• શનિવાર, 21 નવેમ્બર, 2026

સામખિયાળીમાં શખ્સ-મહિલાના નગ્ન વીડિયો વાયરલ અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધનારા તથા બાદમાં ઘરમાં ઘૂસી ભોગ બનનાર તથા શરીર સંબંધ બાંધનારા શખ્સને નગ્ન કરી માર મારી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં આ બનાવ અંગે 10 શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આ બનાવ ગત તા. 19/7થી તા. 4/11 દરમ્યાન બન્યો હતો. સામખિયાળીમાં રહેનાર આરોપી રાકેશ મારવાડી નામના શખ્સે ભોગ બનનાર મહિલાને રસોઇમાં જવાનું છે તેમ કહી પોતાના ઘરે બોલાવ્યા હતા, ત્યારે પાંચેક મહિના પહેલાં આ શખ્સે મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં તા. 4/11ના પણ આવી રીતે પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યો હતો. ભોગ બનનાર મહિલા અને આરોપી રાકેશ મારવાડી આ રાકેશના ઘરમાં હતા ત્યારે ચેલા મુજા રબારી (રહે.લલિયાણા), હરિ હરભમ રબારી (રહે. ઘરાણા), ગોવા નાગજી રબારી (રહે. વાંઢિયા), હરી હરભમ રબારી (રહે. સામખિયાળી), ભૂરા કરશન રબારી (રહે. સામખિયાળી), વાલા પબા રબારી (રહે. સામખિયાળી), વીભા દેવા રબારી (રહે. જંગી), શંકર નાગજી રબારી (રહે. લલિયાણા) તથા રાજા રામા રબારી (રહે. શિકારપુર) નામના શખ્સો રાકેશ મારવાડીના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મહિલા તથા આરોપી રાકેશના કપડાં ઉતરાવી બંનેને માર મારી અને બંનેના નગ્ન વીડિયો બનાવી તે વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં ભોગ બનનારને બદનામ કરવાના ઇરાદે તેમની સહમતી વગર આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવ અંગે સામખિયાળી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd