અંજાર,તા.31 : અહીંની નગરપાલિકાની ત્રિમાસિક
સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં શહેરના વિકાસને સ્પર્શતા વિવિધમુદાને સર્વાનુમતે બહાલી
અપાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન
શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં
શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ ઠરાવોનું
વાંચન કર્યું હતું.જેમાં શહેરના મારુતિ ગ્રાઉન્ડ
ને નગરપાલિકાના બગીચા માટે રિઝર્વ રાખીને એક
કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવા,સ્વચ્છ ભારત મિશન અર્બન - ગાંધીનગરના હુકમને આધીન અંજાર નગરપાલિકાના સફાઈ મિત્રોની
સુરક્ષા માટે રૂપિયા ત્રણ લાખ ના ખર્ચે પી. પી. ઈ. કીટ ખરીદવા મંજૂરી આપાઈ હતી. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર
થયેલ ગ્રાન્ટની રકમ માંથી શહેરના વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવાનો નિર્ણય લેવા નક્કી
કરાયું હતું. અંજાર શહેરમાંથી પસાર થતા ત્રણ રાજમાર્ગો માર્ગ અને મકાન પેટા વિભાગ હસ્તકના
હતા તેને નગરપાલિકા હસ્તક લેવા માટે સર્વાનુંમતે ઠરાવાયુ હતું. શહેરમાં નવું મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે નગરપાલિકા
વિસ્તારમાં 5500 ચો.મી. જમીન
ફાળવવા તથા પોલીસ ચોકી માટે જમીન ફાળવવાની
દરખાસ્તને બહાલી અપાઈ હતી. અમુક વિકાસ ના મુદ્દાને ધ્યાને લઈ વિપક્ષ કોંગ્રેસ
ના રાજેન્દ્રાસિંહ જાડેજા અને દીપકભાઈ આહીર તથા અન્ય કાઉન્સિલરો દ્વારા આ નિર્ણય લેવા
બદલ પ્રમુખશ્રી તથા સમગ્ર શાસક પક્ષને અભિનંદન આપ્યા હતા. આ વેળાએ ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા,
દંડક ગીરીશભાઈ પરમાર સહિતના ઉપસ્થિત રહયા હતા. આયોજન ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે ના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણે સહકાર
આપ્યો હતો.