ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના ભીમાસર ગામમાં
બનાવટી દસ્તાવેજી પુરાવાના આધારે જમીન હડપ કરી જવાના કારસાનાં પ્રકરણમાં સામેલ બે આરોપીની ધરપકડ કરી હતી. ભીમાસરની સર્વે નં.305વાળીમાં છેતરપિંડીનો આ બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં આરોપીઓએ
ફરિયાદી તારચંદ ભીખચંદ શાહ તથા તેના પત્નીને
મૃત જાહેર કરી ખોટું મરણ પ્રમાણપત્ર મેળવી લીધુ હતું. ફરિયાદીને હિરેન તારચંદ શાહ નામનો કોઈ દિકરો ન હોવા છતાં તેનુ
ખોટું પેઢીનામુ અને પંચનામુ બનાવી જમીન હડપી કરવાના ઈરાદે ખોટા વારસદાર તરીકે નોંધ પડાવી હતી. પોલીસે આ ગુનામાં
સામેલ આરોપી અયાન શાંતિલાલ અવાડિયા (આહીર) તથા અમરદિપસિંહ ઉર્ફે ગોપાલસિંહ મહાવીરસિંહ
વાઘેલાને પકડી પાડયા હતા. આરોપી અમરદિપસિંહ
સામે અંજાર પોલીસ મથકમાં છેતરપિંડી સહિતની કલમો તળે ચાર જેટલા ગુના નોંધાયા હોવાનું
પોલીસે ઉમેર્યું હતું. સમગ્ર મામલે વધુ તપાસ
હાથ ધરી છે.