ભુજ : રસીલાબેન
(જીતુબેન) જેઠી (ઉ.વ. 81) તે સ્વ. નંદલાલ નારાણજી જેઠીના પત્ની, ચેતનભાઇ જેઠી, બીનાબેન
જેઠી, અરૂણાબેન ભટ્ટના માતા, સ્વ. મનીષા, સ્વ. રોહિતભાઇ જેઠી, મહેશભાઇ ભટ્ટના સાસુ,
સ્વ. રળિયાત વિઠ્ઠલભાઇ જેઠીના ભાભી, સ્વ. હરેશ હરજીવન જેઠી, વિનોદ, જીતેશ, અરૂણ ચમનલાલ
જેઠીના કાકી, સ્વ. બિપિનભાઇ, નવીનભાઇના મોટા બહેન, દક્ષના દાદી, મેઘા નિકેત ગોરના નાની
તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1-2025ના મંગળવારે સાંજે
4.30થી 5.30 જયેષ્ઠી સમાજવાડી, સુમરા ડેલા પાસે, ભુજ ખાતે.
ભુજ : નિશિદ ઇશ્વરલાલ
સોલંકી (ઉ.વ. 49) (કેન્ટીન, કલેક્ટર કચેરી-ભુજ) તે સ્વ. પ્રભાબેન ઇશ્વરલાલના પુત્ર,
કામિનીબેનના પતિ, ગં.સ્વ. જ્યોતિબેન, સ્વ. મનીષભાઇ (પીજીવીસીએલ), નીલેશભાઇ, સોનલબેન,
હરેશભાઇ (પીજીવીસીએલ), હેતલભાઇ, ગં.સ્વ. ચેતનાબેન, ગં.સ્વ. રોશનીબેન (પીજીવીસીએલ),
મોનિકાબેન, તેજલબેન, વિશાલભાઇ, સ્વ. ખુશ્બૂબેનના ભાઇ, ધારાબેનના પતિ, સ્વ. રામદુલારીબેન
સામજીભાઇ, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન મોહનભાઇ, હંસાબેન પરષોત્તમભાઇ (વડોદરા)ના પૌત્ર, ગં.સ્વ.
જયાબેન નવીનચંદ્ર, ગં.સ્વ. દેવ્યાનીબેન પ્રભુલાલ, વનિતાબેન કિશોરભાઇના ભત્રીજા, ગં.સ્વ.
બીનાબેન (પીજીવીસીએલ)ના દિયર, ક્રિમાલીબેન, અનિતાબેન, અમિતાબેનના જેઠ, પ્રગ્યા, ખુશી,
ધાર્મિકના કાકા, રિન્કુબેન, સ્વ. મેઘલબેન, હિમેશના મામા, ક્રિશિવના નાના, પુષ્પાબેન
ગોપાલભાઇ ચૂડાસમાના જમાઇ, હિરેનભાઇના સસરા, ગં.સ્વ. મંછાબેન પ્રાણલાલ મકવાણાના ભાણેજ,
કાજલબેન, સુનીલભાઇના બનેવી, સ્વ. દીપકભાઇ, દીપકભાઇ (આદિપુર)ના સાળા તા. 19-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-1- 2025ના સાંજે 4.30થી 5.30 માહેશ્વરી સમાજવાડી,
સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : અંજનાબેન
ભૂવા (ઉ.વ. 60) તે રતનદાન રાયદે ભૂવાના પત્ની, મોહન (વિરામ) કલ્યાણ ભૂવાના ભત્રીજાવહુ,
શિવાની સિંધિયા અને સિદ્ધાંત સિંધિયાના માતા, તેજપાલ રાજેશદાન ઇસરાણી (ગઢવી)ના સાસુ,
મહેશ મોહનભાઇ ગઢવીના ભાભી, મણિબેન શાંતિલાલ સુંબળના પુત્રી, રંજનબેન પ્રેમજીભાઇ (મુંબઇ),
ચંદ્રિકાબેન ચુનિલાલભાઇ (ગાંધીધામ), ધીરુબેન મોહનલાલ, રામુભાઇના બહેન, રોહિત અને રાણીના
ફઇ, રેખા, રાજેશ, સંદીપ, નિમેષ, રાહુલ, જીતુ (સંદીપ), રાજુ, જિતેન્દ્ર, મમતાના માસી
તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના સાંજે 4થી 5 રાજપૂત
સમાજવાડી, નવી રાવલવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : મૂળ દહીંસરાના
જુગલ નવીનચંદ્ર ઉમરાણિયા (ઉ.વ. 36) તે ગં.સ્વ. દક્ષાબેન નવીનચંદ્ર ઉમરાણિયાના પુત્ર,
સ્વ. જમનાબેન તથા સ્વ. વેલબાઇ હીરજી ઉમરાણિયાના પૌત્ર, સરસ્વતીબેન ગિરજાશંકર ભટ્ટના
દોહિત્ર, રવિલાલભાઇ, પુષ્પાબેન ઝવેરીલાલ, ગં.સ્વ. કલ્પનાબેન અનંતકુમાર, જયશ્રીબેન મનસુખલાલ,
લક્ષ્મીબેન મહેન્દ્રભાઇ, ગં.સ્વ. વિમળાબેન હસમુખલાલ, પૂનમબેન જગદીશભાઇ, ગં.સ્વ. આશાબેન
બાબુલાલ, વર્ષાબેન મુકેશભાઇ ઉમરાણિયા, સ્વ. કમળાબેન વિસનજી પિત્રોડા (અંજાર)ના ભત્રીજા,
દીપક, જિતેન્દ્ર, વિરલ, ચાર્લ્સ, ચંદન, હિના, ડિમ્પલ, અંકિતા, લીના, ઝીલ, અશ્વિની,
ધ્રુવી, મહેક, પલક ઉમરાણિયા, દીપાબેન, વિશાલભાઇ, નૈમિષ, દેવાંગ, ધવલ ભટ્ટના ભાઇ, ભગવતીબેન,
જયશ્રીબેન, નયનાબેન ભટ્ટના ભાણેજ તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
23-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ
સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ગાંધીધામ : ચંદુભાઈ
(સૂર્યકાંત) રામચંદ કલવાની (ઉ.વ. 69) તે વંદનાબેનના પતિ, સંતોષ (સોનુ), જયપ્રકાશ (મોનુ),
ચેતના મનીષ લાલવાણી, સુનિતા પ્રેમકુમાર રાયકંગોર, સંગીતા વિક્રમ હિંગોરાની, વૈશાલી
પ્રેમકુમાર વંજાની, સ્વ. ગાવિંદ, સ્વ. ખુશાલ, રેવાભાઈ, વાસુભાઇ, દયાલભાઈ, મોહિનીબેન
જેઠાનંદ મંગલાની, નાનકીબેન નારાયણદાસ મંગનાની, લાજવંતી ખેમચંદ ચંદરાની, લક્ષ્મીબેન
શંકરલાલ કારિયા, પૂનમ મનસુખ ચંદરાની, પ્રિયાબેન વિનોદ જંગાની, શીલાબેન ઘનશ્યામદાસ ધનાની,
પદ્માબેન વિનોદ અડવાણીના ભાઇ, હરેશ, જીતુ, જસન, દિલીપ, વિપુલ, રિષભના કાકા, અનિતા,
ભાવનાના સસરા, ભાવિન, મીતના દાદા, ટ્વિંકલના દાદા સસરા તા. 19-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા / પઘડી તા. 21-1-2025ના મંગળવારે સાંજે 5થી 5.30 ઝૂલેલાલ મંદિર, શિવ
હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ મીઠીરોહરના
કચ્છી બ્રહ્મક્ષત્રિય રાધાબેન જગજીવન ટાટારિયા (ઉ.વ. 65) તે સ્વ. રુક્ષ્મણિબેન આણંદજી
ગિરધરજી છાંટબાર (ભાભર)ના પુત્રી, કાંતિલાલ, સ્વ. અશ્વિનભાઈ તથા વિજયાબેનના નાના બહેન,
જગજીવન ઈશ્વરલાલ ટાટારિયાના પત્ની, સ્વ. બચુબેન ઇશ્વરલાલ ટાટારિયાના મોટા વહુ, સુરેશ,
મનોજ, ભાવેશ, ચંદ્રેશ, મંગળાબેન શ્યામજી વીંછી (મુંબઈ), રિટા મહેંદ્ર લિયા (મુંબઈ)ના
ભાભી, અંજના સુરેશભાઈ, મીના મનોજભાઈ, હર્ષા ભાવેશભાઈ, કાજલ ચંદ્રેશભાઈના જેઠાણી, હિરેન,
હરેશ તથા ખુશ્બૂ ભાવિક ખૂડખૂડિયા (ભુજ)ના માતા, કાજલ હિરેનભાઈ, પૂર્વી હરેશભાઈ, ભાવિક
જનક ખૂડખૂડિયાના સાસુ, ઓમિકા, વિધિ અને વેદના દાદી, શ્રેયાનના નાની, હર્ષિત, વિવેક,
ભાર્ગવ, નેહાલી રાકેશ ગજકંધ (કેરા), ભૂમિ, કુશલ, કરણના મોટાબા તા. 19-1-2025ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે સાંજે 3.30થી 4.30 રઘુનાથ
મંદિર હોલ, સવાસર નાકા તળાવ પાસે, અંજાર ખાતે.
અંજાર : મૂળ સિનુગ્રાના
કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) જયંતકુમાર મોહનલાલ ગોહિલ (ઉ.વ. 66) (નિવૃત્ત પાણી પુરવઠા)
તે સ્વ. લીલાવંતીબેન મોહનલાલ ગોહિલના પુત્ર, હર્ષા (છાયા)બેનના પતિ, ડિમ્પલ, ઉર્વિ,
સ્વ. મીતના પિતા, મૌલિક વરૂ, જતિન ટાંક, શિવાનીના સસરા, ગિરધરભાઇ (પુના), સ્વ. ઘનશ્યામભાઇ,
મનોરમાબેન રમણીકભાઇ રાઠોડ, ચંદ્રિકાબેન પ્રવીણભાઇ ટાંક, ધીરેનના ભાઇ, દક્ષા ત્રિવેદી
(રાજકોટ), આશિષ (પુના), ધ્રુવીના કાકા, સ્વ. મણિબેન દેવજીભાઇ ચાવડા (ખંભરા)ના જમાઇ,
જ્યોત્સનાબેન, ચંદ્રકાન્તભાઇ, સ્વ. જગદીશભાઇ, ભારતીબેન, પ્રકાશભાઇ, પ્રફુલભાઇ (પા.પુ.),
સ્વ. હિતેષભાઇના બનેવી, દીપેશ, મનીષ, જયેશ, ધીરજના મામા તા. 19-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 ક.ગુ.ક્ષ. સમાજવાડી, અંજાર
ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : જસવંતભાઇ
ચાવડા (ઉ.વ. 68) તે ગં.સ્વ. કાંતાબેન રતિલાલભાઇ ડાહ્યાભાઇના પુત્ર, સ્વ. હરીશભાઇ, સ્વ.
સવિતાબેન, ભારતભાઇ, ભરતભાઇ, ચંચળબેન, ભરતભાઇ, ડાકોરરાય, મહેશભાઇ, ગં.સ્વ. હરિકુંવરબેન
હરિલાલ સોલંકી, ગુણવંતભાઇ, દેવરામભાઇ, સ્વ. પ્રભુભાઇ દેવરામ ચાવડાના ભાઇ, સંગીતાબેનના
પતિ, દિવાળીબેનના પિતા, અભિષેક પ્રફુલ્લભાઇ ચાવડા (ગાંધીધામ)ના સસરા, સ્વ. દેવરામ,
સ્વ. ગોદાવરીબેન, નારાણભાઇ ટાંકના ભત્રીજા, જોગેન્દ્રભાઇ, જગદીશભાઇ, પીયૂષભાઇના દાદા,
ખુશી, દિવ્યાંશુના મોટાબાપા, વંદના, ગોરી, નિખિલ, ધ્વનીલના મામા, ગં.સ્વ. રેવાબેન દામજીભાઇ
પઢિયારના જમાઇ, દમયંતીબેનના બનેવી, અરસના નાના તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-1-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજભવન, અંજાર ખાતે
ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
અંજાર : કચ્છી
ભાટિયા ગં.સ્વ. પુષ્પાબેન જયસિંહ કાનાણી (ભાટિયા) (ઉ.વ. 94) તે સ્વ. જયસિંહ મોરારજી
કાનાણીના પત્ની, ત્રિકમદાસ ખટાઉ દુતિયાના પુત્રી, સ્વ. મયૂરભાઇ, સ્વ. નીતિનભાઇ, સ્વ.
મોહિનીબેનના માતા, ગં.સ્વ. નીકિતાબેનના સાસુ, સ્વ. ખુશ્બૂ, જય, પૂજાના દાદી, નિરાલીબેનના
દાદીસાસુ તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
આદિપુર : ગં.સ્વ.
પ્રીતિબેન (મીનાબેન) પ્રવીણભાઈ ગંધા તે સ્વ. નર્મદાબેન રતિલાલ ગંધાના પુત્રવધૂ, સ્વ.
રામજીભાઈ ગણેશ સોમેશ્વર (અંજાર)ના પુત્રી, ભ્રાંતિ, કલ્પેશ, પ્રતીકના માતા, નિશાબેન,
ધારાબેન, અમિતકુમાર પાદરાઈ (અંજાર)ના સાસુ, જિતેન્દ્ર, દક્ષાબેન (હાજાપર), અલ્પાબેન
(ગાંધીધામ)ના મોટા બહેન, વિજયાબેન જગદીશના દેરાણી, જયશ્રીબેન સુરેશભાઈ, કામિનીબેન મનોજભાઈના
જેઠાણી, નક્ષ, કાવ્યા, વેદાંહી, હર્ષિતના દાદી, ક્રિષ્ના અને ઓમના નાની તા.
20-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે
4થી 5 મૈત્રી સ્કૂલ, આદિપુર ખાતે.
માંડવી : મૂળ
કરોડિયાના ગઢવી નાગશ્રીબેન બારોટ (ભારાણી) (ઉ.વ. 70) તે સ્વ. મેગરાજ માણશીના પત્ની,
નારાણભાઇ, કામઇબેન, સોનબાઇબેન, પાલુભાઇના માતા, આદિત્ય, પૂજાબેનના દાદી, સ્વ. લાખુ
લખમણ મંધુડા (કાઠડા), સ્વ. રાણશ્રીબેન પુનશી (લાયજા)ના બહેન તા. 20-1-2025ના અવસાન
પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બાબાવાડી, માંડવી ખાતે.
માંડવી : ગુંદિયાળીના
ભૂપેન્દ્ર મોહનલાલ જોષી (ઉ.વ. 67) તે સ્વ. મોહનલાલ ગૌરીશંકર જોષી તથા સ્વ. મણિબેનના
પુત્ર, અનસૂયાબેનના પતિ, ચંદ્રિકાબેન, બંકીમચંદ્ર, હરેશભાઈના ભાઇ, ગીતા, સ્વ. જયશ્રીના
જેઠ, સ્વ. વિશ્વનાથ, સ્વ. રમેશભાઈના ભત્રીજા, સ્વ. લક્ષ્મીશંકર, ખરાશંકર ધોલીના ભાણેજ,
શશિકાંત શિવજીના સાળા, સ્વ. મોહનલાલ હરિશંકર રત્નેશ્વર (છસરા)ના જમાઈ, ખરાશંકર, પ્રકાશ,
સ્વ. હંસા, ક્રિષ્ના, ચંદન, સોનાના બનેવી, અનિકભાઇ વરધિયા (ભુજ), નિશાના સસરા, જલ્પા,
દર્શન, શિવમના પિતા, સ્વ. દેવેન, મોહિત, રાજ, શુભમના મોટા બાપા, આનંદ વિમલના મામા,
શ્રેયાના નાના, શિવાંશના મોટા દાદા અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.
22-1-2025ના બપોરે 3.30થી 4.30 બ્રહ્મપુરી (સારસ્વત વાડી), માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ)
: મૂળ લખપતના પુષ્કર્ણા બ્રાહ્મણ હરીશભાઇ ભાનુશંકર પુરોહિત (ઉ.વ. 81) તે સ્વ. મણિબેન
ભાનુશંકર પુરોહિતના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, સ્વ. કસ્તૂરબેન ગૌરીશંકર હર્ષના જમાઇ,
સ્વ. વિઠ્ઠલદાસ અને સ્વ. મધુકાન્તના બનેવી, સુરેશભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. મહેશભાઇ, મંજુલાબેન
બચાણી, સ્વ. કમળાબેનના ભાઇ, ગં.સ્વ. જ્યોતિબેનના જેઠ, પ્રકાશ તથા હેમંતના પિતા, મૌલિકાબેન,
જેલમબેન, આરુષીના સસરા, પલક, હર્ષ, શૌર્ય, બ્રિંદા દૈવય, માધવના દાદા, મનીષ, જયેશ,
ઉમેશ, કલ્પનાના ફુઆ, જેલમ, નિશા, દિવ્યા, ચિરાગના મોટાબાપા, દીપકભાઇના મામા તા.
19-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે સાંજે
4થી 5 બિલેશ્વર મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.
ખેંગારપર (તા.
ભુજ) : ગોપાલભાઇ રૂપાભાઇ ચાડ (મમાયાણી) (ઉ.વ. 68) તે રણછોડ, દામજી, અશોક, કંકુના પિતા,
જશીબેનના પતિ, ધનજીભાઇ, સ્વ. ભગુભાઇ, સ્વ. મેરાભાઇના ભાઇ, નવઘણ, ઉત્તમ, જયના દાદા તા.
20-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખેંગારપર ખાતે.
કુંભારિયા (તા.
અંજાર) : શૈલેષગિરિ દામોદરગિરિ ગુંસાઇ (ઉ.વ. 59) તે ગં.સ્વ. વેલુબેન દામોદરગિરિના પુત્ર,
છાયાબેન સુરેશપુરી, નીતિનગિરિ, પુનિતાબેન કિરણપુરી, ચંદુગિરિ, ગુણવંતગિરિ, નવીનગિરિ,
સ્વ. શંભુગિરિ, સ્વ. ગોવિંદગિરિ, પ્રવીણગિરિના ભાઇ, મીનાબેન નીતિનગિરિના જેઠ, સ્વ.
શંકરગર, ગોવિંદગર, રામગર, ધરમગર, શામગર (સંઘડ)ના ભાણેજ, શિવાની વિજયગિરિ, હેમાંગી,
દેવાંગના મોટાબાપા, સ્વ. વિજયપુરી, પ્રીતિબેન, વિરેનપુરી, રાહુલપુરી, પારસપુરીના મામા
તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના ગુરુવારે સાંજે 4થી
5 નાગેશ્વર મહાદેવ મંદિર, કુંભારિયા, તા. અંજાર ખાતે.
તલવાણા (તા. માંડવી)
: મૂળ નાના ખોખરા (ભાવનગર)ના ગોહિલ ગંભીરસિંહ પ્રભાતસિંહ (ઉ.વ. 64) તે સ્વ. જખુભા,
દીપુભા, સ્વ. પ્રવીણસિંહના ભાઇ, દિગ્વિજયસિંહના પિતા, મહેન્દ્રસિંહના કાકા, અર્જુનસિંહ,
છત્રપાલસિંહ, ઋષિરાજસિંહ, અભિષેકસિંહના મોટાબાપુ, શિવમ, દિવ્યરાજ, બ્રિજરાજના દાદા
તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-1-2025ના ગુરુવારે સવારે 9થી 6 નિવાસસ્થાને
દરબારગઢની બાજુમાં, તલવાણા ખાતે.
મમાયમોરા (તા.
માડવી) : જેઠીબેન હરજી જબુઆણી (ઉ.વ. 83) તે સ્વ. હરજી નારણ જબુઆણીના પત્ની, જયંતીભાઇ,
સ્વ. શાંતિભાઈ, અમૃતભાઈના માતા, પાનુબેન, મોંઘીબેનના જેઠાણી, વૈશાલીબેન, રાજન, સંદીપ,
ગૌરવ, રવિનાના દાદી, આરતીબેન, દિયાબેનના દાદીસાસુ, વ્યોમના પરદાદી, કરસન દેવજી છાભૈયા (રાજપર)ના બહેન તા. 20-1-2025ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 21-1-2025ના સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર
વાડી, મમાયમોરા ખાતે.
રામપર-વેકરા
(તા. માંડવી) : યાકુબ બુઢાભાઇ નોડે (ઉ.વ. 73) તે રમજુભાઇ, મ. ઇસ્માઇલ, કાસમ, હાજી હુશેન,
ઉમરના મોટા ભાઇ, ઇસ્માઇલ (ભારાપર), કરણ કાછા (ભડલી)ના સાળા, સતાર (ભારાપર), મામદ જાકબ
(રાજડા), આધમ ઇસ્માઇલ (ભારાપર), દાઉદ આમદ (નવાવાસ), અલીમામદ ઇસ્માઇલ (રામપર)ના સસરા
તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-1-2025ના બુધવારે સવારે
10.30થી 11.30 રામપર મસ્જિદ કમ્પાઉન્ડ ખાતે.
ગઢશીશા (તા. માંડવી)
: મૂળ બિટ્ટાના કરશનદાસ વેલદાસ સેવક (ઉ.વ. 73) તે સ્વ. લક્ષ્મીબેન વેલદાસના પુત્ર,
સુધાદેવીના પતિ, સ્વ. ગોદાવરી, સ્વ. પ્રતાપના મોટા ભાઇ, સ્વ. ગંગાબેન બિહારીદાસ સેવક
(ભુજ)ના જમાઇ, પુષ્પાબેન (માંડવી), અરૂણાબેન (ભુજ), સ્વ. ચેતનના બનેવી તા.
20-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-1-2025ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.
ભદ્રેશ્વર (તા.
મુંદરા) : પ્રભાબેન વલુભાઇ વાણિયા (ઉ.વ. 85) તે સ્વ. ભીખાલાલ, મનુબેન (બારોઇ), ભાવનાબેન
(અમદાવાદ)ના પિતા, ગં.સ્વ. હેમલતાબેનના સાસુ, સ્વ. ભચીબેન રામજી પુરબિયા (ગોધરા)ના
પુત્રી, સંજય, સ્વ. ચેતન, અલ્પેશ, પુષ્પા (અમદાવાદ)ના દાદી, સ્વ. દામજીભાઇ, શિવજીભાઇ,
સ્વ. દયાલાલભાઇ, ભગવાનજીભાઇ (ગોધરા), સ્વ. ધીરજલાલ (કાંડાગરા), ભીમજીભાઇ (દેશલપર),
સ્વ. ગંગાબેન (મુંદરા), મયાબેન (માંડવી), મંગળાબેન (માંડવી)ના બહેન તા. 15-1-2025ના
અવસાન પામ્યા છે. બારસ તા. 27-1-2025ના સોમવારે સવારે 10થી 12 નિવાસસ્થાને.
બરાયા (તા. મુંદરા)
: પ્રેમસંગ જીવણજી જાડેજા (ઉ.વ. 51) તે જીવણજી ભગવાનજીના પુત્ર, સ્વ. માધુભા, રવુભા,
મનુભા, સૂરજબા, ચાંદાબાના ભત્રીજા, અશોકસિંહ, હંસાબા, ગીતાબાના ભાઇ તા. 19-1-2025ના
અવસાન પામ્યા છે. સાદડી બરાયા ડેલી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 25-1-2025ના શનિવારે.
ભુજપુર (તા. મુંદરા)
: અજબાઇ (ઉ.વ. 90) તે સ્વ. કાનજીભાઇ લાખુભાઇ નંજારના પત્ની, નારાણ, મગન, નાનબાઇ, ડાઇબેન,
દેવલબેન, મેઘબાઇના માતા તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 21-1-2025ના, ઘડાઢોળ
(પાણી) તા. 22-1-2025ના નિવાસસ્થાન નંબરાવાસ, ભુજપુર ખાતે.
મંજલ (તા. નખત્રાણા)
: જાડેજા અનસૂયાબા મમુભા (ઉ.વ. 97) તે જાડેજા કિરીટાસિંહ (નિવૃત્ત આર્મી), પ્રફુલ્લાસિંહ
(નિવૃત્ત એ.એસ.આઇ.), બહાદુરાસિંહ (એસ.ટી.-નખત્રાણા)ના મતા, નટુભા જાલમાસિંહના ભાભી,
લકીરાજાસિંહના ભાભુ, સ્વ. હરપાલાસિંહ, હરદીપાસિંહ, વિરમદેવાસિંહ, બ્રિજરાજાસિંહ, ઋતુરાજાસિંહના
દાદી તા. 19-1-2025ના અવસાન પામયા છે. સાદડી દરબારગઢ ડેલી, મંજલ ખાતે. ઉતરક્રિયા તા.
25-1-2025ના.
બિબ્બર (તા. નખત્રાણા)
: જાડેજા હીરાબા ગોપાલજી (ઉ.વ. 85) તે સ્વ. વેલાજી પબાજી (તિલાટ), પૂંજાજીના પુત્રવધૂ,
ગોપાલજીના પત્ની, અરજણજી, સ્વ. સ્વરૂપસિંહના માતા, સામતજી, મુરાજી, તમાચીજી, પતુભા,
દાનુભા, કુંભાજી, ભાણુભા, મુરાજીના કાકી, દીનુભા, રાજેન્દ્રસિંહ, લાલુભા, સુરતાજી,
ગુલાબસિંહ, ગોધડજી, રણજિતસિંહ, વિક્રમસિંહ, સુરાજી, નરેન્દ્રસિંહ, દશરથસિંહ, અજયસિંહ,
મહેશસિંહના દાદી, પતુભા, દીપસંગજી, વાઘજી, દાજીભા, વિશાજી, માધુભા, ગાભુભાના ભાભી,
સોઢા હઠુજી ભોમાજીના પુત્રી, કલજી, અરજણજી, જોવારાજી, સ્વ. વિંજાજી, સવાઇસિંહ, લાલજી,
કારૂભા, દીપાજીના બહેન, સોઢા શિવુભા લાધુભા (વડજર)ના સારાત, સ્વ. ચતરસિંહ રતનજી (કંકાવટી),
શંકરસિંહ ચતુરસિંહ (આનંદનગર), અજિતસિંહ ગાભુભા (આશાપર)ના સાસુ, નરેન્દ્રસિહ, કિશોરસિંહના
મામી, લાખુભા, બળવંતસિંહ, વિશ્વરાજસિંહના નાની તા. 17-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-1-2025ના રવિવારે દશાવો તેમજ તા. 27-1-2025ના સોમવારે બારસવિધિ નિવાસસ્થાન બિબ્બર
ખાતે.
