નારીશક્તિનાં સ્વપ્નો સાથે જોડાયેલી છે.વડાપ્રધાને સળંગ બીજા દિવસે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું દેશની નારીશક્તિને આપેલું વચન પાળવાની પ્રતિબદ્ધતા બતાવી હતી.વીડિયોમાં મોદીએ કહ્યું હતું કે, નારીશક્તિને રાજનીતિમાં યોગ્ય જગ્યા અપાવવાની લડાઇ દાયકાઓથી ચાલી રહી છે.હું પોતે પણ આ લડાઇમાં સામેલ છું.મારો હોંશલો બુલંદ છે, હિંમત અતૂટ છે અને ઇરાદો અડગ છે.100 ટકા નારીશક્તિના આશીર્વાદ મારી સાથે છે, તેવું તેમણે કહ્યું હતું.અમારા માટે દેશહિત સર્વોપરી છે, પરંતુ કેટલાક લોકો માટે પક્ષહિત દેશહિતથી મોટું થઇ જાય છે, તો નારીશક્તિ, દેશહિતને તેનું નુકસાન ભોગવવું પડે છે, તેવા પ્ર્રહાર વડાપ્રધાને વિપક્ષો પર કર્યા હતા.વડાપ્રધાને કહ્યું હતું કે, નારીશક્તિ વંદન સંશોધન સમયની માંગ છે.અમારું આત્મબળ અજય છે.અડધી આબાદીનાં સ્વપ્નો માટે, દેશનાં ભવિષ્ય માટે આ સંકલ્પને પૂરો કરવો જ છે, તેવો સંકલ્પ મોદીએ વ્યક્ત કર્યો હતો.ગઇકાલે શનિવારે પણ વડાપ્રધાન મોદીએ એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, `નારીશક્તિ'ને એક વચન આપ્યું છે, જે પૂરું કરવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે.આવતીકાલે સોમવારે સંસદનાં વિશેષ સત્ર દરમ્યાન કેન્દ્ર સરકાર તેના મહત્ત્વાકાંક્ષી સીમાંકન અને મહિલા અનામત વિધેયકને આગળ વધારવાની તૈયારીમાં છે.આ વિધેયકને વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ કેબિનેટ તરફથી ગત શુક્રવારે મંજૂરી આપી દેવાઇ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang