ભચાઉ, તા.29 : દેશમાં સૌથી વધુ વીજળી
0pt;
line-height:115%;font-family:"Latha",serif;mso-ascii-font-family:Shruti;
mso-hansi-font-family:Shruti;mso-ansi-language:EN-US"> ઉત્પન્ન કરતા કચ્છ જિલ્લાના ખેડૂતોને ખેતરે પમ્પ સેટ ચલાવવા દિવસે એક જ પાણીમાં વીજળી પુરવઠો આપવાની અણઆયોજિત નીતિના કારણે વિશ્વ વિખ્યાત હેરીટેજ સાઈટના ધોળાવીરા વિસ્તારના 10 ગામના ખેડૂતોની લો વોલ્ટેજની મુશ્કેલી દૂર કરવા પીજીવીસીએલના બાલાસર સબડિવિઝને ભચાઉ તાલુકા કિસાન સંઘે રજૂઆત કરી હતી.ઉપરાંત ધારાસભ્યને પણ અગવત કરાયા હતા.દિવાળી પહેલાના એકાદ મહિના અગાઉ સમગ્ર કચ્છમાં લોડ સેડિંગનો પ્રશ્ન આવ્યો ત્યારથી સમગ્ર કચ્છમાં માત્ર દિવસે જ ખેડૂતોને વીજળી આપવામાં આવે છે.જ્યાં હજી પૂરતા સબ સ્ટેશનો અને મુખ્ય 66 કેવી વીજલાઈનોનું માળખું પૂરતું નથી ત્યાં પણ સમગ્ર કચ્છમાં દિવસે વિજળી આપીને આવા દૂર વિસ્તારના ખેડૂતોને લો વોલ્ટેજની મોટી સમસ્યામાં નાખ્યા છે.જ્યાં સુધી સમગ્ર કચ્છ અને ખાસ રાપર, ભચાઉમાં બે પાળીમાં 8, 8 કલાક વીજળી મળતી હતી ત્યાં સુધી વોલ્ટેજ અમુક અંશે પૂરતા હતા.આ બાબતે પીજીવીસીએલના બાલાસર સબ ડિવિઝનમાંથી આવતા અમરપર એસએસમાંથી નીકળતા ત્રણ એજી ફિડરોમાં લો વોલ્ટેજની મોટી સમસ્યાના કારણે ખેડૂતોએ ત્યાંના સ્થાનિક બાલાસર, ભચાઉ પીજીવીસીએલના અધિકારીઓ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પાસે આ સમસ્યાને ઝડપથી હલ કરવા રજૂઆત કરી જણાવ્યું હતું કે, જ્યાં સુધી પૂરતું સ્ટ્રકચર ઊભું ના થાય ત્યાં સુધી સવારે અને બપોરે એમ બે પાળીમાં વીજળી આપવામાં આવે.પીજીવીસીએલ અને જેટકો એક બીજા પર ખો નાખતા હોય તેમ પ્રશ્ન ઘણા સમયથી હોવા છતાં હજી સુધી ઉકેલ લવાયો નથી.આ બાબતે ભચાઉ તા.કિસાન સંઘના શામજીભાઈ વરચંદ, તા.ભાજપ પ્રમુખ નારણભાઈ પટેલ, જિ.પં.સભ્ય વેલજીભાઈ આહીર, મોહનભાઈ ડી.વરચંદ, મોહનભાઈ નાથાણી, સુરેશભાઈ આહિર, રવિન્દ્રભાઈ ઢીલા સહિતના ધારાસભ્યએ જે તે વિભાગના અધિકારીઓને આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.