• શનિવાર, 21 નવેમ્બર, 2026

આદિપુરમાં નરાધમ શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચરતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 20 : આદિપુરમાં એક 11 વર્ષીય બાળકીને ચોકલેટ, બિસ્કિટની લાલચ આપી નરાધમે બે વખત તેની સાથે દુષ્કર્મ આચરતાં આ શાખ્સ સામે ગુનો દર્જ થયો હતો. પોલીસે આ આરોપીને પકડી પાડયો હતો. આદિપુરના બારવાળી વિસ્તારમાં આ બનાવ ગત તા. 15-11 તથા 18-11ના બપોરના અરસામાં બન્યો હતો. ભોગ બનનાર બાળકીના માતા- પિતા બહાર હોય ત્યારે બપોરના અરસામાં આ આરોપી દેવ ધનબહાદુર સોનાર નામનો શખ્સ ત્યાં આવતો હતો અને બાળકીને લડુ, ચોકલેટ, બિસ્કિટ વગેરે વસ્તુઓ આપી  લાલચ આપી પોતાની પાસે બોલાવતો હતો. આ નરાધમ શખ્સે બાળકી ઉપર બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઇને કહીશ તો તને તથા તારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન બાળકીના પરિવારજનોને આ બનાવની જાણ થતાં આદિપુર પોલીસ મથકે આ નરાધમ સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધીને આ આરોપીને પકડી પાડયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd