• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

દૃષ્ટિહીન ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ભુજ, તા. 26 : દૃષ્ટિહીન ભાઈઓ માટે એક દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ ભુજ અને એગ્રોસેલ ફાઉન્ડેશન ભુજોડીના સહયોગથી મિરજાપર લેવા પટેલ સ્પોર્ટસ ક્લબના ગોકુલ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. એગ્રોસેલ સીએસઆર હેડ બિરેન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ આયોજિત  ટૂર્નામેન્ટની તા. 17ના ટોસ ઉછાળીને શરૂઆત ડિરેકટર શિવાનીબેન શ્રોફ, વિશાલભાઈ મિશ્રા, જિગરભાઈ વૈદ્ય, ફતેહમામદ મુતવા, એનએબીના પ્રમુખ અભય શાહ, મંત્રી મનોજ જોશી વગેરેએ કર્યું હતું. શાબ્દિક આવકાર એનએબીના પ્રકાશ ગાંધીએ સંસ્થા પરિચય ટ્રસ્ટી અલીભાઈ લુહારે અને પ્રસંગ પરિચય અજીજભાઈ સમાએ આપ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચમાં નખત્રાણા સ્ટ્રાઈકર્સ સામે વાગડ વોરિયર્સ ટીમ વિજેતા થઈ અને મેન ઓફ ધ મેચ અજય ગરવા, બીજી મેચનો ટોસ ઉછાળવામાં આવેલ. બીજી મેચમાં ભુજ બ્લાસ્ટર સામે માંડવી ટાઈટન્સ ટીમ વિજેતા અને મેન ઓફ ધ મેચ ભાવેશ મહેશ્વરી હતા. ફાઈનલ મેચ વાગડ વોરિયર્સ અને માંડવી ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં બંને ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેચના અંતે માંડવી ટાઈટન્સ ટીમનો વિજય થયો હતો. આ મેચના મેન ઓફ ધ મેચ સુરેશ કોલી અને વાગડ વોરીયર્સ ટીમ રનર્સ અપ થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં એમ્પાયર પ્રવીણ રાઠોડ તેમજ ભરત રાઠોડ, સ્કોરર ઈશ્વર સોલંકી અને દિલીપ પરમાર, રેફરી માલજીભાઈ રાજપૂત રહ્યા હતા. એગ્રોસેલ ફાઉન્ડેશન દ્વારા વિજેતા ટીમો તેમજ ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્સાહન ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આભારવિધિ મંત્રી મનોજભાઈ જોશીએ અને સંચાલન ટ્રસ્ટી દશરથ આહીરે કર્યું હતું. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર એગ્રોસેલ ફાઉન્ડેશનના રામજીભાઈ સોલંકી રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd