• સોમવાર, 30 નવેમ્બર, 2026

એક અબજ પાંચ કરોડની ઓનલાઈન ઠગાઈમાં મોખાણાના આરોપીની અટક

ભુજ, તા.29 : ભુજમાં એક ખોટી 0pt;line-height:115%;font-family:"Nirmala UI",sans-serif; mso-ansi-language:EN-US">પેઢી ઊભી કરી તેના બેન્ક ખાતામાં દેશભરમાં થયેલી ઓનલાઈન 40 છેતરપિંડીના અધધ એવા એક અબજ પાંચ કરોડથી વધુ રકમ જમા થયાનો પર્દાફાશ એકાદ વર્ષ પૂર્વે થયો હતો.જે અંગે જે-તે સમય બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.આ કેસની તપાસમાં ભુજના અન્ય બે આરોપી સંડોવણી ખુલતા થોડા દિવસ પૂર્વે જ તેઓને ઝડપી લેવાયા બાદ આ પ્રકરણના અન્ય એક નાસતા-ફરતા મોખાણાના આરોપી સાહિલ ગોપાલભાઈ મેરિયરાને એલસીબીએ ઝડપી પાડયો છે.આ ચકચારી બનાવની વિગતો મુજબ ગત તા.11-12-25ના એલસીબી સાયબર સેલે બી-ડિવિઝન મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ભુજના આર.ટી.ઓ.સર્કલ પાસેની એચ.ડી.એફ.સી.બેન્ક શાખામાં ક્રિષ્ના ટ્રેડર્સ નામની પેઢીના ખાતાધારક શુભમ હર ડાભીના ખાતામાં અધધ એવા રૂા.1,05,12,52,826 દેશભરમાં થયેલી 40 ઓનલાઈન છેતરપિંડીના નાણાં જમા થયાનું સામે આવ્યું હતું.જે-તે સમયે શુભમ ઉપરાંત જીગર મહેન્દ્રભાઈ પરગડુ (રહે.છાડુરા, તા.અબડાસા) અને બેન્કમાં કામ કરતા ભાવિક તેમજ તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.આ કેસની તપાસમાં અકરમ અલીમામદ ખલીફા (રહે.કેમ્પ એરિયા, ભુજ) અને ભુમિત ભાવેશગર ગોસ્વામી (રહે.જેષ્ઠાનગર, હાલે વોકળા ફેળિયા, ધાટિયા શેરી, ભુજ)ની સંડોવણી ખુલતા સપ્તાહપૂર્વે બન્ને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડે અટક કરી હતી.દરમ્યાન આજ કેસમાં અન્ય આરોપી સાહિલ ગોપાલભાઈ મેરિયા (રહે.મોખાણા, તા.ભુજ)ની પણ સંડોવણી બહાર આવતા આ નાસતા-ફરતા આરોપીને એલસીબીએ ઝડપી પાડયો છે.આ કામગીરીમાં પીઆઈ એ.એમ.મકવાણા, પીએસઆઈ જે.બી.જાદવ, એમ.એચ.શીણોલ, એ.એસ.આઈ.સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોલંકી, હે.કો.રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang