• સોમવાર, 30 નવેમ્બર, 2026

સેવાના બળે વિદેશમાં કચ્છી સત્સંગ અકબંધ

કેન્યા, તા.29 : ભુજ સ્વામિનારાયણ મંદિર હસ્તકના 0pt; line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti; mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> કેન્યાના એલ્ડોરેટ સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવ ઊજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કચ્છી હરીભક્તો જોડાયા હતા.કેન્યાના એલ્ડોરેટ શહેર ખાતેથી ભુજ મંદિરના સંયુક્ત કોઠારી દેવવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરનો 15મો પાટોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો.આ પ્રસંગે હરીલીલામૃત કળશ ગ્રંથની સપ્તાહ પારાયણ મહોત્સવનો પ્રારંભ ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવત્ જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી અને કાર્યવાહક કોઠારી સ્વામીઓમાં દેવપ્રકાશદાસજી, નારાયણમુનીદાસજી આદી વરિષ્ઠ સંતોની પ્રેરણાથી પોથીયાત્રા, શોભાયાત્રા સાથે ઉત્સવનો પ્રારંભ થયો હતો.વ્યાસપીઠ પરથી ભકતવત્સલદાસજી,  પરમહંસદાસજી અને વેદાંતસ્વરૂપદાસજીએ કથાનું રસપાન કરાવ્યું હતું.સ્વામી વેદાંતસ્વરૂપદાસજીએ કહ્યું હતું કે દરેક ભારતીય ભારતની સંસ્કૃતી, સત્સંગ, સેવા, અને સમર્પણ સાથે જોડાયેલા રહે.સેવા, સમર્પણના બળે વિદેશોમાં કચ્છનો સત્સંગ આજેપણ અકબંધ છે.સંતો ભજનપ્રકાશદાસજી, ભક્તિવેદાંતદાસજીએ સંગતના સૂર પુરાવ્યા હતા.પારાયણ દરમ્યાન જુદા જુદા કાર્યક્રમોમાં ઘનશ્યામ પ્રાગટ્ય, ફુલડોલોત્સવ, શાકોત્સવ, ચરણપાદુકા વંદન, અભિષેક, અન્નકૂટ અને રાસોત્સવ જેવા ઉત્સવો ઊજવવાની  સાથે અન્ય સેવાકીય કાર્યોમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિકલાંગોને વ્હીલચેર, જરૂરિયાતમંદોને ખાદ્ય સામગ્રી, કપડા-લતા અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિતના કાર્યક્રમોમાં મંદિરના ટ્રસ્ટી રામજીભાઈ વેકરિયા, પ્રમુખ રવજીભાઈ હીરાણી, સેક્રેટરી નારણભાઈ હીરાણી અને  ઉત્સવ કન્વિનર અનિલભાઈ વેકરીયા સાથે હોદેદારો અને દરેક સમિતિના સભ્યો, હરીભક્તો સહયોગી બન્યા હતા.મહોત્સવમાં કેન્યાના  લંગાટા, પૂર્વ આફ્રિકા, વેબૂયા, કેરીચો, કેરુગોયા, મોમ્બાસા, કિસુમુ, મેરુ, મોલોલોગો, કિટાલે, કંપાલા અને ટાન્ઝાનિયામાંથી હરીભક્તો ઊમટી પડયા હતા.મુખ્ય યજમાન સુરેન્દ્રભાઈ કાનજી કેરાઈ પરિવારે  સેવાનો લાભ લીધો હતો.ભુજ મંદિરના સંતો બાલકૃષ્ણદાસજી સ્વામી, મહાપુરૂષદાસજી, કૃષ્ણપ્રિયદાસજી, પરમહંસદાસજી, કૃષ્ણસ્વરૂપદાસજી,  દેવવિહારીદાસજી, સુખદેવસ્વરૂપદાસજી વિગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.સભા સંચાલન ભક્તિપ્રકાશ સ્વામીએ કર્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang