• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

નખત્રાણા બજાર પાસે ખાડો પુરાયો

નખત્રાણા, તા. 31 : નખત્રાણાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જતાં હાઈવે રોડ બન્યા બાદ બજારના રસ્તાની સપાટી નીચી થઈ જતાં ખાડો બની ગયો હતો જે નગરપાલિકાએ પૂરી આપતાં રાહત થઈ હતી. વરસાદની સિઝન કે ગટરનું પાણી આવે તો પાસેની શાળાના બાળકો, પસાર થતા રાહદારીઓને પરિવહનમાં ખાડામાં ભરાઈ રહેતાં પાણીથી મુશ્કેલી સર્જાતી હતી અને નાના અકસ્માતો સર્જાયા હતા. આ પગલે વેપારી મંડળે કરેલી રજૂઆતના પગલે પાલિકાના પ્રમુખ વસંત વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન, ચંદનસિંહ રાઠોડ, જાગૃતિબેન, હિરેન ભટ્ટ, સંગીતા સાધુ, ભાવિન ઠક્કર, વેણીલાલ, અમિતભાઈ, હાર્દિકભાઈ કામગીરીમાં સહયોગી બની ખાડો પુરાવી દીધો હતો. 

Panchang

dd