સાંયરા-યક્ષ
(તા. નખત્રાણા) : લીલાધર મનજી રામાણી (ઉ.વ. 52) તે મનજી ખીમજી રામાણી અને સ્વ. લક્ષ્મીબેનના
પુત્ર, રસીલાબેનના પતિ, અંકિત અને ભાવિનના પિતા, સ્વ. શિવગણભાઇ (સુરત), શાંતિભાઇ (નખત્રાણા),
વસંતભાઇ (સાંયરા), મોંઘીબેન (આનંદપર), લીલાબેન (રત્નાગિરિ)ના ભત્રીજા, ભરતભાઇ (રામાણી
ટ્રાવેલ્સ-ભુજ), દિનેશભાઇ (ઓતુર), નવીનભાઇ (મોરબી), જયાબેન (સુરત)ના ભાઇ, દિલીપભાઇ
(સુરત), શૈલેશ (નખત્રાણા), કલ્પેશ, કુશલ (હૈદરાબાદ), ભારતીબેન (વિસનગર), ગીતાબેન (વડોદરા)ના
કાકાઇ ભાઇ, હિરેન, વિશાલ, અતુલ, સુનીલ, શુભમ, ભૂમિબેન (ભુજ)ના કાકા, નારણ રામજી પોકાર
(પલીવાડ)ના જમાઇ તા. 20-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 22-1-2025ના સવારે
8.30થી 11, બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, સાંયરા ખાતે. (બાકીના દિવસે
બેસણું સાંયરા નિવાસસ્થાને)
ગુનેરી (તા. લખપત)
: જાડેજા વસંતબા ગાવિંદાસિંહ (ઉ.વ. 23) તે જાડેજા ગાવિંદાસિંહ પ્રાગજીના પત્ની, સ્વ.
જાડેજા પ્રાગજી વેલાજી, સ્વ. ભીમજી વેલાજી, સ્વ. લખિયારજી વેલાજી તથા જેઠાજી વેલાજીના
પુત્રવધૂ, જાડેજા જાલુભા પ્રાગજી, મહેન્દ્રાસિંહ ભીમજી, મહિપતાસિંહ ભીમજીના નાના ભાઈના
પત્ની, જાડેજા વનરાજાસિંહ જેઠાજી તથા પ્રવીણાસિંહના ભાભી, રવિરાજાસિંહ તથા અભયરાજાસિંહના
કાકી તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-1-2025ના મંગળવારે સાંજે, ઘડાઢોળ
તા. 29-1-2025ના બુધવારે સવારે નિવાસસ્થાન ગુનેરી ખાતે.
જૂનાગઢ : વીરેન્દ્રકુમાર
રામશંકરભાઇ ખીરા (ઉ.વ. 66) તે સ્વ. બળવંતરાય રામશંકરભાઇ ખીરા, ભાસ્કરરાય રામશંકરભાઇ
ખીરા, જનકરાય રામશંકરભાઇ ખીરા, પદમાબેન, પ્રવીણાબેનના નાના ભાઇ, નીરવ અને શિવાંગીના
પિતા, ભાવિનકુમાર મહેતાના સસરા, સ્વ. બચુભાઇ વલ્લભભાઇ સાતા (રાજકોટ)ના જમાઇ, સ્વ. પ્રફુલભાઇ
બચુભાઇ સાતાના બનેવી તા. 19-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-1-2025ના
ગુરુવારે સાંજે 4થી 6 બિલનાથ મહાદેવ મંદિર, અક્ષર મંદિરની પાસે, વંથલી રોડ, જૂનાગઢ
ખાતે.